Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સુતતત્ત્વમીમાંસા : વસ્તુસ્વભાવસાર : એકાંત અનિત્યાદિ પક્ષ અયુક્ત
(૬૬૩)
સ્વીકાર નહિ કરે, તે તે સદાય અસત્ જ સિદ્ધ થશે. આમ કાં તા વસ્તુ એકાંત નિત્યસદા ભાવરૂપ સાબિત થશે અને કાં તે એકાંત અનિત્ય-સદા અભાવરૂપ સાબિત થશે. એટલે ક્ષણિકવાદ ક્ષણભર ટકી શકશે નહિ. (૨) હવે જો ક્ષણુિવાદી એમ કહે કે—જે આગલી ક્ષણે છે તે જ છે નહિ.' । ‘તે અન્યથા હોય છે' એની જેમ વિરુદ્ધ છે. કારણકે તે વસ્તુ અન્યથા-ખીજી જ થઈ જતી હાય તે ‘તે' કેમ ? અને તે હોય તા ‘અન્યથા’–બીજી જ કેમ થાય ? એવી દલીલ તેઓ કરે છે. તે જ ન્યાય તેમના કથન પર લાગુ પાડીએ તે તે જ છે તે તે કેમ છે નહિ ?’ અને તે છે નહિ. તે ‘તે' કેમ ? એમ વદતા વ્યાઘાત થાય છે. (૩) તેમજ અભાવ ઉત્પત્તિ આદિ દોષ આવે છે, કારણ કે સત્તુ અસત્ત્વ માને, તે અસત્ત્વને ઉત્પાદ થશે, અર્થાત્ અભાવની ઉત્પત્તિ થશે. અને જેની ઉત્પત્તિ હાય તેનેા નાશ પણ હેાય જ, એ નિયમથી આ અભાવના નાશ પણ થશે, એટલે નષ્ટ વસ્તુને તે ને તે રૂપે પુનઃર્ભાવ થશે. અર્થાત્ વસ્તુ સદા ભાવરૂપ સાખિત થશે. અને જો વસ્તુ સદા નાશવંત માના તેા વિવક્ષિત ક્ષણે પણ તેની સ્થિતિ નહિ હાય, અર્થાત્ તે સદા અભાવરૂપ સાખિત થશે. (૪) હવે જો એમ કહો કે તે નાશ ક્ષણસ્થિતિધર્માંવાળા છે, તેા ખીજી વગેરે ક્ષણે પણ સ્થિતિ હોતાં આ ક્ષણુસ્થિતિધ પશુ... આવીને ઊભુ` રહેશે. એટલે જે કહ્યુ હતુ. તેમજ થશે. કારણ કે જ્યારે તેની ક્ષણસ્થિતિ છે ત્યારે જ તેની અસ્થિતિ ઘટતી નથી, અને પછી પણ તે અસ્થિતિ ઘટતી નથી. અર્થાત્ સદા તેની સ્થિતિ જ ઘટે છે. આમ સનું અસત્ત્વ વગેરે જે કહ્યું હતું તે બધું ય ખરાખર છે. અર્થાત્ કાઈ પણ પ્રકારે એકાંત અનિત્ય પક્ષ-ક્ષણિકવાદ ઘટતા નથી. તાત્પ કે-વસ્તુ એકાંત અભાવરૂપ નથી.
તેમજ એકાંત નિત્ય પક્ષ પણ કાઈ રીતે ઘટતા નથી. કારણ કે (૧) અપ્રચ્યુત, અનુત્પન્ન, સ્થિર, એકરૂપ તે સત્ છે એમ નિત્યવાદી કહે છે, અર્થાત્ વસ્તુ સદા એકભાવરૂપ છે. એટલે સંસાર ભાવ છે, તે તેની કદી પણ નિવૃત્તિ નહિ થાય, અર્થાત્ સદાય સ'સારભાવ જ રહેશે, કદી પણ મુક્ત ભાવની ઉપપત્તિ થશે નહિ; કારણ કે એક સ્વભાવની એ અવસ્થા કદી હાય છે. એટલે સ’સારી અને મુક્ત એમ એ અવસ્થા કહેવી તે શબ્દમાત્ર થઈ પડશે, માટે એક સ્વભાવથી ખીજા સ્વભાવના ઉપમ તાત્ત્વિક માનવા ઈષ્ટ છે. અર્થાત એક સ્વભાવ ખીજા સ્વભાવને ખસેડી તેનું સ્થાન લે તેા જ સસારી ને મુક્ત એમ એ અવસ્થા ઘટી શકે, નહિ તેા નહિ. (૨) દિક્ષા-ભાવમલ વગેરે આત્માની આત્મભૂત મુખ્ય વસ્તુસત્ છે, તે આત્માને નિવત્ત છે. અને તે દિક્ષાદિ પ્રધાનાદિની પરિણતિનું કારણ છે, તેના અભાવે પ્રધાનાદિની પરિણતિ હાતી નથી. અર્થાત્ દિક્ષાદિ કારણ જ્યાંલગી ટળતું નથી ત્યાંલગી પ્રધાનાદિની-પ્રકૃતિ આદિની પરિણતિ થયા કરે છે, અને તે કારણ મળ્યે પ્રધાનાદિની પરિણતિ થતી નથી. નહિ' તે। દિક્ષાદિ કારણ ન માને તે નિષ્કારણુ એવી આ પ્રધાનાદિ પરિણતિ સદા થયા કરશે. આ પ્રધાનાદિની પરિણતિ
એકાંત નિત્ય પક્ષ અયુક્ત