Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 801
________________ ઉપસ’હાર : ચમને સાર શમ, શમના સાર ચમ ( ૭૨૫) વિરતિરૂપ ઉપરમ પામે છે, તે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે; અને જે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે, તે પરભાવથી વિરતિરૂપ ઉપરમ પામે છે. (૨) અથવા પરભાવ પ્રત્યે જતા આત્માના સંયમનરૂપ સયમયમ જે સેવે છે, તે સ્વરૂપમાં શમાવારૂપ શમ પામે છે, અને જે સ્વરૂપમાં શમાવારૂપ શમ પામે છે, તે પરભાવ પ્રત્યે જતા આત્માના સયમનરૂપ સંયમ-યમ પામે છે. અત્રે ઉપ-મશમના આ ઉપક્રમ જણાય છે:- પ્રથમ તે જીવને ઉપશમ પરિણામ ઉપજે છે, જીવ શાંત થાય છે. એટલે તેને વિરતિભાવ ઉપજે છે, એટલે તે હિંસાદિથી વિરામ પામે છે, તેથી તેને શાંતિસુખના અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિરતિ કરે છે, તેથી તેને એર વિશેષ શમસુખને અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિશેષ વિરતિ કરે છે, એથી શમસુખ એર અધિક થાય છે. આમ જેમ જેમ વિરતિની માત્રા વધતી જાય છે, તેમ તેમ શમસુખની અધિકાધિક લહરીએ છૂટતી જાય છે. યાવત્ પૂર્ણ વિરતિ થતાં પૂર્ણ શમસુખને અનુભવ થાય છે ને આત્મા નિજ સ્વરૂપમાં શમાય છે. વળી આ યમપાલન શમથી જ સાર છે-પ્રધાન છે. શમ ઉત્પન્ન થવા એ જ આ યમપાલનને સાર છે. જેટલે અશે શમ ઉપજે તેટલે અંશે આ યમપાલનની સારભૂતતા. શમની ઉત્પત્તિ એ જ આ યમપાલનની સફળતાની ચાવી છે. આત્માને કષાયની ઉપશાંતિ થઇ, સત્ર સમભાવ આવ્યા, સ્વરૂપ-વિશ્રાંતિરૂપ આત્મશાંતિ ઉપજી, તે સમજવુ' કે આ યમપાલનનું સારભૂત ફળ મળી ચૂકયું છે. અને જેમ કેાઈ પણ પ્રવૃત્તિનું—ક્રિયાનું કઇ ને કઇ વિશિષ્ટ ફળ હોય છે જ, તેમ આ યમપાલનરૂપ પ્રવૃત્તિનું– ક્રિયાનું સારભૂત ફળ આ શમ' જ છે, કે જે શમસુખની આગળ ઇંદ્ર ચક્રવત્તી આદિનું સુખ તૃણમાત્ર પણ નથી. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીનું વચનામૃત છે કે— " नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । ચક્ષુર્વામદેવ સાોર્ટે વ્યાપાર,ત્તિસ્ય || ’—શ્રી પ્રશમતિ. विपक्षचिन्तारहितं यमपालनमेव यत् । तत्स्थैर्य मिह विज्ञेयं तृतीयो यम एव हि ।। २१७ ॥ વિપક્ષ ચિન્તાથી રહિત, તે યમપાલન જે; તે સ્થય અહી' જાણવું, ત્રીજો યમ જ છે તેહ. ૨૧૭ વૃત્તિ:-વિપક્ષચિન્તા તિક્—વિપક્ષ ચિંતા રહિત, અતિચારાદિ ચિંતાથી રહિત એમ અથ છે, અમાનમેષ ચત્—જે યમપાલન જ વિગ્નિષ્ટ ક્ષયે પશમવૃત્તિવડે કરીને, તત્ ઐમિદ્ વિજ્ઞયમ્—તે અહીં-યમેામાં થૈ જાણુવું, અને આ તૃતીયો યમ જ્ઞ –િતૃતીય યત્ર જ છે, સ્થિર યમ છે, એમ અથ છે.

Loading...

Page Navigation
1 ... 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844