Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૬૮૦)
ગદષ્ટિસમુરચય
એ છે. કારણ કે તેઓનું માનસિક વલણ (Inclination) સ્વભાવથી જ યોગ પ્રત્યે પક્ષપાતથી (Bias) ઢળે છે, તેઓનું આત્મપરિણમન યોગ પ્રત્યે પરિ–મન કરતુંસર્વથા નમી પડતું હોય છે. આમ આ ગદષ્ટિ ગ્રંથ જેમ મુખ્યપણે આત્માથે–આત્મપકારાર્થે છે, તેમ ગૌણપણે પરાર્થે–પરોપકારાર્થે પણ છે તાત્પર્ય કે સ્વ-૫ર ઉપકાર એ આ ગ્રંથનું ઈષ્ટ પ્રયોજન છે. મહાપુરુષે સ્વ ઉપકાર અથે જે કૃતિ રચે છે, તે આનુષગિકપણે સર્વ ઉપકારાર્થે–સાર્વજનિક ઉપયોગની પણ થઈ પડે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે સરખાવો
" न कवित्वाभिमानेन न कीर्तिप्रसरेच्छया। । कृतिः किन्तु मदीयेयं स्वबोधायैव केवलम् ॥"
–શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાર્ણવ અને આ ઉપરથી એ પણ ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે કે-આવા સાચા પરોપકારપરાયણ સંત મહાત્માઓ જે સ્વ ઉપકાર કરે છે તે જ ખરેખર પર ઉપકાર
કરવાને સમર્થ હોય છે જે આત્માર્થરૂપ સ્વાર્થ સાધે છે તે જ સ્વ–પર ઉપકાર પરમાર્થરૂપ પરાર્થ સાધી શકે છે. કારણ કે જે સ્વ ઉપકાર નથી કરતા,
તે પર ઉપકાર પણ નથી કરી શકત; જે આત્માથે નથી સાધતે, તે પરાર્થ પણ નથી સાધી શકતા. કારણ કે “કુવામાં હોય તો હવાડામાં આવે.” “પોતાનું નહિં સાધ્યું કાંઈ, ઉકાળશે પરનું શું ભાઈ ?” પણ આત્માર્થ સાધ્યા વિના જે પરાર્થ કરવાની ધૃષ્ટતા કરે છે, વા શેખી કરે છે, તે તે બન્ને ગુમાવે છે, અને ભ્રષ્ટ તતભ્રષ્ટ થાય છે. જે પિતાના આત્માને ઉપદેશ દીધા વિના પરને ઉપદેશ દેવા જાય છે, તે પિતાનું કે પરનું હિત કરી શક્તો નથી; કારણ કે સ્વાચરણરૂપ ચારિત્રના બળ વિના તેની ધારેલી અસર નીપજતી નથી, અન્યના હૃદયને સ્પર્શ થતો નથી, ને
પત્થર પર પાણી” ઢળ્યા જેવું થાય છે ! એટલા માટે જ સન્માર્ગના જ્ઞાતા સદુપદેખા સપુરુષોનું સૌથી પ્રથમ ને મુખ્ય પ્રયજન સ્વાત્માને ઉપદેશ દેવાનું હોય છે, કારણ કે તે ભાવિતાત્માઓ સારી પેઠે ભાવે છે કે-“ હે જીવ! તું ઉપદેશ મ દે, પ્રથમ તું જ ઉપદેશ લે, કારણ કે તે જ્ઞાનીને દેશ સર્વથી ન્યારો ને અગમ છે.” શ્રીમદ્ રાજચંદ્રજીનું આ માર્મિક વચનામૃત સર્વ મુમુક્ષુઓએ અંતરમાં કતરી રાખવા ગ્ય છે કે –
મત દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ
સબસે ન્યારા અગમ છે, જે જ્ઞાનીકા દેશ.”– શ્રીમદ્ રાજચંદ્રજી. આમ આવા સદુપદેષ્ટા સાધુચરિત પુરુષોની વ્યાખ્યાનપ્રવૃત્તિ પણ જેમ મુખ્યપણે માટેથી–ઉચ્ચસ્વરે સ્વાધ્યાયરૂપ હોય છે, તેમ આવી ગ્રંથલેખનપ્રવૃત્તિ પણ મૂક-મૂંગા