________________
(૬૪૦)
યોગદષ્ટિ મુરા નિર્ણય જેમ કહી શકાતું નથી ને બને અનાદિ જ માનવાનું પ્રાપ્ત થાય છે, તેમ અત્રે પણ કર્મ–આત્માનો સંબંધ અનાદિ જ સંસિદ્ધ થાય છે.
“જીવ પહેલો કે કમ?–બને અનાદિ છે. જીવ પહેલે હોય તે એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કર્મ પહેલા કહો તે જીવ વિના કર્મ કર્યા કેણે? એ ન્યાયથી બને અનાદિ છે.” -શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી મોક્ષમાળા.
આ અનાદિ કર્મ વિચિત્ર છે-અનેક પ્રકારનું છે, અને તે દ્રવ્ય-ભાવ ભેદમાં વિભક્ત થયેલું છે. દ્રવ્ય કર્મ તે પુદ્ગલ પરમાણુરૂપ, અને ભાવકમ તે આત્મપરિણામરૂપ છે. રાગ-દ્વેષ–મોહ એ અશુદ્ધ આત્મપરિણામ તે ભાવકમ છે, અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ તે દ્રવ્ય કર્મ છે. તે આઠ કર્મની સામાન્ય સમજ આ પ્રકારે –
જ્ઞાનાવરણય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન થઈ જવું તે. દર્શનાવરણય એટલે આત્માની જે અનંત દર્શનશક્તિ છે તેને આચ્છાદન થઈ જવું તે. વેદનીય એટલે દેહ નિમિત્ત સાતા અસાતા બે પ્રકારનાં વેદનીય કર્મ, એથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ રોકાઈ રહેવી તે. મેહનીયકર્મ એટલે આત્મચારિત્રરૂપ શક્તિ રેકાઈ રહેવી તે. આયુકર્મ એટલે અક્ષય સ્થિતિ ગુણ રોકાઈ રહે છે. નામકર્મ એટલે અમૂર્તિરૂ૫ દિવ્ય શક્તિ રોકાઈ રહેવી તે. ગોત્રકમ એટલે અટલ અવગાહનારૂપ આત્મિક શક્તિ રોકાઈ રહેવી તે. અંતરાય કમ” એટલે અનંત દાન, લાભ, વીર્ય, ભેગ અને ઉપભેગ શક્તિ રોકાઈ રહેવી તે.”
–શ્રી મોક્ષમાળા, પા. ૧૦૨ આ આઠ મૂળ પ્રકૃતિના વળી ઉત્તર અનેક ભેદ છે. અને તેના બંધના ચાર પ્રકાર છેઃ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ. તેમાં સ્થિતિબંધ-રસબંધ કષાયથી થાય છે, અને પ્રકૃતિબંધ-પ્રદેશબંધ મન-વચન-કાયાના યેગથી થાય છે. તે તે કર્મોના બંધ, ઉદય, ઉદીરણ, સત્તા, કર્મવિચ્છેદ, ઘાતિ, અઘાતિ વગેરે અનેક સૂમ પ્રકારે કર્મગ્રંથ, પંચાધ્યાયી, ગોમસાર આદિ મહાગ્રંથરત્નથી તત્ત્વરસિકે સમજવા યોગ્ય છે.
પદ્મપ્રભ જિન ! તુઝ મુઝ આંત, કિમ ભાંજે ભગવંત ? કર્મ વિપાકે છે કારણ જોઈને, કોઈ કહે મતિમંત પદ્મ પચડિ કિઈ અણુભાગ પ્રદેશથી, મૂળ ઉત્તર બહુ ભેદ; ઘાતિ અઘાતિ બંધ ઉદય ઉદીરણ, સર્તા કર્મવિચ્છેદ...પદ્મ”-શ્રી આનંદઘનજી. x" योग्यतामन्तरेणास्य संयोगोऽपि न युज्यते।
તા જ તત્ત્વમિત્રેવં તરંગોડથનાવિમાન ”—શ્રી યોગખિન્દુ પ્લે, ૧૦