Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૧૮)
ગદરિસસુસ્થય સિદ્ધિ બાબત બીજ પ્રમાણભૂત યુક્તિ આ છે કે-જે વસ્તુ તરતમભાવયુક્ત હોય છે, તેને પ્રકર્ષ-છેવટની હદ હોય છે. જેમકે મહત્ત્વ, એ તરતમભાવવાળો ગુણ છે. તેને પ્રકઅંતિમ મર્યાદા આકાશમાં પ્રાપ્ત થાય છે, અર્થાત્ આકાશ સૌથી મહાન છે, તેમ જ્ઞાન ગુણ તરતમભાવથી યુક્ત હોય છે. એટલે તેની કવચિત્—કઈ પુરુષવિશેષમાં પ્રકર્ષ પ્રાપ્તિ અવશ્ય સંભવે છે. અને જેનામાં તે જ્ઞાનને પ્રકર્ષ પ્રાપ્ત હોય છે, તે જ સર્વજ્ઞ છે. ઈયલ પ્રસંગેન ! (જુઓ–શ્રી હરિભદ્રસૂરિકૃત સર્વજ્ઞાસિદ્ધિ પ્રકરણ, જ્ઞાનબિન્દુ, આપ્તમીમાંસા આદિ).
આવા ક્ષીણદોષ-પરમ નિર્દોષ, ગુણવતાર શ્રીમદ્ સર્વજ્ઞ ભગવાન્ સર્વ લબ્દિરૂપ ફલથી સંયુક્ત હોય છે. કેવલજ્ઞાન લબ્ધિ, કેવલદર્શન લબ્ધિ, અનંત દાનલબ્ધિ, અનંત
લાભ લબ્ધિ, અનંત ભાગ લબ્ધિ, અનંત ઉપગ લબ્ધિ, અનંત વીર્ય સર્વ લબ્ધિ લબ્ધિ આદિ સર્વ લબ્ધિ આ કેવલી ભગવંતના ઘટમાં વસે છે. અણિમાફલ ભેગીજી મહિમા આદિ અષ્ટ મહાસિદ્ધિ એમની કિકરી થઈને ફરે છે. પાતંજલ
આદિ યોગશાસ્ત્રોમાં તથા જિનાગમાં વર્ણવેલ સર્વ વિભૂતિઓનું આ ભગવાન એક ધામ હોય છે. સર્વ પદાર્થના સર્વ પર્યાયમાં વ્યાપક એવા સર્વજ્ઞપણને લીધે આ જ્ઞાનવડે કરીને સર્વવ્યાપક શ્રીપતિ “વિષ્ણુ ભગવાનને ઔસુષની સર્વથા નિવૃત્તિ હોય છે, ક્યાંય પણ કંઈ પણ ઉત્સુકપણું હોતું નથી, એટલે તે સર્વ લબ્ધિઓના ફલના ભોગી હોય છે.
તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે કઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહી અને થવાનું નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય.” શ્રીમદ્ રાજચંદ્ર, અંક ૩૩૭. (૪૧૧).
કારણ કે નિજ જ્ઞાને કરી જ્ઞાયક પદના ઈશ એવા આ વીતરાગ પ્રભુ સેના જ્ઞાતા હોય છે, નિજ સ્વરૂપનું દર્શન કરી આ પ્રભુ નિજ સામાન્ય એવું દશ્ય દેખે છે,
આત્મસ્વભાવરૂપ ચારિત્રમાં રમતારામ એવા આ પ્રભુ નિજ રમ્યમાં “અનંત ચતુષ્ક રમણ કરે છે, ભગ્ય એવા નિજ સ્વરૂપના અનંત ભેગને આ ભોક્તા પદ પાગી” સ્વામી ભોગવે છે. મહાન દાતા એવા આ પ્રભુ નિત્ય દાન દીએ
છે, અને નિજ શક્તિના ગ્રાહક-વ્યાપકમય એવા આ દેવ પોતે જ તે દાનના પાત્ર છે.
નિજ જ્ઞાને કરી સેયને, જ્ઞાતા જ્ઞાયક પદ ઈશ રે; દેખે નિજ દશન કરી, નિજ દશ્ય સામાન્ય જગીશ રે,