Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉપસંહાર : ત્રણ પ્રકારના વિત, અહિંસાદિ છોડનું પાલન
(૭૨૩) અહિંસાદિ કરે છે. જેમ વત્સલ માતા બાલકનું યત્નથી લાલન-પાલન કરે છે, છેડનું પાલન” તેમ મુક્તિ અનુરાગી મુમુક્ષુ અહિંસાદિ યમનું યત્નથી પાલન
કરે છે. જેમ પ્રજાવત્સલ રાજા નિજ રાજ્યનું પ્રેમથી પાલનરક્ષણ કરે છે, તેમ મુક્તિ-વત્સલ યોગીરાજ નિજ અહિંસાદિ યોગ-સામ્રાજ્યનું પ્રીતિથી પાલનરક્ષણ કરે છે. અથવા કોઈની પાસે મહામૂલ્ય રત્ન હોય, તો તે તેનું પાલન કેવા યત્નથી કરે? તે રખેને પડી ન જાય, ગુમાવી ન બેસાય, કેઈ તેને ચેરી ન જાય, ભૂલેચૂકે તેને ડાઘ ન લાગી જાય, એટલા માટે તેને સાચવી સંભાળીને રેશમી કપડામાં વિંટાળી નાની પેટીમાં મૂકી, તેને કબાટમાં કે તેજૂરીમાં તે રાખી મૂકે છે, અને તે બરાબર સલામત છે કે નહિ તેની વારંવાર ચેસી કરે છે. અને આમ તેનું નિરંતર પાલન, ગોપન, ભંગ–સંરક્ષણ, સાચવણી–જાળવણી કરે છે, તો પછી આ તો અમૂલ્ય ચિન્તામણિ રત્નથી પણ અધિક, મહા મેરુથી પણ મહામહિમાવાન, એવા અહિસાદિ યોગચિંતામણિના જતન માટે, નિરંતર પાલન માટે, ગેપન માટે, અભંગ માટે, રક્ષણ માટે, સાચવણી માટે, જાળવણી માટે કેટલે બધે પ્રયત્ન હોવો જોઈએ? કેટલી બધી સતત જાગૃતિ હોવી જોઈએ? કેટલી બધી અખંડ પુરુષાર્થ પ્રવૃત્તિ હોવી જોઈએ?
ત્યાં “પાંચમે આરો કઠણ છે, શું કરીએ?” ઈત્યાદિ પેટા ન્હાના-એઠા દઈ પ્રમાદ કરવો કેમ પાલવે ? હજુ ભવસ્થિતિ પાકી નથી, પાકશે ત્યારે વાત, એમ કહી લમણે હાથ દઈ, પાદપ્રસારિકા કરવી કેમ પોસાય? (જુએ. પૃ. ૧૫૩-૧૫૪)
સર્વત્ર શમસાર અને આવું આ યમપાલન કેવું વિશિષ્ટ છે? તે કે સર્વત્ર શમસાર જ છે, અર્થાત્ શમ જ જેને સાર છે, અથવા શમથી જ જે સાર છે,–પ્રધાન છે, અથવા શમને જ જે સાર છે, એવું છે. આ યમપાલનને સાર શમ છે, અથવા શમને સાર આ યમપાલન છે, અથવા શમથી જ આ યમપાલન સાર છે–પ્રધાન છે. તાત્પર્ય કે યમના પરિણામે સારભૂત એવો શમ જ ઉપજે છે, શમ જ એનું સારભૂત ફળ છે; અને શમના પરિણામે સારભૂત એવો યમ જ ઉપજે છે, યમ જ એનું સારભૂત ફળ છે. આમ યમને ને શમને પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે.
યમના સારભૂત ફલપરિણામરૂપ સર્વત્ર શમ જ ઉપજે છે, સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય છવાઈ રહે છે, સર્વત્ર-સર્વ સ્થળે એટલે પિતાને અને પરને, દ્રવ્યથી અને ભાવથી, સર્વ
પ્રકારે શમ જ-શાંતિ જ ઉપજે છે. કારણ કે (૧) જે અહિંસાદિ યમનો સાર શમ સેવે છે તે પોતે અદ્ભુત આત્મશાંતિ અનુભવે છે, અને પરને પણ
શાંતિ ઉપજાવે છે. જે અહિંસાદિ સેવે છે, તે પિતે તાપ પામતે નથી ને અન્ય જીને પણ તાપ પમાડતો નથી. પણ શીતલ ચંદનની જેમ સર્વત્ર તાપનું શમન કરી શીતલતા આપે છે, શીતલ ચંદ્રની જેમ સર્વને આનંદ આનંદ ઉપજાવે છે.