Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૬૮૬)
ગદષ્ટિસમુચ્ચય આજન્મગીપણું જ સૂચવે છે. આમ કુલગીએના સેંકડો દાખલા આપી શકાય એમ છે, જે પૂર્વજન્મના યોગાભ્યાસનું જ પરિણામ છે. આવા કુલયોગીઓને વેગ સહજ સ્વભાવે સિદ્ધ હોય છે. ઉંઘમાંથી આળસ મરડીને ઊઠતાં જ ગત રાત્રીના બનાવની પેઠે તેમને યેગ યાદ આવી જાય છે, અને પછી પ્રવૃત્તચક્રાદિ યોગાભૂમિકાઓ ઝપાટાબંધ અત્યંત વેગે વટાવી જઈ તેઓ નિષ્પન્ન ગદશાને-સિદ્ધદશાને પામે છે.
આ યોગીકુલમાં જન્મરૂપ જે કુલગીપણું કહ્યું તે અધ્યાત્મ સંસ્કારની અપેક્ષાએ છે, અર્થાત્ તે સંસ્કાર જમરૂપ છે. જેમ પુરુષને બાહ્ય જન્મ સ્થલ સ્વરૂપે છે, તેમ
ગીપુરુષને આ આધ્યાત્મિક જન્મ સૂક્ષ્મ સ્વરૂપે છે. વ્યવહારથી આધ્યાત્મિક જેમ બાહ્ય વદિસંપન્ન દેહને જન્મ છે, તેમ પરમાર્થથી યોગસંસ્કાર જન્મ સંસ્કારસંપન્ન આત્માને જન્મ છે. બીજાધાનથી જેમ સ્થૂલ પુરુષ
દેહનું સર્જન થાય છે, તેમ ગ–બીજાધાનથી પુરુષના-આત્માના સૂક્ષ્મ સંસ્કાર-શરીરનું સર્જન થાય છે. બાહ્ય સ્થલ દેહનું બીજાધાન કરનારા જેમ બાહ્ય માતા-પિતા હોય છે, તેમ આ આધ્યાત્મિક સૂક્ષ્મ દેહનું સમ્યગદર્શનાદિ બીજાધાન કરનારા યોગીઓરૂપ માતા-પિતા છે. જેમ સ્કૂલ દેહમાં માતા-પિતાને ગુણ લક્ષણ વારસો ઉતરે છે, તેમ આધ્યાત્મિક સંસ્કારસ્વામી ગીઓને ગુણસંસ્કાર-વારસે તે સૂફમદેહમાં ઉતરે છે જેમ “બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા” હોય છે, તેમ ગીપિતા જેવા આ ગી-બાલ હોય છે. પરંતુ બાહ્ય જન્મ પુનર્જન્મને હેતુ હોય છે, પણ આ આધ્યાત્મિક સંસ્કારજન્મ તે અપુનર્જન્મનો હેતુ હોય છે. વ્યાવહારિક જન્મ મૃતત્વનોમરણને હેતુ હોય છે, પણ આ પારમાર્થિક જન્મ અમૃતત્વને-અમરપણાને હેતુ હોય છે. અથવા તે બાહ્ય સ્થૂલ દેહ જન્મ એ પરમાર્થથી જન્મ જ નથી, પણ ભાવથી તે આત્માનું મૃત્યુ જ છે, ભાવમરણ જ છે; આત્માનો ખરેખર પારમાર્થિક જન્મ તે સંસ્કારસંપન્નપણે જન્મવું તે જ છે. આ આ પરમ ધન્ય પારમાર્થિક સંસ્કારજન્મ આ કુલયોગીઓને સાંપડ્યો હોય છે, અને જન્મથી જ તેઓ યેગીઓના ધર્મને પામેલા હોય છે.
અને બીજાઓ પણ જે પ્રકૃતિથી યેગીધર્મને અનુગત હોય, તે પણ કુલગી છે. અર્થાત જેઓ યોગીઓના ધર્મને અનુસરનારા-અનુયાયી” છે તે પણ “કુલગી ” કહેવાય છે.
આ “ ગી ધર્મ' એટલે શું ? યોગને જેને યોગ (સંબંધ) થયો તે છે યોગી, અને આત્મસ્વભાવરૂપ મોક્ષ સાથે જન-જોડાણ તેનું નામ યોગ. એટલે આત્મસ્વભાવ
સાથે જેનું જન છે, અર્થાત જેને આત્મસ્વરૂપનું અનુસંધાન થયું છે ગીધર્મ? તે યોગી છે, અને એવા તે યોગીને જે ધર્મ છે તે ગીધમ છે. એટલે શું ? આમ આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું, આત્મસ્વભાવની સાધના-આરા
ધના કરવી, આત્મસિદ્ધિ કરવી, એ જ યોગીઓનો ધર્મ છે. વળી ધર્મ” શબ્દ પણ એ જ ભાવને સૂચક છે, કારણ કે વસ્તુને સ્વભાવ તે ધર્મ,