________________
યોગદષ્યિસમુચ્ચય
પ્રદેશે આત્મપુરુષાર્થરૂપ હાથ ફેરવવાથી આખું ચક્ર ગતિમાન થાય છે. અથવા જેમ ઘડિયાળનું એક ચક્ર ચાલે, એટલે એની સાથે ગાઢ સંકળાયેલા બીજા બધાં ચક્ર પણ ચાલવા માંડે છે, અને આખું ઘટિકાયંત્ર ચાલુ થાય છે; તેમ ગચકનું એક ચક્ર ચાલવા માંડતાં, એની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા બીજા બધાં ચક્ર આપોઆપ ચાલવા માંડે છે, અને આમ આખું ગચક્ર યંત્ર ચાલુ થાય છે. અને ચાલુ થયેલું ઘટિકાયંત્ર જેમ અમુક દિશા ભણી જ ગતિ કરે છે, તેમ આ ચાલુ થયેલું પ્રવૃત્તચક્ર યંત્ર પણ સાધ્ય એવી સિદ્ધદશાની દિશા ભણી જ પ્રગતિ કરે છે. દાખલા તરીકે–:
“અહિંસા વેગ આત્માથી સ્પર્શવામાં આવતાં, અહિંસામાં પ્રવૃત્તિ કરતાં, તેની સાથે સત્યાદિ બીજા વેગ પણ સ્પર્શાઈ જાય છે, ચાલુ થઈ જાય છે, કારણ કે તે સત્યાદિ
પણ અહિંસાના અંગભૂત સંરક્ષક હેઈ, તેનું પાલન થતાં અહિંસાનું પણ અહિંસાદિની પાલન થાય છે, અને ભંગ થતાં અહિંસાનો પણ ભંગ થાય છે. (૧) સંકલના કારણ કે અહિંસા એટલે રાગ-દ્વેષ–મહાદિ વિભાવથી આત્મસ્વરૂપનું
હિંસન ન થવા દેવું, ઘાત ન થવા દેવી, તે છે. અને પર વસ્તુને પોતાની કહેવી તે અસત્ય છે, તે પણ આત્મ સ્વરૂપની ઘાત હોવાથી સાચો અહિંસક કદી વદે જ નહિં. પર વસ્તુનું અપહરણ કરવું તે ચોરી છે, તે પણ સ્વરૂપની હિંસા હોવાથી અહિંસક કદી કરે જ નહિં. પરવસ્તુ પ્રત્યે વ્યભિચરણ કરી તેનો આશ્લેષ કર, ભેટવું તે પણ સ્વરૂપનું હિંસન હેઈ અહિંસક કદી કરે જ નહિં પર વસ્તુનું પરિગ્રહણ પણ મૂર્છા-મમત્વરૂપ હેઈ આત્મસ્વરૂપની ઘાત છે, માટે ખરેખરો અહિંસક તે પરિગ્રહ ગ્રહે જ નહિં. આમ જે અહિંસક હોય તે સત્યાદિ અવશ્ય પાળે જ, અને સત્યાદિ પાળે તે જ સાચે અહિંસક હોય. જે અહિંસક હોય તે અસત્યાદિ સેવે જ નહિં, અને જે અસત્યાદિ સેવે તે અહિંસક હોય જ નહિં. આમ અહિંસા-સત્યાદિની પરસ્પર અવિનાભાવ સંબંધરૂપ વ્યાતિ છે, એટલે અસત્યાદિ સ્વરૂપને ભંગ કરનાર હોવાથી અહિંસાનો ભંગ કરનારા હોય છે, માટે અહિંસક મેગી તેને વજે જ છે. (૨) તેમ “સત્ય” યોગને જે ગ્રહે છે, તે કદી પર વસ્તુને પિતાની છે એમ કહે જ નહિ, સને અસત્ અને અસતને સત્ કદી કહે જ નહિ, પણ સદાય સને સત્ ને અસતને અસત જ કહે. એટલે રાગાદિથી સ્વરૂપની ઘાત કરવારૂપ હિંસા કરવી તે અસત્ હેવાથી, સતવાદી તે કદી આચરે જ નહિં. ને આચરે તે તે સવાદી નથી. પર વસ્તુના અપહરણરૂપ અદત્તાદાન તે કરે નહિં, કારણ કે તેમ કરવું તે સત્ના ભંગરૂપ છે. સ્વરૂપ છોડીને પરવસ્તુ પ્રત્યે વ્યભિચાર–સંશ્લેષ તે કરે નહિ, કારણ કે તે સત્ વસ્તુને ત્યાગ કરવા બરાબર છે. પારકી વસ્તુ પ્રત્યે આત્મબુદ્ધિરૂપ મૂછ કરીને તે પરિગ્રહ ગ્રહે જ નહિં, કારણ કે તેમ પારકી વસ્તુ પચાવી પાડવાનું કરવું તે હડહડતું અસત્ય છે. તે જ પ્રમાણે અસ્તેય આદિ માટે સમજી લેવું. (જુઓ કાવ્ય, પૃ. ૧૦૬, ૧૦૭)