________________
ઉપસંહાર : વિનીત બેધવંત યતેન્દ્રિય કુલગી
(૭૦૧) વ્યવાન પુરુષ જ સમજે છે. માટે હું પણ અભિમાન છેડી તે જ પરમ વિનય માર્ગનું અનુસરણ કરું. એમ સમજી આ મુમુક્ષુ યોગી પુરુષ યથાયોગ્ય વિનયાચરણ કરે છે.
જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણે, ભાખ્યો શ્રી વીતરાગ;
મૂળ હેતુ એ માર્ગને, સમજે કે સુભાગ.”-શ્રી આત્મસિદ્ધિ. આ વિનીત પણું એ કુશલાનુબંધી પુણ્યને જ પ્રભાવ છે, પુણ્યાનુબંધી પુણ્યનું જ ફળ છે. જે પુણ્યથી પાછો વિશિષ્ટ વિશિષ્ટ પુણ્યને અનુબંધ થયા કરે છે, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. એટલે જેથી પુણ્યની શૃંખલા-સાંકળ ચાલુ રહે છે, એવા મહાપુણ્યના જ ફળ પરિપાકરૂપે આ વિનીતપણું પ્રાપ્ત થાય છે.
૫. બેધવંતપણું બોધવંત–વળી આ જોગીજને બોધવંત હોય છે, યથાર્થ બોધવાળા-સમજણવાળા હોય છે. આ યથાર્થ બોધ ગ્રંથિભેદને લીધે હોય છે. તેથી કરીને આ યોગીઓ સમ્યગદષ્ટિ હોઈ તેમને બેધ સતશ્રદ્ધાસંગત હોય છે. તેમને વસ્તુતત્વને યથાર્થ – તત્ત્વવિનિશ્ચય થઈ ચૂક્યો હોય છે, તેથી તેઓ સ્વ–પરવસ્તુનો ભેદ હસ્તામલવત દેખે છે. હું દેહાદિથી ભિન્ન એ સ્વપરપ્રકાશક આત્મા છું, એ અખંડ તત્ત્વબેધ તેમના આત્મામાં સદેદિત રહે છે. હું એક, શુદ્ધ, દર્શન જ્ઞાનમય, સદા અરૂપી એ આત્મા છું, બીજું કંઈ પણ પરમાણુમાત્ર પણ હારું નથી.” (જુઓ ગાથા પૃ. ૬૮ ) એવી અખંડ આત્મભાવનાને લીધે તે પરવતુમાં કદી મુંઝાતા નથી, મહાતા નથી, લેપાતા નથી, ખરડાતા નથી, અને તે મધ્યે રહ્યા છતાં પણ તેઓ તેથી જલકમલવત્ અલિપ્ત અને ઉદાસીન જ રહે છે. આ સમ્યગ બોધને અમૃતરસ જેણે ચાખે છે, તેને પછી બીજા રસ ગમતા નથી, બાકસબુકસ-છાસબાકળા લાગે છે.
૬. તેન્દ્રિયપણું તેંદ્રિયઅને તે યતેંદ્રિય-જિતેન્દ્રિય હોય છે. તેણે ઇન્દ્રિયોને સંયમ કર્યો હોય છે,-આ ચારિત્ર ભાવથી બને છે. જે તત્ત્વસ્વરૂપને યથાર્થપણે જાણે છે, તે પછી ઇદ્રિને આધીન થતું નથી, પણ ઇદ્રિને પિતાને આધીન કરવા મથે છે તે ઇંદ્રિયને ગુલામ બનતું નથી, પણ ઇંદ્રિયોને પોતાની ગુલામ બનાવે છે. તે ઇંદ્રિયોને પોતાના પર સ્વાર થવા દેતા નથી, પણ પિતે તેના પર સ્વાર થાય છે. ઇંદ્રિરૂપ તેફાની ઘોડાને સંયમરૂપ લગામથી બાંધી, તે સ્વરૂપ-રથમાં બેસી, મનરૂપ સારથિને આજ્ઞા કરી તે ચલા વરાવે છે. તે પાંચે ઇન્દ્રિયોને વિષયોમાંથી વ્યાવૃત્ત કરી–પાછી વાળી સ્વરૂપાભિમુખ કરે છે, અને તેમને સ્વરૂપસાધનની પ્રાપ્તિમાં તેમના “જોગા” કામે લગાડી દે છે, નિસાર દેહ