Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉપસંહાર : અહિંસાદિની સકલના : ષકારક ચકને ૫૩
(૭૦૫) આ પ્રકારે આપયોગથી સાચા ભાવથી એક પણ વેગ શુદ્ધપણે સ્પર્શીતાં, અન્ય યોગ તેની સાથે સંકલિત હોવાથી આખું ચોગચક આપોઆપ ચાલુ થઈ જાય છે. આવી આ પ્રવૃત્ત ગચક્રની ભારી ખૂબી છે. આ ગરૂપ પારસમણિનો કઈ એક દેશે સ્પર્શ થતાં, આખો આત્મા ગમય બની જાય છે ! આ ગરૂપ ‘જાદુઈ લાકડી” (magic wand) આત્મા પર ફરતાં, આત્મામાં કેઈ અજબ ફેરફાર થઈ જાય છે! આ યોગ-પરમામૃતની અંજલિ છાંટવામાં આવતાં તેની જાદૂઈ સંજીવની અસર આત્માની નસેનસમાં-પ્રદેશે પ્રદેશમાં પ્રસરી જાય છે !
આમ આ પવનચકસાધક યોગીનું યોગ-સાધક ચક એકદમ ચાલુ થઈ જાય છે. જે ચક્ર પૂર્વે આત્મસ્વરૂપના ભાન વિના બાધક થઈને પ્રવર્તતું હતું, વિપરીત પણે–
ઉલટું ઉધું (anti-clockwise) ચાલતું હતું, “વામમાગી'-આડે માગે ષકારક ચાલનારું થતું હતું, તે હવે આત્મસ્વરૂપનું ભાન આવ્યે સાધક થઈને ચકનો પલટો પ્રવર્તે છે, અવિપરીત પણે સુલટું સીધું (clockwise) ચાલવા માંડે છે.
“દક્ષિણમાગી”—અનુકૂળ થઈને પ્રવર્તે છે. કર્ણા, કર્મ, કરણ, અપાદાન, સંપ્રદાન અને અધિકરણ એ ષટુ કારક ચક જે પૂર્વે આત્મ-બાધકપણે ચાલતું હતું, તે હવે આત્મ-સાધકપણે ચાલવા માંડે છે. પૂર્વે જે કર્તા પરભાવને થતો હતું, કર્મ પરભાવ-વિભાવરૂપ કરતું હતું, કરણ પરવસ્તુનું પ્રયોજતો હતો, ગ્રહણરૂપ સંપ્રદાન પરનું કરતું હતું, ત્યાગરૂપ અપાદાન સ્વનું કરતે હતા, અને અધિકરણ પણ પરવતુમાં કરતો હતો; તેને બદલે હવે તે કર્તા સ્વભાવને થાય છે, કર્મ સ્વભાવરૂપ કરે છે, કારણ આત્મસ્વભાવનું પ્રયોજે છે, ગ્રહણરૂપ સંપ્રદાન આત્મભાવનું કરે છે, ત્યાગરૂપ અપાદાન પરભાવનું કરે છે, અને અધિકરણ આત્મવસ્તુમાં કરે છે. અત્રે આત્મ દ્રવ્ય એ જ કર્તા છે, નિજ આત્માની સિદ્ધિ-સિદ્ધતા એ કાર્ય-કર્મ છે, ઉપાદાન-પરિણામમાં પ્રયુક્ત તે કરણપણું છે, આત્મસંપત્તિનું દાન તે સંપ્રદાનપણું છે, કે જેમાં દાતા પાત્ર ને દેય એ ત્રણે ભાવની અભેદતા થાય છે; સ્વ-પરનું વિવેચન-વિવેક કરવો તે અપાદાન છે, અને સકલ પર્યાયનો આધાર તે અધિકરણ છે. આમ અનાદિ એવા બાધક કારક ભાવ નિવારવા તે સાધકતાને અવલંબી તે સમારી લે છે સુધારી લે છે. એટલે પૂર્વે જે પરનો કર્તા, પર કર્મ, પર કરણ વડે, ૫ર અર્થે, પર થકી, પરમાં રહીને કરતે હતું, તે હવે સ્વ આત્માને કર્તા, સ્વભાવ કર્મને, સ્વભાવ કરણ વડે, સ્વભાવ અથે, સ્વ થકી, સ્વમાં રહીને કરે છે. અર્થાત્ આત્મા, આત્માને, આત્માથી, આત્મા અર્થ, આત્મા થકી, આત્મામાં સાધે છે. રાત્મા ગાત્માને શાત્મના આત્માને શાત્મનઃ આત્મા સધતિ. આ પ્રમાણે તે સાધક એવા કારક ષટક વડે આત્મગુણની સાધના કરે છે.
મલ્લિનાથ” જગનાથ ચરણયુગ ધ્યાઈએ રે, શુદ્ધાતમ પ્રાગભાવ પરમપદ પાઈએ રે સાધક કારક ષટક કરે ગુણ સાધના રે, તેહી જ શુદ્ધ સ્વરૂપ થાય નિરાબાદના રે.