________________
(૬૬૬)
થાગટિસમુચ્ચય ઉપરમાં જે દષ્ટાંત કહ્યું તેની દાબ્દતિક ઘટના અહી કહી છે -જેમ રેગી, કે રોગીને અભાવ, કે રેગીથી અન્ય,-એ ત્રણમાંથી કઈ પણ રોગમુક્ત કહે ઘટતું નથી;
તેમ સંસારી પુરુષ, કે સંસારી પુરુષને અભાવ માત્ર જ, કે તેનાથી સંસારી આદિ એકાંત અન્ય-એ ત્રણેમાંથી કોઈ પણ મુખ્યવૃત્તિથી–પરમાર્થથી મુક્ત મુક્ત નથી ઘટતું નથી, કારણ કે તથા પ્રકારે તેના પ્રવૃત્તિનિમિત્તને તેને અભાવ
છે. (૧) સંસારી અર્થાત ભવન જેને લાગુ પડે છે, એવો સંસાર પરિભ્રમણ કરી રહેલ પુરુષ-આત્મા જે છે, તે પરમાર્થથી મુક્ત કહેવો ઘટતે તથી; કારણ કે તે પરમાર્થથી ખરેખરે મુક્ત હોય તે તે સંસારી કેમ છે? અને જે તે સંસારી છે, તે સંસારથી મુક્ત એ તે મુક્ત કેમ હોય ? જો કે શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ
સર્વ જીવ છે સિદ્ધ સમ”—એમ ઉપચાર થન કરી શકાય, તે પણ તથારૂપ તાત્વિક મુક્ત દશા વિના પારમાર્થિક-મુખ્ય એવું મુક્તપણું કહી શકાય નહિં. અને જે કંઈ કહે તે તે કેવલ બ્રાંતિ જ છે, મિથ્યાત્વ જ છે, મતિવિપર્યાય જ છે. તાત્પર્ય કે-સંસારી તે મુખ્યવૃત્તિથી મુક્ત કહેવાય નહિં. (૨) અથવા જ્યાં સંસારી પુરુષને જ અભાવ હોય, ત્યાં પણ મુક્તપણું ઘટતું નથી. કારણ કે જ્યાં પુરુષને-આત્માને જ સડો અભાવ છે, ત્યાં મુક્ત થશે કેણુ? (૩) અથવા તે સંસારી પુરુષથી અન્ય-એકાંતે જુદો જ હોય, તે પણ મુક્ત થવ ઘટતો નથી; કારણ કે રોગી બીજ ને સાજો થાય બીજે એ જેમ બનવાજોગ નથી, તેમ ભવરગી બીજ ને ભવરોગથી મુક્ત થનારે બીજે એ પણ બનવાજોગ નથી.
આમ મોક્ષના પ્રવૃત્તિનિમિત્તના-કારણના અભાવે ત્રણેમાંથી કોઈ પણ પક્ષમાં મુખ્ય વૃત્તિથી મુક્તપણું ઘટતું નથી, એટલે કે રોગી જેમ રેગમુક્ત કહી શકાતું નથી, તેમ ભવરગી એવો સંસારી પણ મુક્ત કહી શકાતું નથી. રેગીને પિતાને જ જ્યાં સચોડો અભાવ હોય ત્યાં પછી રોગમુક્ત થવાનો પ્રશ્ન જ રહેતો નથી, તેમ ભવરગી એવા પુરુષનેઆત્માને જ જ્યાં અભાવ છે, ત્યાં તેને મુક્ત હોવાનો સંભવ રહેતો નથી. અથવા રોગી બીજ ને રોગમુક્ત સાજો થાય બીજે એ જેમ ઘટતું નથી, તેમ ભવરોગી આત્મા બીજે ને ભવરોગથી મુક્ત થાય બીજે તે પણ ઘટતું નથી, કારણ કે તે તે કરે કેઈ ને ભગવે કોઈ, “લે લાલ ને ભરે હરદાસ” એના જેવું થયું ! આમ બે ને બે ચાર જેવી, કેઈ કાળે ન ફરે એવી આ પરમ નિશ્ચયરૂપ સિદ્ધાંતિક વાર્તા છે. આબાલવૃદ્ધ સાદી સમજવાળે કંઈ પણ મનુષ્ય સમજે એવી આ પ્રગટ સત્ય હકીકત છે. છતાં રોગીને અથવા રોગીના અભાવને, અથવા રોગીથી અન્યને જે કઈ રોગમુક્ત હોવાનો બેટો આગ્રહ ધરે, તે તે સાવ બેહૂદું હોઈ જેમ પ્રગટ બ્રાંતિ જ છે, પ્રત્યક્ષ મિથ્યાત્વ જ છે, તેમ ભવરગી એવા સંસારી પુરુષને, કે તે પુરુષના અભાવને, કે તે પુરુષથી અન્યને જે કોઈ મુક્ત કહે, તે તે પણ સાવ બેહૂદુ હેઈ પ્રગટ બ્રાંતિ જ છે, સાક્ષાત્ મિથ્યાત્વ જ છે.
આ ઉપરથી એ ઇવનિત થાય છે કે (૧) કેઈ મતવાદી ( સાંખ્ય-ગાદિ)