Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૬૯૪)
યોગદષ્ટિસમુચ્ચય હોય છે, તેમના પ્રત્યે વાત્સલ્યભાવ હોય છે, સર્વ ભૂત પ્રત્યે તે આત્મવત્ વર્તે છે. આવા સર્વત્ર મિત્રી ભાવવાળાને ક્યાંય ક્યાંથી હોય?
“મિત્તિ કે સમૂહુ, વેરં માઁ = ળરૂ”—શ્રી જિનપ્રવચન
“સાત્મવત સર્વભૂતેષુ ” શ્રી ભગવદ્દગીતા સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હદયે લખે.”– શ્રીમદ રાજચંદ્રજી
૨. ગુરુદેવ-દ્વિજનું પ્રિયપણું આ કુલયોગીને બીજે ગુણ ગુરુ-દેવ-બ્રિજનું પ્રિયપણું એ છે. આ આત્માથી મુમુક્ષુને ગુરુ, દેવ અને દ્વિજ અતિ પ્રિય હોય છે–ખૂબ વહાલા લાગે છે, અને તે તેને પ્રાપ્ત થયેલા ધર્મનો પ્રભાવ છે. શાંત સ્વસ્થ ચિત્તે જે વિચાર કરીએ તે દરેક પ્રાણીને પિતાનું હિત પ્રિય હોય છે, પોતાનું ભલું થાય એમ સહુ કોઈ ઈચ્છે છે, એટલે તે હિતના કારણરૂપ ભલું કરનાર સહાયક જે કઈ હોય છે, તે પણ તેને પ્રિય થઈ પડે છે. અને ગુરુ-દેવ-દ્વિજ તેને આત્મહિતમાં સહાયભૂત થઈ પડતા હોઈ તેને પ્રિય થાય છે. દાખલા તરીકે–
માણસ દીર્ઘ રોગથી પીડાતે હેઈ મૃત્યુશધ્યામાં પડ્યો હોય, તેને કેઈ સુવૈદ્ય સાજે કરે, તે તે જીવિતદાન આપનાર ઉપકારી વૈદ્ય તેને કેટલે બધે હાલે લાગે?
તેમ આ કુલગીને પણ પરમ ઉપકારી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનની અહો ! અહા ! બાબતમાં પણ છે. કારણ કે-(૧) પોતાને જીવ જે અનાદિકાળથી ઉપકાર ! રોગી આત્મભ્રાંતિરૂપ મહારોગથી પીડાતે હતા, અને “ક્ષણ ક્ષણ ભયંકર આદિ દષ્ટાંત ભાવમરણ રૂપ મૃત્યુશધ્યામાં પડ્યો હતો, તેને આ સદ્ગુરુ સુધે
સ્વરૂપ-સમજણરૂપ ઔષધિ વડે સાજો કર્યો, આત્મઆરોગ્યસંપન્ન કર્યો, અને સમ્યગદર્શનરૂપ–બોધિબીજરૂપ અપૂર્વ સંસ્કારબીજ રોપી ને જન્મ આપ્યો, તે પછી આવા આ પરમ ઉપકારી શ્રીમદ્ ભગવાન તે આત્માથી મુમુક્ષુને તેનાથી અનંત અનંતગણું વ્હાલા કેમ ન લાગે?
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત”શ્રી આત્મસિદ્ધિ. અથવા (૨) કઈ રંક ભિખારી ભારી દારિદ્રયદુઃખથી દુઃખીઓ હોય, તેનું દારિદ્રયદુઃખ ટાળી કોઈ તેને મહાસુખ સંપત્તિમાન બનાવી દે, તે તે દારિદ્રયહર પુરુષ તેને કેટલો બધો ઈષ્ટ થઈ પડે? તે પછી,-અનંત આત્મસંપત્તિ ભય નિજ સ્વરૂપનું આ જીવને ભાન નહિં હોવાથી તે પિતાનું ઘર છોડીને પરઘેર ભીખ માગતે ફરતે