Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મુક્તતવમીમાંસા: દ્રવ્ય-ભાવ કમની સકલના
(૬૪૧) આ ભાવકર્મ-દ્રવ્યકમને પરસ્પર કાર્ય-કારણ સંબંધ છે રાગાદિ ભાવકના નિમિત્તથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કર્મની ઉત્પત્તિ થાય છે, અને દ્રવ્ય કર્મના નિમિત્તથી
પુનઃ રાગાદિ ભાવકની ઉત્પત્તિ થાય છે. આમ એક બીજાની સાંકળ દ્રવ્ય-ભાવ ચક્રભ્રમણ ન્યાયે ચાલ્યા કરે છે, અને દુષ્ટ અનંતચક (Vicious circle) કર્મની સ્થાપિત થાય છે. પણ રાગાદિ ભાવકમ જે અટકાવી દેવામાં આવેસકલના જે અટકાવવું મોટરની બ્રેઈકની જેમ આત્માના પોતાના હાથની વાત છે
તે તે દુષ્ટ ચક્ર આપોઆપ ત્રુટી પડે છે, ને કર્મચક્રગતિ અટકી પડતાં ભવચક્રગતિ અટકી પડે છે. આ સંબંધી ઘણે સૂક્ષમ વિવેકવિચાર શ્રી સમયસાર૪, પ્રવચનસાર આદિ ગ્રંથરાજોમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે,–જે મુમુક્ષુએ અત્યંત મનન કરવા યંગ્ય છે.
આકૃતિ: ૧૫
ભાવકમ
કર્મચક :
ભવચકે
દ્રવ્યકમ
આમ અનાદિ એવા વિચિત્ર કર્મથી ઉત્પન્ન થયેલ આ ભવરગ મુખ્ય-નિરુપચરિત કહ્યો, તેનું પ્રમાણ શું? એમ કોઈ પૂછે તો તેને સીધે, સરળ ને સચોટ જવાબ એ છે કે-તે સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. એટલે કે અનુભવરૂપ પ્રબળ પ્રત્યક્ષ પ્રમાણ અત્ર છે. કારણકે તિર્યંચાદિ સર્વ પ્રાણીઓને આ ભવ્યાધિ તથા પ્રકારે પોતાના અનુભવમાં આવી રહ્યો છે, તેઓ જન્મ-જરા-મરણ–રોગ-શોક-ભય આદિરૂપે આ ભવ્યાધિનું મહાદુઃખ-વસમી પીડા પ્રત્યક્ષ વેઠી રહ્યા છે. આ જન્મમરણાદિ આપનારે ભવવ્યાધિ એ કલ્પના નથી, પણ સર્વને સાક્ષાત અનુભવસિદ્ધ “હકીકત છે, વસ્તુસ્થિતિરૂપ સિદ્ધ વાર્તા છે, તે પછી આથી વધારે બીજું પ્રમાણ તવા દૂર જવાની જરૂર નથી.
x “ जीवपरिणामहेदु कम्मत्तं पुग्गला परिणमंति ।
પુનર્જન્મનિમિત્ત તદેવ ની વિપરિગમ
– શ્રી કુંદકુંદાચાર્યજીત શ્રી સમયસાર.