Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પણ દરિ: શેલેશીક૨થ-અયોગ ગસત્તથી નિર્વાણ
(૨૩) અંકુર ફૂટ નથી, તેમ કર્મરૂપ ભવ-બીજ બળી ગયા પછી, ભવરૂપ અંકુર ફૂટતો નથી.
“दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીત શ્રી તત્વાર્થસાર. અને રોગને નાશ થયા પછી જ્યાં રેગનું રજકણ પણ નથી, એવી તંદુરસ્તી– સંપૂર્ણ આરોગ્ય અવસ્થા પ્રાપ્ત થાય છે; તેમ ભવવ્યાધિને નાશ થયા પછી જ્યાં કમ
રોગનું એક પરમાણું પણ નથી, એવી આત્માની સંપૂર્ણ ભાવ આરોગ્ય સર્વ વ્યાધિ લય અવસ્થા પ્રગટે છે. જેમ રોગને નાશ થયા પછી મનુષ્ય પોતાની અસલ
મૂળ સહજ સ્વસ્થતાને પામે છે, તેમ ભવરૂપ ભાવગને નાશ થતાં આત્મા પિતાની અસલ મૂળ સહજ “સ્વસ્થતાને-સહજાન્મસ્વરૂપ સ્થિતિને ભજે છે, અર્થાત્ સહજ-યથા જાત આત્મસ્વરૂપમાં “સુસ્થિત’ એવો ભગવાન શુદ્ધ આત્મા પ્રગટે છે. અને જેમ રેગને નાશ થયા પછી નીરોગી મનુષ્ય આરોગ્યને સહજ તાત્વિક આનંદ અનુભવે છે, તેમ ભવરોગનો ક્ષય થયા પછી ભાવ આરોગ્યસંપન્ન આત્મા ભાવ-આરોગ્યને સહજ શુદ્ધ તારિવક પરમાનંદ અનુભવે છે.
પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્રપદ વ્યક્તિ... પૂજના તે કીજે રે બારમા જિનતણી રે.”
-શ્રી દેવચંદ્રજી. અને આમ ભવવ્યાધિનો ક્ષય થાય છે, એટલે ભગવાન પરમ એવા ભાવ નિર્વાણુને પામે છે. દીપકનું તેલ ખૂટી જતાં જેમ દીપક નિર્વાણને પામે છે-બૂઝાઈ જાય છે, તેમ
કમરૂપ તેલ ખૂટી જતાં ભગવાન પણ નિર્વાણ પામે છે. કારણ કે ભાવ નિર્વાણ કર્મ–તેલના અભાવે તેમને સંસાર-દી નિર્વાણ પામે તેવાથી–
હોલવાઈ ગયું હોવાથી, ભગવાન પણ “નિર્વાણ પામ્યા કહેવાય છે. અથવા જેનું ઇધન-બળતણ બળીને ખાખ થઈ ગયું છે, એવો ઉપાદાનસંતતિ વિનાને અગ્નિ જેમ નિર્વાણુને પામે છે-બૂઝાઈ જાય છે, તેમ સર્વ કર્મ ઇધન બળીને ખાખ થઈ જતાં ઉપાદાન–સંતતિ વિનાનો સંસાર અગ્નિ નિર્વાણને પામે છે, હોલવાઈ જાય છે. એટલે ભગવાન “નિવણ પામ્યા એમ યથાર્થ કહેવાય છે. "कृत्स्नकर्मभयादूर्ध्व निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्निनिरुपादानसंततिः ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી તરવાથસાર હાતા સો તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” શ્રીમદ્ રાજચંદ્રજી “સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીતાજી; સર્વ અરથ વેગે સુખ તેહથી, અનંત ગુણ નિરીહા.-શ્રી . ૬, સઝા, ૮-૩
ET