Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૬૯૮)
યોગદષ્ટિસમુચ્ચય | (model) આદર્શ સ્વરૂપ છે. જેમ શુદ્ધ સુંદર આદર્શને દૃષ્ટિસન્મુખ રાખી કલાકાર શિલ્પી કલાકૃતિની ઘટના કરે છે તેમ આ સિદ્ધ દેવરૂપ શુદ્ધ આદર્શને સતત દૃષ્ટિસન્મુખ રાખી સાધક એ ભક્ત મુમુક્ષુ આત્મસ્વરૂપની ઘટના કરે છે. (જુઓ પૃ. ૧૧૩) “અજકુલગત કેસરી’ જેમ સિંહને દેખીને નિજરૂપ લહે છે, તેમ આ પ્રભુભક્તિથી આ ભવ્ય આત્મા આત્મશક્તિને સંભાળી લે છે. આમ સ્વરૂપસિદ્ધિમાં પરમ ઉપકારી હોવાથી, તેમજ અનુપમ ગુણગણના રત્નાકર હોવાથી, પિતાના પરમ ઈષ્ટ એવા આ પરમેષ્ટિ દેવ પ્રત્યે મુમુક્ષુને પરમ પ્રીતિ હોય જ છે.
અત્રે “ગુરુ” પદ પ્રથમ મૂકવાનું કારણ પ્રત્યક્ષ સદગુરુને પરમ પ્રભાવ સૂચવવા માટે છે. કારણ કે સર્વકાળને વિષે પરમાર્થમાગની પ્રાપ્તિ શ્રીમદ્દ સદ્દગુરુ થકી જ
હોય છે. એટલે ભૂતકાળમાં થઈ ગયેલા પરોક્ષ એવા જિનદેવ કરતાં ગુરુ” પદ પણ પ્રત્યક્ષ સદ્ગુરુને ઉપકાર અધિક છે, માટે તેમનું સ્થાન પ્રથમ પ્રથમ કેમ? મૂકયું છે. તેમજ તે જિનનું સ્વરૂપ પણ શ્રી સદ્ગુરુના ઉપદેશ વિના
સમજાતું નથી, અને તે સમજ્યા વિના જિનના ઉપકારને પણ ખ્યાલ કેમ આવે ? એ રીતે પણ પરમ ઉપકારી જિનના ઉપકારનું ભાન કરાવનાર પણ શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન છે, એટલે પણ તે પરમ પરમ ઉપકારી હોવાથી તેમનું પદ પ્રથમ મૂક્યું છે. આ પ્રત્યક્ષ દેહધારી સજીવન મૂત્તિ પરમાત્મા પરમ સદ્ગુરુને મહિમા દર્શાવવા માટે જ પરમ પવિત્ર શ્રી નવકાર મંત્રમાં પણ “અરિહંત પદ સિદ્ધ કરતાં પ્રથમ મળ્યું છે, તેનું પણ એ જ રહસ્ય છે. (જુઓ પૃ. ૧૩૦, આત્મસિદ્ધિની ગાથા).
વળી આ કુલગીને “દ્વિજ' પણ અત્યંત પ્રિય હોય છે. આ “દ્વિજ એટલે શું ? તેને પરમાર્થ વિચારવા યોગ્ય છે. દ્વિજ બે વાર જેને જન્મ થયો છે તે દ્વિજ,
અથવા બીજો જન્મ જેને થયું છે તે દ્વિજ, તે બીજે જન્મ એટલે “દ્વિજને પરમાર્થ સંસ્કાર આપણુરૂપ જન્મ. પહેલે જન્મ તે જે દેહ જન્મ પરમાર્થ થયે તે. પણ મનુષ્યને ખરેખર જન્મ તે–તેને જ્યારે સન્માર્ગની
દીક્ષા મળે છે, આંતર મુંડન થાય છે,–ત્યારે થાય છે. અર્થાત્ સમ્યગદર્શનરૂપ સંસ્કાર–બીજ આત્મામાં રોપાયાથી જેને સમ્યગદષ્ટિરૂપે બીજે જન્મ-નવે અવતાર થયો છે, તે “દ્વિજ” છે. જન્મથી પ્રાપ્ત થતા નામમાત્ર દ્વિજપણને આ પારમાર્થિક દ્વિજ પણ સાથે લેવાદેવા નથી. કારણ કે જન્મથી બાહ્ય દ્વિજ નામ હોવા છતાં આ પારમાર્થિક દ્વિજ પણું ન પણ હોય; અને જન્મથી બાહ્ય દ્વિજ નામ ન હોવા છતાં, આ પારમાર્થિક દ્વિજ પડ્યું હોય પણ ખરૂ: જમે દ્વિજ ચંડાલ જેવા લક્ષણવાળો પણ હોય! એટલે દ્રવ્ય દ્વિજજન્મપણે સાથે આ ભાવ દ્વિજ પણાને સંબંધ નથી, માટે ઉક્ત અપેક્ષાએ ગમે તે જાતિમાં જન્મેલે આ “દ્વિજ' હેઇ શકે છે. અર્થાત સમ્યગદર્શનરૂપ સંસ્કારજન્મ પામવાને અધિકાર કોઈ પણ જાતિને છે,