________________
(૬૮૮)
યોગદષ્ટિસમુચય આત્મધર્મમાં કઈ પણ પ્રકારના મતભેદને-દશનાગ્રહભેદને અવકાશ ક્યાંથી હોય?
જાતિ-વેષનો ભેદ ક્યાંથી હોય? એટલે આ શુદ્ધ આત્મસ્વભાવની જાતિ વેષને સિદ્ધિરૂપ એક જ પ્રયજન જ્યાં છે તે ગિધર્મમાં જૈન, વૈષ્ણવ, ભેદ નહિ” બ્રાહાણ, વેદાંતી, બૌદ્ધ આદિ કુલધર્મના ભેદ મટી જાય છે. સાધુ,
શ્રમણ, સંન્યાસી, જેગી, ફકીર આદિ બાહ્ય દ્રવ્યલિંગભેદને૪ સ્થાન જ નથી. ઉપરમાં જે કહ્યો તે ભાવલિંગરૂપ જેગિધર્મ–મોક્ષમાર્ગ જે સાધે છે, આરાધે છે, ઉપાસે છે, તે જ મુક્તિને પામે છે.
“ જાતિ વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જ હોય;
સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય.”—શ્રી આત્મસિદ્ધિ. જે કોઈ આ યથાત ગીધને આરાધે છે, તે આ ગીધર્મમાં છે. જે કંઈ મત-દર્શનને આગ્રહ તેમજ વિકલ્પ છોડી દઈ, નિજ સ્વભાવની સિદ્ધિરૂપ આ સનાતન
આત્મધમને ભાવથી સાધે છે, પરંપરિકૃતિને ત્યજતા રહી યોગિધર્મના આત્મપરિણતિને ભજતા રહે છે,–તે સર્વ સાચા સાધકે, સર્વ સાચા અનુયાયી આરાધકે, સર્વ ઉપાસકો, સર્વ મુમુક્ષુઓ, સર્વ આત્માથીએ, સર્વ
ગીઓ, સર્વ સમ્યગદષ્ટિ સાધુજને, મત-સંપ્રદાયના ભેદ વિના આ વિશ્વધર્મરૂપ (Universal Religion) ગિધર્મના ખરેખરા “અનુયાયી' એવા કુલયોગીઓ છે. અને ઉપલક્ષણથી–આવા યોગમાર્ગની પ્રાપ્તિ તો દૂર રહી, પરંતુ તેના પ્રત્યે જે કઈને સર્વથા અદ્વેષ હોય, ખરેખરે અંતરંગ પ્રેમ હોય, પ્રશસ્ત રાગ હોય, સાચી અંતરંગ જિજ્ઞાસા હોય, તેને અનુસરવાની હાર્દિક ઇચ્છા હોય,–તે સર્વ સન્માર્ગ પ્રેમીઓ, સર્વ માર્ગનુસારીએ, સર્વ જિજ્ઞાસુઓ પણ દ્રવ્યથી આ યોગીધર્મના અધિ. કારી કુલયોગીઓ છે. આમ આ વસ્તુસ્વભાવરૂપ સનાતન યોગધર્મ સાર્વજનિક એ વિશ્વધર્મ ' બનવાને પરમ યોગ્ય છે; કારણ કે સ્વરૂપથી સર્વ યોગારાધક યોગીઓની જાતિ એક છે, અને તેઓને ધર્મ પણ એક જ છે, કારણ કે સ્વભાવની સિદ્ધિ કરે તે જ ગરૂપ ધર્મ આ મહાનુભાવ યોગીઓને અનુકૂળ હોય છે. (જુઓ કાવ્ય પૃ. ૫૮-૫૯ )
“તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ;
સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકુળ”-શ્રીમદ્ રાજચંદ્રજી. x “ लिङ्गं देहाश्रितं दृष्टं देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मादेते लिङ्गकृताग्रहाः ॥ जातिदेहाश्रिता दृष्टा देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मादेते जातिकृताग्रहाः ॥"
–શ્રી પૂજ્યપાદસ્વામીજીત સમાધિશતક. "ण उ होदि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा । &િાં મુદ્દg હંસળવત્તા સેતિ – શ્રી સમયસાર,