________________
ઉપસંહાર : શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તે જ સિદ્ધિ
(૭૩૧) રૂપ છે, અને સિદ્ધિયમ તે માર્ગના અંતિમ ધ્યેયને પામી પપકાર કરવારૂપ છે. ઈચ્છાયમથી માંડીને જેમ જેમ યોગી આગળ વધતું જાય છે, તેમ તેમ તેની આત્મવિશુદ્ધિ વધતી જાય છે, સંવેગરૂપ વેગ અતિ વેગ પકડતે જાય છે, ક્ષપશમ બળ વૃદ્ધિ પામતું જાય છે, અને છેવટે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ થાય છે.
આ શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ, તેમાં ઉત્કૃષ્ટ કેટિનું યમપાલન શમાઈ જાય છે; કારણ કે ત્યારે આત્મા દ્રવ્ય-ભાવથી પૂર્ણ અહિંસામય બની જાય છે, રાગાદિ વિભાવથી
સ્વરૂપની હિંસા કરતો નથી; પૂર્ણ સત્યમય બની જાય છે–પરભાવને શુદ્ધ અંતરા- પિતાને કહેવારૂપ અસત્ય વદત નથી; પૂર્ણ અસ્તેયમય બની જાય ત્માની સિદ્ધિ છે–પરભાવને લેશ પણ અપહરતે નથી; પૂર્ણ બ્રહ્મચર્યમય બની જાય
છે,-શુદ્ધ આત્મસ્વરૂપમાં, બ્રહ્મમાં ચરે છે ને પરભાવ પ્રત્યે વ્યભિચરત નથી; પૂર્ણ અપરિગ્રહમય બને છે, પરભાવના પરમાણુ પ્રત્યે પણ આત્મભાવરૂપ મમત્વબુદ્ધિ ધરતા નથી. આમ સમસ્ત પરભાવથી વિરામ પામી, સમસ્ત પરપરિણતિને પરિત્યાગ કરી, તે આત્મારામી યોગી સ્વભાવમાં આરામ કરે છે, ને શુદ્ધ આત્મપરિણતિને નિરંતર ભજ્યા કરે છે. અને આમ શુદ્ધ સ્વરૂપ પદમાં સ્થિતિ તેનું નામ જ પરમ અહિંસા, તેનું નામ જ પરમ સત્ય, તેનું નામ જ પરમ અસ્તેય, તેનું નામ જ પરમ બ્રહ્મચર્ય, તેનું નામ જ પરમ અપરિગ્રહ, અને આમ આ પાંચે જેને પરમ પરિપૂર્ણ વર્તે છે, તે જ સાક્ષાત્ જીવંત પરમાત્મા, તે જ જંગમ કલ્પવૃક્ષ કે જેને ધન્ય જન સેવે છે. (જુએ કાવ્ય, પૃ. ૬૦૨).
યમ પ્રકારોનો સાર અહીં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમ-શીલ-વ્રત સર્વ તંત્ર સાધારણપણાથી સંત જનેને સુપ્રસિદ્ધ છે. તે પ્રત્યેક યમના ચાર ચાર પ્રકાર છે? ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, સિદ્ધિયમ. (૧) યમવંતની કથા પ્રત્યે પ્રીતિવાળી એવી જે યમને વિષે અવિપરિણામિની ઈચ્છા, તે પહેલે ઈચ્છાયમ છે. (૨) સર્વત્ર શમસાર એવું જે યમપાલન તે જ અહીં પ્રવૃત્તિ છે, અને તે જ બીજો પ્રવૃત્તિયમ છે. (૩) અતિચારાદિ ચિન્તાથી રહિત એવું જે યમપાલન તે જ અહીં રવૈર્ય છે, અને તે જ ત્રીજો સ્થિરયમ છે. (૪) અચિંત્ય શક્તિયોગથી પરાર્થનું સાધક એવું જે આ યમપાલન તે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ છે, નહિં કે અન્યની, અને આ જ ચે સિદ્ધિયમ છે. અચિન્ય શક્તિયોગથી તેની સંનિધિમાં વિરત્યાગ હોય છે.-આમાં પહેલા બે પ્રકાર પ્રવૃત્તચક યોગીને પ્રાપ્ત થઈ ચૂક્યા હોય છે, અને છેલ્લા બે પ્રકારને અર્થે તે સતત પુરુષાર્થશીલ રહે છે.
; અવંચક સ્વરૂપ કહે છે -