________________
ઉપસંહાર : ભાવ અહિંસા, ભાવ સત્યાદિ
(૭૧૫)
પરને સ્વ ન કહેવું તે સત્ય છે. સતને સત્ ને અસતને અસત કહેવું, ભાવથી સત્યાદિ તથા સને અસત્ ને અસતને સત્ ન કહેવું તે સત્ય છે. એક શુદ્ધ
આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ પિતાની નથી, પર વસ્તુ છે, તે પર વસ્તુને પર કહેવી, સ્વ ન કહેવી તે સત્ય છે; પર વસ્તુને સ્વ કહેવી, પર ન કહેવી તે અસત્ય છે. આમ અનાત્મ વસ્તુને આત્મરૂપ કહેવી તે અસત્ય છે; અનાત્મ વસ્તુને આત્મરૂપ ન કહેવી ને આત્મ વસ્તુને જ આત્મરૂપ કહેવી, તે જ પરમાર્થ સત્ય છે. આની પરમ મનન કરવા યંગ્ય તાત્વિક મીમાંસા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ પ્રકારે પ્રકાશી છે –
પરમાર્થ સત્ય એટલે આત્મા સિવાય બીજે કઈ પદાર્થ આત્માનો થઈ શકતે નથી એમ નિશ્ચય જાણી બેલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી; એ ઉપયોગ રહેવો જોઈએ. અન્ય આત્માના સંબંધી બેલતાં આત્મામાં જાતિ, લિંગ, અને તેવા ઉપચારિક ભેદવાળે તે આત્મા ન છતાં માત્ર વ્યવહાર નયથી કાર્યને માટે બોલાવવામાં આવે છે; એવા ઉપયોગીપૂર્વક બોલાય તે તે પારમાર્થિક ભાષા છે, એમ સમજવાનું છે.” ઈત્યાદિ. (જુઓ) – શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૫૪પ.
(૩) પર વસ્તુનું અપહરણ–ચોરી ન કરવી તે પરમાર્થથી અસ્તેય છે એક શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈ પણ પરમાણુમાત્ર પણ પિતાનું નથી, પારકું છે. તે પર વસ્તુનું ગ્રહણ કરવું તે ચેરી છે–અદત્તાદાન છે, તે ન કરવું તે અસ્તેય છે. પરભાવવિભાવ પરિણામ તે ચોરી છે, તે ન કરવા તે અસ્તેય છે. આ પરભાવ-વિભાવરૂપ ભાવચેરી જે કરતો નથી, તે પર દ્રવ્યહરણરૂપ ક્ષુદ્ર દ્રવ્ય-ચેરી તે કરે જ કેમ? (૪) બ્રહ્મમાં અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરવું-રમણ કરવું તે ભાવથી બ્રહ્મચર્ય છે. અબ્રહ્મમાંઅનાત્મમાં, પર વસ્તુમાં વિચરવું-રમણ કરવું તે અબ્રહ્મચર્ય, અથવા વ્યભિચાર, અથવા પર વસ્તુના સંશ્લેષરૂપ મૈથુન છે, દ્વત છે. પર વસ્તુમાં વિચરવું છેડી, વ્યભિચાર ત્યજી, પરભાવને સ્પર્શ પરિહરી, શુદ્ધ અદ્વૈત એવા આત્મામાં રમવું તે બ્રહ્મચર્ય છે. આવા ભાવ બ્રહ્મચર્યની સિદ્ધિમાં દ્રવ્ય બ્રહ્મચર્ય ઉપકારી થાય છે, અને દ્રવ્ય બ્રહ્મચર્યની દઢતામાં આવું ભાવ બ્રહ્મચર્ય ઉપકારી થાય છે. આમ દ્રવ્ય–ભાવને પરસ્પર પૂરકરૂપ સહાયક ભાવ છે. (૫) આત્મા સિવાયની બીજી–પર વસ્તુ પ્રત્યે મમત્વ ભાવ કરી, મૂર્છા કરી, તેનું પરિગ્રહણ કરવું તે પરિગ્રહ છે. તે મચ્છ૩પમમત્વ ભાવરૂપ પરિગ્રહ ન હો તે પરમાર્થથી અપરિગ્રહ છે. પર વસ્તુને પોતાની માની, મારી છે એમ માની, મૂચ્છ–મમત્વ ન કરતાં, પર વસ્તુનું પરમાણુ પણ આત્મભાવે ન ગ્રહવું તે અપરિગ્રહ છે. આવી જેની અપરિગ્રહ ભાવના હેય, તે પછી દ્રવ્ય પરિગ્રહ શાને એકઠે કરે ? અને જે મૂચ્છના આયતનરૂપ દ્રવ્ય પરિગ્રહ ન ગ્રહે, તેને ઉક્ત અપરિગ્રહ ભાવના કેમ દઢ ન થાય? આમ બન્નેને કાર્ય કારણ સંબંધ છે.