________________
(૭૧૪)
યોગદષ્ટિસમુચ્ચય
ગુણપરિણતિએ પરિણમે અને આત્મ દ્રવ્ય અન્ય દ્રવ્યનું અસંગી હોય, આત્મ દ્રવ્યને પદ્રવ્યને સંગ ન હોય,–તે દ્રવ્યથી શુદ્ધ એવી પુષ્ટ અહિંસા છે. (૨) ક્ષેત્રથી સર્વ પ્રદેશમાં પરભાવનો પ્રસંગ ન હોય, અને અશરીરી અગી એવા ભાવથી આત્માની અવગાહના અભંગ હોય, તે ક્ષેત્રથી શુદ્ધ એવી અહિંસા છે. (૩) જ્યાં ઉત્પત્તિ-વ્યય ને ધ્રૌવ્યપણે સહેજે પરિણતિ થાય છે, અને જ્યાં છેદન-જનપણું નહિ હેઈ વસ્તુ સ્વભાવને વિષે સમાય છે,–તે કાળથી શુદ્ધ એવી અહિંસા છે. (૪) અનંત ગુણ પર્યાય, તેમજ કારક પરિણતિ જ્યાં નિજ નિજ પરિણતિએ પરિણમે છે, તે ભાવથી શુદ્ધ એવી અહિંસા છે. આમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી શુદ્ધ એવી અહિંસાનું જે કઈ એક ધામ હોય, તે પરમ અહિંસકતામય, પરમ દયામય, પરમ કૃપાળુ શ્રી જિનરાજ છે, કારણ કે તે જ સ્વ-પર જીવન રક્ષક એવા તારણ–તરણ જહાજ છે. આમ અહિંસાને ઊંચામાં ઊંચે આદર્શ શ્રી જિન વીતરાગમાં દષ્ટ થાય છે—જેનું પરમ સુંદર હૃદયંગમ સ્વરૂપ મહાત્મા દેવચંદ્રજીએ આમ સંગીત કર્યું છે –
ગુણ ગુણ પરિણતિ પરિણમે, બાધક ભાવવિહીન...પ્રભુજી! દ્રવ્ય અસંગી અન્યને, શુદ્ધ અહિંસક પીન...બાહુ જિણુંદ દયામયી. ક્ષેત્રે સર્વ પ્રદેશમે, નહિં પરભાવ પ્રસંગ..પ્રભુજી ! અતનુ અગી ભાવથી, અવગાહના અભંગ...પ્રભુજી ! બાહ૦ ઉત્પાદ વ્યય ધ્રુવપણે, સહેજે પરિણતિ થાય. પ્રભુજી ! છેદન જનતા નહિં, વસ્તુ સ્વભાવ સમાય... પ્રભુજી ! ગુણ પર્યાય અનંતતા, કારક પરિણતિ તેમ...પ્રભુજી ! બાહુ નિજ નિજ પરિણતિ પરિણમે. ભાવ અહિંસક એમ.પ્રભુજી ! બાહ૦ એમ અહિંસકતામયી, દીઠો તું જિનરાજ..પ્રભુજી ! રક્ષક નિજ પર જીવને, તારણતરણ જિહાજ પ્રભુજી !”—–શ્રી દેવચંદ્રજી.
દ્રવ્ય અહિંસા પણ આ ભાવ અહિંસાની સાધનામાં ઉપકારી થાય છે દ્રવ્ય એ ભાવનું કારણ છે માટે તેમજ દ્રવ્ય અહિંસા એ ભાવ અહિંસાનું સ્વાભાવિક પરિણામ પણ છે. આમ બન્નેને પરસ્પર કાર્ય–કારણ સંબંધ છે.
“ દ્રવ્ય થકી છ કાયને, ન હણે જેહ લગાર...પ્રભુજી !
ભાવ દયા પરિણામને, એહી જ છે વ્યવહાર..પ્રભુજી ! બાહુ આતમ ગુણ અવિરાધના, ભાવ દયા ભંડાર....પ્રભુજી !
ક્ષાયિક ગુણ પર્યાયમે, નવિ પર ધર્મ પ્રચાર...પ્રભુજી !” –શ્રી દેવચંદ્રજી. (૨) ભાવથી સત્ય એટલે પરમાર્થથી-તત્ત્વથી સત્ય વચન વદવું તે. જે વસ્તુ તત્વથી જેમ છે તેમજ કહેવી તે સત્ય છે. સ્વને સ્વ કહેવું, પરને પર કહેવું; સ્વને પર ન કહેવું,