Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૬૬૮)
ગદષ્ટિસમુચ્ચય ક્ષીણવ્યાધિ જ્યમ લેકમાં, વ્યાધિમુક્ત છે સ્થિત;
ભાવગી જ ત્યમ તસ ક્ષયે, શાત્રે મુક્ત સુસ્થિત ૨૦૬ અર્થ–જેમ લેકમાં ક્ષીણ વ્યાધિવાળો તે “વ્યાધિમુક્ત” એમ સ્થિત છે, તેમ ભાવગી જ તે ભવગના ક્ષય થકી “મુક્ત” એમ તંત્રોમાં–શાસ્ત્રોમાં સ્થિત છે.
વિવેચન જેને વ્યાધિ ક્ષીણ થયે છે એ ક્ષીણવ્યાધિ પુરુષ જેમ લેકમાં અવિશાનથી એકી અવાજે “વ્યાધિમુક્ત છે એમ સ્થિત છે, સ્થાપનીય નથી–સ્થાપવાને નથી; તેમ મુખ્ય એવા તભાવથી ભવગી જ તે ભવરગના ક્ષય થકી “મુક્ત” એમ તંત્રમાંશાસ્ત્રોમાં સ્થિત છે.
અત્રે ઉપરોક્ત સમસ્ત રસપ્રદ ચર્ચાને છેવટને ચૂકાદો-નિર્ણય (Judiement) ન્યાયમૂર્તિ શાસ્ત્રકારે આપ્યો છે, કે જે સર્વ લેકને અને સર્વ શાસ્ત્રને એકમતે
સંમત છે. જેને “હ” તે વ્યાધિ-રોગ ક્ષીણ થયો છે એ ક્ષીણભવરેગક્ષયથી વ્યાધિ પુરુષ, તે તે વ્યાધિના અભાવથી લેકમાં “વ્યાધિમુક્ત” મુક્ત કહેવાય છે, આમ અવિમાનથી-સર્વાનુમતે લેકમાં સ્થિત છે, સાદી
સમજથી સ્થાપિત સિદ્ધાંત છે, કાંઈ ન સ્થાપવાનું નથી. તેમ મુખ્ય ભાવથી જેને ભવરોગ લાગુ પડેલો છે, એવો ભાવગી જ તે ભરેગના ક્ષય થકી “વ્યાધિમુક્ત” મુક્ત હોય છે, એમ તંત્રમાં-શામાં સ્થિત છે, અખંડ નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત છે, તે કઈ નો સ્થાપવાને રહેતો નથી. એટલે આમ જે સર્વ લેકને
અને સર્વ શાસ્ત્રને સંમત છે, એવી આબાલવૃદ્ધ સર્વ સમજી શકે એવી સાદી સમજવાળી વસ્તુસ્થિતિને સ્થાપિત કરવા માટે અન્ય કઈ પ્રમાણની જરૂર નથી. એ સંબંધી વધારે શું કહેવું ?
મુક્તતત્વમીમાંસાને સાર આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત આત્મા કે છે, તેનું સ્વરૂપ સમજવા માટે અત્રે વ્યાધિમુક્ત-રોગમુક્ત પુરુષનું દૃષ્ટાંત સાંગોપાંગપણે ઘટાવ્યું છે -વ્યાધિમુક્ત પુરુષ જે અહીં લેકમાં હોય છે, તે આ ભવ્યાધિમુક્ત આત્મા હોય છે તે અભાવરૂપ નથી, વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી, અને પૂર્વે વ્યાધિવાળો હેત એમ પણ નથી. અર્થાત વ્યાધિમુક્ત થતાં પુરુષને કાંઈ અભાવ થઈ જતો નથી, તેમ ભવવ્યાધિમુક્ત થતાં આત્માનો કાંઈ અભાવ થઈ જતું નથી. વ્યાધિમુક્ત પુરુષ જેમ વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી, તેમ આ ભવવ્યાધિમુક્ત આત્મા ભવવ્યાધિથી મુક્ત નથી એમ નથી, પણ મુક્ત જ છે. વ્યાધિમુક્ત પુરુષ જેમ પૂર્વે વ્યાધિયુક્ત હેતે એમ નથી, પણ વ્યાધિયુક્ત હતા જ,