________________
સાતત્વમીમાંસા : ક્ષણિકવાદ અસત, એકાંત નિત્યમાં મોક્ષ નહિં ઘટે
અર્થ –ભવભાવની અનિવૃત્તિમાં પણ મુક્તકલ્પના અયુક્ત છે, કારણ કે એકાંત એક સ્વભાવની કવચિત બે અવસ્થા હાય નહિં.
વિવેચન
ભવભાવની – સંસારભાવની અનિવૃત્તિમાં પણ, અર્થાત્ એકાન્ત નિત્યતા માનવામાં આવતાં પણ, આત્માની મુક્તકલ્પના અયુક્ત છે. કેમ અયુક્ત છે ? તે કે એકાંત એક
સ્વભાવનું અવસ્થાદ્વય કદી હેય નહિં; અર્થાત્ અપ્રચુત, અનુત્પન્ન, એકાંત નિત્યમાં સ્થિર એ જેને એકરૂપ સ્વભાવ હોય, તેને સંસારી ને મુક્ત એવી મોક્ષ નહિં ઘટે બે અવસ્થા કદી હોય નહિ, કારણ કે તેમ તે તેના એકાંત એક
સ્વભાવ૫ણુને વિરોધ આવે. ઉપરમાં કહ્યા પ્રમાણે એકાંત અભાવરૂપઅનિત્ય પક્ષમાં જેમ મેક્ષ ઘટતું નથી, તેમ એકાંત ભાવરૂપ નિત્ય પક્ષમાં પણ મેક્ષ ઘટતે નથી. કારણ કે ભવભાવ-સંસારભાવ હોય, તે નિત્ય પક્ષના અભિપ્રાયે તેની કદી નિવૃત્તિ થશે નહિં, એટલે સદાય ભવભાવ જ-સંસારભાવ જ રહ્યા કરશે, અને આત્માની કદી પણ મુક્તિ થશે નહિ. આમ એકાંત નિત્ય પક્ષમાં મુક્તકલ્પના ઘટતી નથી, કારણ કે એકાંતે એક સ્વભાવરૂપ જે હોય, તેને કદી પણ બે અવસ્થા હોય નહિ.
એકાંત નિત્ય પક્ષના અભિપ્રાય પ્રમાણે અપ્રચુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવરૂપ હોય તે નિત્ય છે. એટલે કે જે સ્વરૂપથી પ્રચુત-ભ્રષ્ટ નહિં હોવાથી અપ્રચુત છે, ઉત્પન્ન
નહિં થતું હોવાથી જે અનુત્પન્ન છે, સદા સ્થિરતાવાળું હોવાથી જે વિધાત્મક સ્થિર છે, અને અદ્વિતીય એવા એકસ્વભાવવાળું હોવાથી જે એકરૂપ નિત્ય વ્યાખ્યા છે,–તે નિત્ય એવું સત્ છે, એમ તેઓની “નિત્ય શબ્દની વ્યાખ્યા છે.
“ શકત્રુતાનુનર્થિક સ’ –આ તેઓની માન્યતા પ્રમાણે ભાવ–વરતુ નિત્ય હેઈ, સદા સ્થિર એકસ્વભાવરૂપ હોય છે, તે જ પ્રમાણે જેમ છે તેમ સદા અવસ્થિત રહે છે, એટલે તેમાં કોઈ બીજો ફેરફાર કે પરિણામ કે અવસ્થાતર ઘટતું નથી; અને આમ તેની સદા જેમ છે તેમ એક જ અવસ્થા રહે છે, બીજી અવસ્થા સંભવતી નથી. નહિ તે તેના એકાંત એકસ્વભાવપણાને વિરોધ આવે. એટલે જે સંસારભાવ હશે તે સદાય સંસાર ભાવ જ રહેશે. તેમાંથી કદી પણ મુક્તપણારૂપ બીજા ભાવનો અવસ્થાને સંભવ નહિ જ થાય. આમ એકાંત નિત્ય પક્ષમાં કદી પણ મુક્તપણું ઘટશે નહિં, અને “મુક્તપણું” એ કલ્પના માત્ર થઈ પડશે ! અને આ મુક્તિ માટે યોગમાર્ગ પણ “કલ્પને માત્ર ભદ્રક” થઈ પડશે ! અર્થાત્ એકાંત નિત્ય પક્ષમાં કદી પણ ગમાર્ગને સંભવ જ નહિં રહે. (જુઓ . પૃ. ૮૦)