________________
(ર૦)
યોગદષ્ટિસમુચય દાનાદિ અનંત વીર્ય લબ્ધિ, અને અનંત ભેગ ઉપગ લબ્ધિ સંપ્રાપ્ત થાય લબ્ધિને અદ્દ છે. જેથી તે અંતરાય કર્મ ક્ષય થયું છે એવા પરમ પુરુષ અનંત દાનાદિ ભુત પરમાર્થ આપવાને સંપૂર્ણ સમર્થ છે. તથાપિ પુદ્ગલ દ્રવ્યરૂપે એ દાનાદિ
લબ્ધિની પરમ પુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તે તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમકે ક્ષાયકભાવે તે સંપ્રાપ્તિ છે, ઉદયિકભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે, અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિરૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજ સ્વરૂપમાં તે આપી શકે છે, તદુરૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણુમાવી શકે છે, તે અનંત દાનલબ્ધિ કહેવા યોગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત્ માત્ર વિયોગનું કારણ રહ્યું નથી તેથી અનંત લાભ લબ્ધિ કહેવા યોગ્ય છે. વળી અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સપૂર્ણપણે પરમાનંદ સ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત્ માત્ર પણ તેમાં વિયોગનું કારણ રહ્યું નથી, તેથી અનંત ભોગ ઉપગ લબ્ધિ કહેવા યોગ્ય છે.
તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયાં છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે, અથવા તે સામને કેઈપણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત્માત્ર પણ ચૂનાધિકપણે કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે તે અનંત વીર્ય લબ્ધિ કહેવા ગ્ય છે. ક્ષાયક ભાવની દષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિન પરમ પુરુષને ઉપયોગ છે. વળી એ પાંચ લબ્ધિ હેતુવિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે, નહીં તે અનંતવીર્ય લબ્ધિમાં પણ તે પાંચે સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિનો ઉપયોગ પુદ્ગલ દ્રવ્યરૂપે કરે છે તેવું સામર્થ્ય તેમાં વતે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વીતરાગ સ્વભાવ હોવાથી તે ઉપયોગને તેથી સંભવ નથી. અને ઉપદેશાદિના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યોગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણથી છે, આત્માના સ્વભાવના કિંચિત્ પણ વિકૃત ભાવથી નથી.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૮૪૦ (૩) (૯૧૫) અને પછી આવા સર્વ લબ્ધિસંપન્ન આ સર્વજ્ઞ વીતરાગ દેવ પ્રારબ્ધદય પ્રમાણે પરમ પરોપકાર કરતા સતા વિચરે છે. પિતાના શેષ જે ચાર અઘાતિ કર્મ–ભપગ્રાહી
કર્મ છે, તેનાથી પ્રાપ્ત ઉદય પ્રમાણે ભૂતલ પર વિહાર કરતા આ નિષ્કારણ કણ કૃતકૃત્ય પ્રભુ, સદેશના દાનવડે અન્ય આત્માઓ પ્રત્યે પરમ પરોપકાર રસસાગર’ કરી, તેઓને કૃતકૃત્ય થવાનો મહા મોક્ષમાર્ગ બધે છે. “નિષ્કારણ
કરુણ રસ સાગર’ એવા આ પરમકૃપાળુ દેવ પરમાર્થ મેઘની વૃષ્ટિ કરી સંસારતાપથી સંતપ્ત જગજજંતુઓને પરમ આત્મશાંતિરૂપ શીતલતા આપે છે.