Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મુક્તતત્વમીમાંસા : બ્રાંત માન્યતાઓ, અનેકાંતની પ્રમાણતા
(૬૬૭) સંસારી પુરુષને–આત્માને સદા મુક્ત જ માને છે, તે મિથ્યા છે કારણકે સંસારી પુરુષ–
આત્મા જે મુક્ત જ છે, તે તેને પ્રગટ ભવભ્રમણરૂપ સંસાર કેમ છે? બ્રાંત અને જે સંસાર છે તે તે મુક્ત કેમ છે? વળી જે તે મુક્ત જ છે માન્યતાઓ તે તેને સંસારથી મુક્ત કરવા માટેના આ બધા યોગમાર્ગનું પ્રયોજન
છે? માટે આ માન્યતા ભૂલભરેલી છે, મિથ્યા છે. (૨) કઈ મતવાદી પુરુષના-આત્માના અભાવને મુક્ત કહે છે, તે પણ મિથ્યા છે, અતિપ્રસંગરૂપ હાઈ અયુક્ત છે. કારણ કે જેને અભાવ છે, તેને “ભાવ”—હોવાપણું કહેવું બેહૂદું છે. જે છે જ નહિં, તે મુક્ત કેમ થશે? (૩) કે પુરુષથી-આત્માથી એકાંતે અન્યને-જૂદાને મુક્ત કહે છે, તે પણ અયુક્ત છે; કારણકે ક્ષણવાદીના અભિપ્રાયે જે પૂર્વ ક્ષણે હતું તે ઉત્તરક્ષણે છે જ નહિ. એટલે પૂર્વાપર અન્વય સંબંધ વિના ભવરગી એ સંસારી આત્મા તે બીજે, અને મુક્ત થયે તે આત્મા પણ બીજો. આ તે પ્રગટ વિસંવાદરૂપ છે.
આમ એકાંતવાદી અન્ય દેશનીઓની માન્યતા પ્રમાણે વસ્તુસ્વભાવ ઘટતો નથી, બંધ–મક્ષ વ્યવસ્થા ઘટતી નથી, સંસારી-મુક્ત આદિ વ્યવસ્થા ઘટતી નથી. કેવળ
અનેકાંત સિદ્ધાંતથી જ વસ્તુસ્વભાવ ઘટે છે, અવિકલ એવી સકલ અનેકાંતની બંધ–મોક્ષ વ્યવસ્થા ઘટે છે, સંસારી-મુક્ત આદિ વ્યવસ્થા સાંગોપાંગ પ્રમાણુતા સંપૂર્ણપણે ઘટે છે. ઈત્યાદિ અત્યંત ગંભીર દાર્શનિક વિચારણા અત્ર
સમાય છે,–જે સમજવા માટે શ્રી વશંનસમુચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ધર્મસંગ્રહણું, શ્રીમદ્ રાજચંદ્ર, સન્મતિતર્ક આદિ દશનપ્રભાવક આકર ગ્રંથો જિજ્ઞાસુએ અવગાહવા.
સર્વ દર્શનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધ મેક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ પ્રતિભાસે છે, તેટલી બીજાં દર્શનની પ્રતિભાસતી નથી–અને જે અવિકળ શિક્ષા તે જ પ્રમાણસિદ્ધ છે.”—શ્રીમદ્ રાજચંદ્રજી.
ત્યારે મુક્ત વ્યવસ્થા કેવા પ્રકારે છે? તે કહે છે–
क्षीणव्याधिर्यथा लोके व्याधिमुक्त इति स्थितः ।
भवरोग्येव तु तथा मुक्तस्तन्त्रेषु तत्क्षयात् ॥२०६॥ વૃત્તિ ક્ષીણવ્યાધિ –ક્ષીણ વ્યાધિવાળા પુરુષ, યથા ટો-જેમ લેકમાં અવિનાનથી (એકી અવાજે), વ્યાધિમુવત્ત શુતિ-વ્યાધિમુક્ત છે એમ તેના તેના અભાવથી વ્યાધિમુક્ત છે એમ, સ્થિત:છે. સ્થાપનીય નથીસ્થાપવાનો નથી. મવશવ-ભવરોગી જ, મુખ્ય એવા તભાવથી,-તે રોગના ભાવથી, તથા તેવા પ્રકારે, મુ-મુક્ત, વ્યાધિમુક્ત, તંત્રપુ- તંત્રમાં–શાસ્ત્રોમાં સ્થિત છે, તક્ષયાત્-તેના ક્ષય થકી, તે ભવરોગના ક્ષયને લીધે, એમ અર્થ છે.