________________
(૭૩૪)
ગદષ્ટિસમુચ્ચય થાય છે, માટે જેની સાથે યોગ થવાને છે, તે સત્-સપુરુષ સાચા ભાવસાધુ-ભાવયેગી હોવા જોઈએ. બાકી જગતમાં કહેવાતા સાધુઓને, બાહા વેષધારી સાધુ-સંન્યાસીબાવાઓને, જટાજૂટ વધારનારા નામધારી જોગીઓને, અનેક પ્રકારના વેષવિડંબક દ્રવ્યલિંગીઓનો કાંઈ તોટો નથી. પણ તેવા સાધુ ગુણવિહીન, ખોટા રૂપીઆ જેવા દ્રવ્યલિંગીઓથી “કાંઈ શુકરવાર વળતો નથી.” આત્માનું કાંઈ કલ્યાણ થતું નથી. (જુઓ પૃ. ૧૨૮-૧૨૯). (૨) બીજુ,-આવા પુરુષ સદ્ગુરુ વિદ્યમાન હોય, પણ તેને દર્શન જોગ જે ન થાય, સમાગમ-પરિચય ન થાય તે શું કામ આવે ? આંગણામાં કલ્પવૃક્ષ ઊગ્યું હોય, પણ તેને લાભ ન લેવાય તે શું કામનું? અચિંત્ય ચિંતામણિરત્ન હાથ લાગ્યું હોય, પણ તેને સેવી ચિંતિત લાભ ન ઉઠાવાય તે શું કામનું? કામદુધા કામધેનુ મળી હોય પણ તેની આરાધના ન થાય તે શું કામનું? સાક્ષાત્ પરમામૃતને મેઘ વરસતે હોય, પણ તેને ઝીલવામાં ન આવે, તે શું કામનું ? માટે સંતના દર્શન-સમાગમની તેટલી જ આવશ્યકતા છે (જુઓ પૃ. ૧૬૨, “પરિચય પાતક ઘાતક સાધુ શું” ઈ. ) (૩) ત્રીજું–બાહ્યથી સંતના દર્શન-સમાગમ થાય, પણ અંતથી
સંતનું તથા પ્રકારે સંતસ્વરૂપે દર્શન ન થાય, સતસ્વરૂપે ઓળખાણ સ્વરૂપનું ન થાય, તે તેને બાહ્ય સમાગમગ પણ અગરૂપ થાય છે, નિષ્ફળ તથા દર્શન થાય છે. અથવા સપુરુષ મળ્યા હોય, પણ તેનું અંતર દર્શન
ઓળખાણ થઈ શકે એવી પિતાનામાં યોગ્યતા ન હોય, તે પેગ ન મળ્યા બરાબર થાય છે. આ ત્રણમાં પણ ત્રીજે મુદ્દો સૌથી વધારે મહત્ત્વનું છે, કારણ કે પુરુષ હોય, તેને બાહ્ય દર્શન-સમાગમ પણ થયા હોય, પણ તેનું તથાસ્વરૂપે
આત્મદર્શન” ન થયું હોય તે શું કામનું? કારણ કે તથાસ્વરૂપે દર્શન વિના સપુરુષનો યોગ અગ થાય છે અફળ જાય છે. એમ તે આ જીવે અનેક વાર ભગવાન તીર્થકર જેવા પરમ પુરુષના દર્શન કર્યા હશે, પણ આ જીવની યોગ્યતાની ખામીને લીધે તે પુરુષનું તથાદર્શન ન થયું, તેથી તે યુગ અફળ ગયે, માટે પુરુષના યોગની ખરેખરી રહસ્ય ચાવી (Master-key ) તેનું તથાસ્વરૂપે દર્શન કરવું-ઓળખાણ થવી તે છે. અને એમ થાય ત્યારે જ અવંચક યોગ થાય છે.
આ “અવંચક એટલે શું? વંચક નહિ તે અવેચકવચે નહિ, છેતરે નહિ, ઠગે નહિં તે અવંચક. જે કદી ખાલી ન જાય, ચૂકે નહિં, એ અમેઘ, અચૂક, અવિ.
સંવાદી, રામબાણ તે અવંચક. યોગ એ કે ક્રી વંચે નહિં, ખાલી ચોગ, અવંચક જાય નહિં, તે યોગાવંચક. આ ગાવંચક બાણના લક્ષ્ય તાકવા એટલે? બરાબર છે. (જુએ પૃ. ૧૫૯-૧૬૦, આકૃતિ ૬ ) બાણુની લક્ષ્યક્રિયામાં
પ્રથમ પગથિયું લક્ષ્ય-નિશાનને બરાબર તાકવું (Aiming) તે છે. તે લય બરાબર તાક્યા પછી જ બીજી નિશાન વિધવાની ક્રિયા બને છે. તેમ આ