________________
(૬૭૨)
યોગદષ્ટિસમુચ્ચય આ મહાવિબુધ શાસ્ત્રકાર ભગવાને આ ચોગદષ્ટિસમુચ્ચયરૂપ પરમ યોગામૃત વાવ્યું છે. અને સાગરનું મંથન કરવામાં કેટલી મહેનત પડી હશે તે જેમ દેવો જ જાણે, તેમ આ યેગશાસ્ત્રમંથનમાં કેટલે પરિશ્રમ પડ્યો હશે, તે આ પરમ આચાર્યદેવ જ જાણે. અને તે મહાવિકટ પ્રયાસે પ્રાપ્ત અમૃતને રસાસ્વાદ કેવો હશે તે જેમ તે અમારો જ જાણે, તેમ અતિ વિકટ પ્રયાસે ઉપલબ્ધ આ ગામૃતને રસાસ્વાદ આ અમર કૃતિ સર્જનારા આ પરમ અમૃતસ્વરૂપ યોગાચાર્ય જ જાણે. તે તે યોગશાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન છે. અત્રે તેના સારભૂત સંક્ષેપમાં કથન છે. અત્યંત વિસ્તૃત મહાન ગ્રંથરાશિમાંથી સારભૂત કથનરૂપ રત્ન ખોળી કાઢવું એ કાંઈ જેવું તેવું વિકટ કાર્ય નથી. એક અપેક્ષાએ જોઈએ તે સંક્ષેપનો વિસ્તાર કરવો સહેલું છે, પણ વિસ્તારને સંક્ષેપ કરે હેલે નથી. કારણ કે વિસ્તારને સંક્ષેપ કરવામાં ઘણી ભારે કુશળતાની જરૂર પડે છે, અને તે આ આચાર્યવયે પૂરેપૂરી દાખવી છે, એમ પ્રગટ દેખાય છે. વળી સંક્ષેપ એટલે કાંઈ અપૂર્ણ–અધૂરું નહિ, પણ ટૂંકામાં છતાં સંપૂર્ણ. જેમ કઈ પુરુષની પ્રતિકૃતિ-છબી (Portrait) તે પુરુષ પ્રમાણ (Life-size) મટી પણ હોય, ને અંગુલિની મુદ્રિકામાં સમાય એવડી નાની (Locket-size) પણ હોય, છતાં તે નાની મુદ્રા--પ્રતિકૃતિ પણ પુરુષની તે સંપૂર્ણ આકૃતિ રજૂ કરે છે, તેમ વિસ્તૃત શાસ્ત્રકથનનું “સંક્ષેપ’ કથન પણ ટૂંકામાં તવિષયક સંપૂર્ણ શાસ્ત્રવક્તવ્ય રજૂ કરે છે.
સંક્ષેપને પર્યાય શબ્દ “ સમાસ” પણ એ જ અર્થની પુષ્ટિ કરે છે. થડા શબ્દોમાં ઘણું અર્થને સમાસ કરવો-સમાવવો તે સમાસ અથવા સંક્ષેપ છે. જેમ આકાશમાં
- અનંત પદાર્થને અવગાહન કરવાની–સમાવવાની શક્તિ છે, તેમ સમાસને પુરુષ કથિત શાસ્ત્રસમાસમાં અનંત અર્થ અવગાહવાની–સમાવવાની પરમાર્થ અદ્દભુત શક્તિ છે. આમ આ શાસ્ત્ર અપશબ્દરૂપ છતાં મહાઅર્થ
સંભારથી સંભૂત છે, અત્યંત આશય ગંભીર છે. અને તે આશયની ગંભીરતાની પિછાન પણ જેમ જેમ તેમાં ઊંડા ઉતરીએ–અવગાહન કરીએ તેમ તેમ થતી જાય છે. જેમ સપાટી જોતાં સમુદ્ર ઉપર ઉપરથી તે સાવ સાદે ઊંડે નહિ હોય એમ જણાય છે, પણ તેના ઊંડાણની ખબર તે તેમાં અવગાહન કરીએ-નિમજજન કરી ઊંડા ઉતરીએ ત્યારે જ પડે છે; તેમ ઉપર ઉપરથી જોતાં આ ગ્રંથ સાવ સાદો જણાય, પણ તેની આશગંભીરતાની ખબર તે તેમાં અવગાહન કરીએ-ઊંડા ઉતરીએ ત્યારે જ પડે. આવી અદ્ભુત આશયવાળી અવગાહન શક્તિ-સમાસશક્તિ આ શાસ્ત્રની છે; કારણ કે સમર્થ સપુરુષની હથોટી લાગતાં એક સામાન્ય વચન પણ સમર્થ અભર્યું મહાવચન બની જાય છે. આત્માનભવી સંતરૂપ પારસમણિને સ્પર્શ થતાં વર્ણમય શબ્દ
સુવર્ણ' બની અનંત અર્થલબ્ધિથી ભરપૂર હોય છે. જ્ઞાનીનું એકેક “પદ’ પરમ “પદ” પમાડવાને પરિપૂર્ણ સમર્થ હોય છે. એટલા માટે જ “સપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહ્યા છે, – એ શ્રીમદ્ રાજચંદ્રજીનું સુભાષિત વચનામૃત અત્ર યથાર્થ