Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૬૯૦)
ગદષ્ટિસમુચ્ચય વ્યભિચારને, અને મમત્વથી પરદ્રવ્યના ગ્રહણરૂપ પરિગ્રહને-ઇત્યાદિ અનાર્ય કાર્યને દૂરથી ત્યજે છે અને પરવસ્તુરૂપ પરભાવ-વિભાવને છેડી દઈ, તે ઉપરથી પોતાની માલીકી ઉઠાવી લઈ, સ્વ વસ્તુમાં જ સ્થિતિ કરી સન્યાયનીતિને–ખરેખરી પ્રમાણિક્તાને અનુસરવા નિરંતર પ્રયત્નશીલ રહે છે. અને કુલપુત્ર જેમ બાપદાદાની આબરૂ વધારી–કુલને ઉજાળી સમાજમાં સુપ્રતિષ્ઠિત હોય છે, તેમ કુલગી પણ પોતાના બિકુલની પ્રતિષ્ઠા વધારી, કુલને અજવાળી, “એકોતેર પેઢીને તારી” યોગી સમાજમાં સ્થાન પામી સ્વરૂપમાં સુપ્રતિષ્ઠિત હોય છે. એટલા માટે કુલવધુ અને કુલપુત્રની જેમ કુલગીને આ “કુલગી' નામ બરાબર ઘટે છે.
બાકી જિનાદિ પરમ ભેગીઓના કુલમાં બાહ્ય દેહજન્મની અપેક્ષાએ જમ્યા છતાં, જે તેના ધર્મને ભાવથી અનુસરતા ન હોય, અથવા તે નામમાત્ર અનુસરતા હોય, છતાં
પિતાને તેના અનુગામી-અનુયાયી “જૈન” આદિ કહેવડાવતા હોય, તે નામમાત્ર તે નામમાત્ર જૈન આદિ છે, ગોત્રગી છે, પણ કુલગી નથી. તે અનુયાયીઓ જ પ્રકારે બુદ્ધના કુલ–સંપ્રદાયમાં જન્મ્યા હોય અને તેના ધર્મને
ભાવથી અનુસરતા ન હોય, છતાં પિતાને તેના અનુયાયી “બૌદ્ધ’ તરીકે ઓળખાવતા હોય, તો તે પણ નામમાત્ર બૌદ્ધ છે, કુલયોગી નથી. તેમજ સાચા બ્રાહ્મણ-વૈષ્ણવજન* આદિમાં હોવા ગ્ય લક્ષણ જેનામાં નથી, છતાં પિતાને બ્રાહ્મણ-વૈષ્ણવ વગેરે કહેવડાવનારા અન્યને માટે પણ સમજવું. રાગ-દ્વેષાદિ શત્રુનો જય કરવારૂપ જૈનપણું જેનામાં નથી, અથવા યથાર્થ વસ્તુબેધરૂપ બુધપણું જેનામાં નથી, અથવા આત્મપવિત્રતારૂપ શૌચમય વૈષ્ણવપણું જેનામાં નથી, અથવા સાચા બ્રહ્મજ્ઞાનરૂપ બ્રાહ્મણપણું જેનામાં નથી,-તે ભલે જન્મથી જૈન હો કે બૌદ્ધ હે, વૈષ્ણવ હો કે બ્રાહ્મણ હે, કે અન્ય કઈ પણ હે; પણ તે ભાવથી-પરમાર્થથી જૈન પણ નથી ને બૌદ્ધ પણ નથી, વૈષ્ણવ પણ નથી ને બ્રાહ્મણ પણ નથી; તેમજ તે કુલગી પણ કહી શકાય એમ નથી. તાત્પર્ય કે–સાચા પારમાર્થિક યોગમાર્ગને-મેક્ષમાગને નહિં અનુસરનારા એવા સવ સંપ્રદાયવાદીઓ, સર્વ મતદર્શનાગ્રહી કાંઈ કુલગી નથી.
ઘણું કરીને મનુષ્યાત્મા કેઈ ને કોઈ ધર્મ મતમાં હોય છે, અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે. પણ એનું નામ મુમુક્ષતા નથી. મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મુંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરે; અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તાવું.”
-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૨૧૬ (૨૫૪) અથવા તે માત્ર શારીરિક વિકાસ માટેના વ્યાયામાદિ પ્રયોગને જે યોગને નામે ૪ વૈષ્ણવ જન તો તેને કહિયે.” ઈસાદિ- શ્રી નરસિંહ મહેતા