________________
ઉપસંહાર : કુલગી-આજન્મયોગી, ઉદાહરણ
છે, પણ થાક ઉતરી ગયા પછી તાજમા થઈ તરત જ આગળ અખંડ પ્રયાણ ચાલુ રાખે છે; તેમ મોક્ષપુરીના પ્રવાસે નીકળેલ ચોગમાર્ગને અખંડ પ્રવાસી મુમુક્ષુ આયુપૂર્ણતારૂપ વિશ્રામસ્થાને વિશ્રાંતિ લે છે, ભવાંતરગમનરૂપ રાત્રીવાસ કરે છે, અને શ્રમ ઉતરી ગયા પછી પાછો પુનર્જન્મરૂપ ન અવતાર પામી, તામાજે થઈને, અપૂર્વ ઉત્સાહથી ભેગમાર્ગની મુસાફરી આગળ ચલાવે છે અને આમ આયેગમાર્ગના મુસાફરનું મુક્તિપુરી પ્રત્યેનું પ્રયાણ અખંડિત રહે છે. જેમ વખત પૂરે થઈ જતાં કારકુન આગલે દિવસે અધૂરું મૂકેલું કચેરીનું કામ, બીજે દિવસે જ્યાંથી અધૂરું હતું ત્યાંથી આગળ ચલાવે છે, તેમ આયુને સમય પૂરો થઈ જતાં યેગી આગલા જન્મમાં અધૂરું છડેલું આત્માર્થનું કામ, બીજા જન્મમાં અધૂરું હતું ત્યાંથી આગળ ધપાવે છે. આમ યેગી પુરુષનું યોગસાધનરૂપ આત્માથે કાર્ય અટૂટપણે પૂર્ણતા પર્યત વિના પ્રયાસે-સહજ સ્વભાવે ચાલ્યા કરે છે.
દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે; રચણીશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે.”—છે. સઝા. ૨
બીજાઓને–અન્ય પ્રાકૃત જનને જે સંસ્કાર ઘણું ઘણું અભ્યાસે કંઈક જ-અપ માત્ર જ થાય છે, તે આવા Xઆજન્મ યેગીઓને વિના પરિશ્રમે સહજ સ્વભાવે ઉપજે છે ! અને તે પૂર્વજન્મનું અસાધારણ ભેગારાધકપણું જ દર્શાવે છે,–જેનું વર્તમાનમાં પ્રગટ જ્વલંત ઉદાહરણ પરમ યોગી શ્રીમદ્ રાજચંદ્રજીના આ સ્વસંવેદનરૂપ આત્માનુભવગમ્ય સહજ ઉગાર ઉપરથી સ્વયં સૂચિત થાય છે –
“લઘુવયથી અદ્ભુત થયે, તત્ત્વજ્ઞાનને બેધ;
એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાય? વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ?”-શ્રીમદ્ રાજચંદ્રજી.
ભૂતકાળમાં પણ જન્મથી જ અત્યંત અસાધારણ યોગસામર્થ્ય દાખવનારા અનેક મહાપુરુષોનાં ચરિત્રો પણ આ જ વાતની પુષ્ટિ કરે છે. જેમકે–વીશ વર્ષની નાની ઉંમરમાં
જ્ઞાનેશ્વરી જેવો અસામાન્ય ગ્રંથ લખનાર સંત જ્ઞાનેશ્વર, ઘડીઆમાં બીજા ઉદાહરણે રમતાં પણ જેને પૂર્વારાધિત મુનિભાવ સાંભરી આવ્યું હતું, તે
મહાયોગી વજીસ્વામી. પાંચ વર્ષની લઘુવયમાં અસાધારણ બુદ્ધિચાપલ્ય દર્શાવનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, અને ધર્મધુરંધર શ્રી યશોવિજયજી, સંત કબીરજી, રમણ મહર્ષિ આદિનાં ચરિત્રો પણ એની સાક્ષી પૂરે છે. ખુદ તીર્થકર ભગવંતો પણ જન્મથી જ મતિ-શ્રુત-અવધિ એ ત્રણ જ્ઞાનના ધારક હતા એ હકીકત પણ x" अथवा योगिनामेव कुले भवति धीमताम् । एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥ તત્ર સં યુદ્ધિયો શ્રમને પૌવૈશ્મિ ચાલે જ તો મયઃ વંતિૌ ગુરુનંદન ” -ગીતા