Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 804
________________ (૭૨૮) યોગદષ્ટિસમુરચય આદિ દોષને સંભવ છે, પણ પ્રૌઢ સિદ્ધહસ્ત સંયમી ગીને અહિંસાદિ યમપાલન સહેલું છે, ને તે “યતિભંગ' આદિ દોષ નડતો નથી.–આમ પ્રવૃત્તિયમમાં અને સ્થિર યમમાં યમપાલન તે સામાન્ય જ છે, પણ પ્રવૃત્તિયમમાં અતિચારાદિ દોષ સંભવ છે, અને સ્થિરયમમાં તે દોષને અસંભવ છે,-આ મુખ્ય તફાવત એ બે વચ્ચે છે. તેમ જ બીજો તફાવત એ છે કે-પ્રવૃત્તિ યમના પાલન કરતાં સ્થિરયમનું પાલન વિશિષ્ટ ક્ષયોપશમ વૃત્તિથી યુક્ત એવું હોય છે. સામાન્ય વિદ્યાભ્યાસમાં પણ એકડીઆ કરતાં જેમ જેમ આગળ અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ વિઘાથીને વિશિષ્ટ ક્ષપશમ વધતો જાય છે–બુદ્ધિવિકાસ થતો જાય છે, બુદ્ધિબળ વધતું ક્ષયોપશમ જાય છે, એટલે તે વિકસિત બુદ્ધિબળથી અભ્યાસ આગળ વધારતે જાય છે તેમ આ યોગવિદ્યાભ્યાસમાં પણ પ્રાથમિક અભ્યાસ કરતાં જેમ જેમ આગળ અભ્યાસ વધતું જાય છે, તેમ તેમ આ યોગવિદ્યાભ્યાસી આત્માથી યોગીને ક્ષયોપશમ વધતું જાય છે, જ્ઞાનવિકાસ થતો જાય છે, ચારિત્રબળ વધતું જાય છે, એટલે તે વિકસિત વિશિષ્ટ પશમ બળથી એર ને એર યોગાભ્યાસ આગળ વધારતે જાય છે. વ્યાયામ શરૂ કરતાં પ્રથમ તે થોડો થોડો વ્યાયામ થઈ શકે છે, પણ પછી વ્યાયામથી જેમ જેમ શરીર કસાતું જાય છે, તેમ તેમ અધિક બળથી વિશેષ વ્યાયામ થઈ શકે છે. તેમ ચોગ-વ્યાયામ શરુ કરતાં પ્રથમ તે થોડો વ્યાયામ થઈ શકે છે, પણ પછી યોગવ્યાપારથી જેમ જેમ ચારિત્ર-શરીર કસાતું જાય છે, ચારિત્ર દેહનો વિકાસ થતો જાય છે, ચારિત્ર-કાયા પુષ્ટ થતી જાય છે, તેમ તેમ અધિક બળથી વિશેષ વ્યાયામ થઈ શકે છે. આમ પ્રથમના યમપાલન કરતાં સ્થિરયમ યેગીનું આ યમપાલન અધિક બળવાન, અધિક સંવેગવાન, અધિક ક્ષેપશમવાનું, ને અત્યંત સ્થિરતાવાનુ હોવાથી વિશિષ્ટ જાણવું. તે એટલે સુધી કે અચલ ચળે પણ આ સાધક યોગીનું યમપાલન ન ચળે. આ સ્થિરતાનું ઉત્તમ ઉદાહરણ શ્રી જિન ભગવાનમાં પ્રાપ્ત થાય છે – “અતિ રૂડી રે અતિ રૂડી, જિનજીની થિરતા અતિ રૂડી; સકળ પ્રદેશે અનંતી, ગુણપર્યાય શક્તિ મહંતી લાલ. અતિ તસુ રમણે અનુભવવંતી, પરરમણે જે ન રમતી લાલ. અતિ પર દ્રવ્ય જે નવિ ગમણી, ક્ષેત્રમંતરમાંહિ ન રમણી લાલ. અતિ અતિશય યેગે જે નવિ દીપે, પરભાવ ભણી નવિ છીપે લાલ. અતિ નિજ તત્વ રસે જે લીની, બીજે કીણ હી નવિ કીની લાલ. અતિ”–શ્રી દેવચંદ્રજી. અને યમપાલનનું જ જે શમસારપણું છે તે તે આગળની જેમ અત્રે પણ અધિક અધિકપણે અનુવર્તે છે જ એમ જાણવું. જેમ જેમ યમપાલનનું સ્થિરપણું-દઢપણું થતું જાય છે, તેમ તેમ પ્રશમ સુખની માત્રા વધતી જાય છે.

Loading...

Page Navigation
1 ... 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844