________________
ઉપસંહાર : " દ્વિજ ને પરમાર્થ, દયાળુપણું
(૬૯) એમાં જાતિ-વેષનો ભેદ નડતું નથી. ગમે તે જાતિને યથાયોગ્ય ગુણગ્યતાવાળે જે યોગ્ય અધિકારી પુરુષ તે સંસ્કાર ઝીલવાને પાત્ર હોય, તે આ સંસ્કારજન્મ પામી શકે છે. અને આવો સંસ્કારજન્મ પામેલ “દ્વિજ ” “ બ્રાહ્મણ” પણ કહી શકાય છે. કારણ કે “ત્ર નાનાતીતિ ત્રાક્ષT: _બ્રહ્મને શુદ્ધ આત્મસ્વરૂપને જાણે તે બ્રાહ્મણ. આમ દ્વિજ અથવા બ્રાહ્મણ એટલે સમ્યગદષ્ટિ, જ્ઞાનસંસ્કારસંપન્ન પુરુષ, કુલગી, જોગીજન. આવા સમ્યગદષ્ટિ કુલગી પુરુષ સમાનધમી હેવાથી, સાધમિક હેવાથી, આ મુમુક્ષુ કુલોગીને તેના પ્રત્યે કુદરતી પ્રેમ-વાત્સલ્ય કુરે જ છે. તેથી તેમના પ્રત્યે અનેક પ્રકારે તે સાધર્મિક વાત્સલ્ય કરે છે, તેમને પરમાર્થ માર્ગની સાધનામાં જેમ બને તેમ સહાયતા થાય—અનુકૂળતા થાય, તેવા તેવા પ્રકારે પોતાના તન-મનધનથી યથાશક્તિ પ્રબંધ કરે છે, અને એમ કરી પોતાનું વાત્સલ્ય-પ્રેમભાવ દાખવે છે.
આમ સાક્ષાત્ પરમ ઉપકારી હોવાથી શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન પ્રત્યે, તથા પક્ષપણે પરમ ઉપકારી આદર્શ સ્થાનીય હોવાથી પરમાત્મ દેવ પ્રત્યે, તથા સમાનધમી હેવાથી સમ્યગદષ્ટિ દ્વિજ અથવા સંસ્કારસ્વામી બ્રાહ્મણે પ્રત્યે, આ મુમુક્ષુ કુલોગીને અવશ્ય પ્રીતિ હોય છે.
૩. દયાળુપણું દયાળું—આ કુલગી પુરુષે વળી દયાળુ હોય છે. દયા એ એમને આત્મસ્વભાવભૂત ગુણ થઈ પડ્યો હોય છે. કેઈ દીન-દુઃખી-દરિદ્વી દેખી તેમને દયા વછૂટે છે, અનુકંપા ઉપજે છે. તે દુઃખથી દુઃખીને જે કંપ-ત્રાસ થાય છે, તે તેને અનુસરતે કંપ-ત્રાસ તેમના આત્મામાં વેદાય છે, તેમનું હૃદય દ્રવીભૂત થાય છે, તેમનું અંતર્ કકળી ઊઠે છે. આમ તે પરદુઃખે દુઃખીઆ થાય છે. એટલે પરદુઃખનું છેદન કરવાની ઈચ્છારૂપ કરુણ તેમને ઉપજે છે. અને તન-મન-ધનની સમસ્ત શક્તિથી તે પરદુ:ખ દૂર કરવા સક્રિયપણે તત્પર બને છે. આવા પરદુઃખે દાઝતા પરમ દયાળુ પુરુષે સર્વ જીવનું સુખ જ ઈચછે અને “સર્વ જંતુ હિતકરણી કરુણા’ જ કરે, એમાં આશ્ચર્ય શું? એટલે તેઓ સૂફમમાં સૂક્ષમ પણ અન્ય જીવોને જાણી બૂઝીને દુઃખ તે ક્યાંથી જ આપે? દ્રવ્યથી પણ કઈ પણ જીવની હિંસા કરે જ કેમ? તેમજ ભાવથી કઈ પણ જીવના આત્મપરિણામને દૂભવે જ કેમ? (જુઓ પૃ૦ ૧૪૯, ૪૩૮, ૪૪૧) આ મુમુક્ષુ યોગીઓ આવા દયાળુ, કૃપાળુ, કરુણાવાળું હોય છે, તેનું કારણ ફિલષ્ટ કમનો અભાવ એ છે. ક્લિષ્ટ એટલે કઠિન, આકરા, ભારી, ફલેશરૂપ કર્મોને અભાવ છે, એ છે. તેથી તેમની ચિત્તભૂમિ કઠોર-ફિલષ્ટ પરિણામથી રહિત એવી કમળ-પોચી હોય છે, દયાથી આદ્ર–ભીની હોય છે; અને તેમના આત્મપરિણામ અતિ કેમળ હોય છે, પરદુઃખના તાપથી શીધ્ર ઓગળી જાય (melting)-દ્રવી જાય એવા હોય છે.