Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 808
________________ (૭૩૨) યોગદરિસમુચય सद्भिः कल्याणसंपन्नैर्दर्शनादपि पावनैः। तथादर्शनतो योग आद्यावश्चक उच्यते ॥ २१९ ।। દર્શનથી પણ પાવનાકલ્યાણ સંત શું ; તથા દર્શનથી યોગ તે, આઘ અવંચક એહ, ૨૧૯ અર્થ-દર્શનથી પણ પાવન એવા કલ્યાણસંપન્ન પુરુષો સાથે તથા પ્રકારે દર્શનથકી જે યોગ થ, તે આદ્ય અવંચક-ચગાવંચક કહેવાય છે. વિવેચન કલ્યાણસંપન્ન-વિશિષ્ટ પુણ્યવંત, તથા દર્શનથી પણ પાવન, એવા સંતે સાથે વિપર્યય અભાવે તે પ્રકારે ગુણવત્તાથી તથાદર્શનથકી, જે યોગ-સંબંધ થવો તે આવઅવંચક-ચગાવચક છે. સંતે સાથે તથાદર્શનથકી જે ગ–સંબંધ થવો અર્થાત્ સતપુરુષને તથારૂપે ઓળખાણપૂર્વક યોગ થ તે ગાવંચક છે. સતપુરુષનું જે પ્રકારે “સ્વરૂપ છે, તે પ્રકારે તેના સ્વરૂપદર્શનથકી, સ્વરૂપની ઓળખાણથકી, સપુરુષ સાથે તથાદર્શનઃ સ્વ- જે એગ થે, આત્મસંબંધ , બ્રહ્મસંબંધ કે, તેનું નામ રૂપ ઓળખાણ ગાવંચક છે. સતપુરુષ સાથે બાહ્ય સમાગમમાં આવવા માત્રથી, ઉપલક ઓળખાણ માત્રથી આ યંગ થતું નથી, પણ તેનું પુરુષ સ્વરૂપે દર્શન–ઓળખાણ થવાથકી જ આ ચેગ સાંપડે છે. એટલે પુરુષના જગમાં તથાસ્વરૂપે દર્શન–ઓળખાણ-પિછાન એ જ મોટામાં મોટી અગત્યની વસ્તુ છે. આ આત્યંતર સ્વરૂપદર્શન થાય, તે જ પુરુષને ખરેખર યોગ થાય છે. અને આ યોગ થાય તે જ અવંચક ગ છે. આ સત્પષ કેવા હોય છે? તે કે-કલ્યાણસંપન્ન અર્થાત વિશિષ્ટ પુણ્યવંતા હોય છે. પરમ ગચિંતામણિરત્નની સાક્ષાત્ પ્રાપ્તિને લીધે તે પરમ પુણ્યશાળી છે, કલ્યાણને પામેલા છે. આવા પુરુષ દર્શનથી પણ પાવન હોય છે. એમના દર્શન કરતાં પણ આત્મા પાવન થઈ જાય છે, એવા તે પરમ પવિત્રાત્મા હોય છે. એઓશ્રીના પવિત્ર આત્મચારિત્રને જ કોઈ એ અદ્દભુત મૂક પ્રભાવ પડે છે કે–બીજા જીવોને જૂત્તિસદ્ધિઃ વલ્યાણરંપઃ-કલ્યાણ સંપન્ન એવા સંત-સપુરુષ સાથે, વિશિષ્ટ પુણ્યવંત એવા સંત સાથે, ના િવનૈઃ-દર્શનથી ૫ણ પાવન, અવલોકનથી ૫ણું પાવન એવા સાથે, તથા તથા પ્રકારે, તે પ્રકારે ગુણવત્તાથી-ગુણયુક્તપણથી-વિપર્યય અભાવે કરીને, તન-ધનતે તથાદર્શન, તેથી કરીને-તેના વડે કરીને જે–ચોન:-ગ, સંબંધ, તેઓની સાથે થાય છે, બાવાદ ઉચ્ચરે-આઇ અવંચક કહેવાય છે, આ અવંચક એમ અર્થ છે.

Loading...

Page Navigation
1 ... 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844