________________
(૬૪૪)
યોગદષ્ટિસમુચય અર્થ – તે આત્માના સ્વભાવને ઉપમદ છતાં, તેના તસ્વાભાવ્યના–તેવા સ્વભાવપણાના વેગથી, તેના જ તથાભાવને લીધે, તેના અદેષપણાની સંગતિ હોય છે.
વિવેચન તે આત્માને સ્વભાવ ઉપમ છતાં, જન્માદિ ભાવના દૂર થવાથી તેને તસ્વાભાવ્ય સાથે યોગ હોય છે; અને તેથી કરીને તેને જન્માદિ અતીતપણે “તથાભાવ” હોય છે, એટલે તેના અદેષપણુની સંગતિ હોય છે. અર્થાત્ દેલવંતને અદેષપણાની પ્રાપ્તિ ઘટે છે.
અનાદિ કાળથી આ આત્માના સ્વભાવને ઉપમન્દ થયો છે-કચ્ચરઘાણ નીકળી ગયો છે. વિભાવના આક્રમણથી તે સ્વભાવ કચરાઈ ગયો છે, દબાઈ ગયો છે, ઘેરાઈ ગયું છે,
આવૃત થયો છે, પણ મૂળ નાશ નથી પામે. નિજ સ્વરૂપના જ્ઞાનસ્વભાવ ઉપમન્દ દશન–ચરણરૂપ સ્વભાવ ધર્મના વિયેગે છે કે તેને વિભાવરૂપ
અધર્મ વળગ્યો છે, તો પણ વસ્તુને જે સ્વજાતિ સ્વભાવ છે, તેને કદી સમૂળગો અભાવ થતો નથી. માત્ર થાય છે એટલું જ કે-પર વિભાવને અનુગત-અનુસરતા એવા ચેતનથી તે કમેં કરીને અવરાય છે–ઢંકાઈ જાય છે. અર્થાત્ આત્મા પરવતુરૂપ વિભાવને અનુસર્યો, તેથી તે કર્મથી અવરાયો છે. સ્વભાવરૂપ “સ્વધર્મ છેડી, તે વિભાવરૂપ “પર ધર્મ ને અનુસર્યો. તેથી કર્મરૂપ ભૂતના વળગાડથી તે પરધર્મ તેને સંસાર પરિભ્રમણ દુઃખવડે કરીને ખરેખર ! “ભયાવહ” થઈ પડયો છે! “વધર્મો મચાવડા આ પર એ જે વિભાવ છે, તે પણ નૈમિત્તિક અર્થાત નિમિત્તથી ઉત્પન્ન થનારો હોઈ સંતતિથી અનાદિ છે, અને તેના નિમિત્તરૂપ જે પરભાવ છે–તે વિષયસંગાદિક છે, તે સંગે કરીને સાદિ છે. આમ વિષયાદિરૂપ પરભાવના નિમિત્તથી રાગાદિ વિભાવરૂપ અધમ ઉપજે છે, અને તેથી શુદ્ધ સ્વભાવરૂપ ધર્મથી ભ્રષ્ટ થઈ આત્મા સંસારમાં રખડે છે ને પરભાવને કર્તા થાય છે. આમ પરભાવ-વિભાવથી આત્માના સ્વભાવને ઉપમદ થાય છે-કચરાવાપણું થાય છે, અભિભૂતપણું-દબાઈ જવાપણું થાય છે. (જુઓ પૃ. ૪૯૪).
“વસ્તુ સ્વભાવ સ્વજાતિ તેહને, મૂલ અભાવ ન થાય; પર વિભાવ અનુગત ચેતનથી, કમેં તે અવરાય.”—શ્રી દેવચંદ્રજી. ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ વર્તે નહિં નિજ ભાનમાં, કર્તા કમં પ્રભાવ.”—શ્રી આત્મસિદ્ધિ.
જેમ પરચક્રના આક્રમણથી પુરમાં ઉપમદ-ઉપપ્લવ મચી રહે છે, અંધાધુંધી (chaos) ફેલાઈ જાય છે, સ્વ-પરને ભેદ પરખાતું નથી, ને અરાજકતાથી સર્વત્ર
ભયનું સામ્રાજ્ય વ્યાપી જાય છે, તેમ વિભાવરૂપ પરચક્રના આક્રમણથી