Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૬૩૬)
યાગાદિસમુચ્ચય
ખરા અંતઃકરણથી ઇચ્છે છે. એટલે તે ડાહ્યો સમજુ રાગી જેમ કુશળ સવૈદ્યનું શરણુ લે છે, અને પેાતાનું ડહાપણ ડહેાળ્યા વિના વૈદ્યની સૂચના મુજબ ઔષધપ્રયાગ કરે છે, અને તેથી કરીને રાગમુક્ત થાય છે. તેમ સમ્યક્ સમજણવાળા ડાહ્યો સમજુ પ`ડિત' જીવ સદ્ગુરુરૂપ સુજાણ સવૈદ્યનું શરણુ લે છે, અને પેાતાની મતિકલ્પનાપ સ્વચ્છંદનું ડોઢડહાપણ છેડી દઇ શ્રીમદ્ સદ્ગુરુની આજ્ઞાનુસાર રત્નત્રયી ઔષધનું પ્રતિસેવન કરે છે, અને તેથી તે ભવરાગથી મુક્ત થાય છે. પણ કુપથ્યસેવનમાં આસક્ત એવા અણસમજુ રાગી જેમ મીઠુ' મીઠુ. અનુકૂળ વદનારા ઊંટવૈદ્યને (Quack) પકડે છે, અને તેણે ખતાવેલ ઊંટવૈદુ' સેવીને ઉલટા હાથે કરીને હેરાન થાય છે ને રાગમુક્ત થતા નથી; તેમ વિષય-કદન્નમાં આસક્ત એવા બાલ અણુસમજુ જીવ વિષયાનુકૂળ— પ્રથમ દૃષ્ટિએ મીઠા લાગતા પણ પરિણામે હાલાહલ ઝેર જેવા વચન વદનારા મિથ્યાદષ્ટિ અસદ્ગુરુરૂપ ઊંટવૈદ્યના આશ્રય કરે છે, અને તે અનાડી વૈદ્યના અનાડી ઉપાયથી હાથે કરીને ભવકૂપમાં ઊંડા ઉતરે છે ને ભવરાગથી મુક્ત થતા નથી. ઇત્યાદિ પ્રકારે રાગી રાગીના પ્રકાર હાય છે, અને તે ઉપરથી પણુ રાગની સાધ્યતા—અસાધ્યતાના પ્રાથનમાં (Prognosis) પણ ફરક પડે છે.
તેમજ–ાગ જેમ યથાયેાગ્ય ચિકિત્સાથી (Right treatment) કાબૂમાં આવે છે ને મટે છે, તેમ ભવરાગ પણુ યથાયેાગ્ય ચિકિત્સાથી કાબૂમાં આવે છે ને મટી જાય છે. રાગચિકિત્સામાં પ્રથમ જેમ રાગના મૂળ નિદાનને, કારણને, સ્વરૂપને, રાગચિકિત્સા ચિહ્નને, પરિણામને અને ચિકિત્સાને ખરાખર જાણનારા કુશળ નિષ્ણાત (Expert, Specialist) સવૈદ્યની જરૂર છે; તેમ ભવરાગની ચિકિત્સામાં પણ ભવરેાગના મૂળ નિદાનને, કારણને, સ્વરૂપને, ચિહ્નને, પરિણામને અને નિવારણરૂપ ચિકિત્સાને યથાર્થ પણે ખરાખર જાણનારા કુશળ જ્ઞાની સદ્દગુરુરૂપ ‘સુજાણ’ સ ્ વૈદ્યની અનિવાર્ય જરૂર પડે છે. વળી રોગના નિવારણમાં જેમ ઉત્તમ ઔષધની જરૂર પડે છે, તેમ ભવરાગના નિવારણમાં સમ્યગ્દશČન-જ્ઞાન-ચારિત્રરૂપ સદ્ ઔષધત્રયીની જરૂર પડે છે. પથ્ય અનુપાન સાથે એસડનુ ખરાબર સેવન કરવામાં આવે તે જ તે ફાયદે કરે છે, ગુણકારી થાય છે, નહિ. તે ઉલટુ અનથકારક થઈ પડે છે; તેમ ગુરુઆજ્ઞારૂપ પથ્ય અનુપાન સાથે જો પરમ અમૃતસ્વરૂપ રત્નત્રયી ઔષધિનું સમ્યક્ સેવન કરવામાં આવે, તે જ તે ગુણકારી-આત્માપકારી થાય છે, નહિ તે। આત્મા-હાનિરૂપ અન વિપરિણામ નીપજાવે છે. પરમ આત્મદ્રષ્ટા શ્રીમદ્ રાજચદ્રજીનુ' સુભાષિત છે કેઃ—
આત્મબ્રાંતિ સમ રાગ નહિ', સદ્ગુરુ વૈદ્ય સુજાણુ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.”—શ્રી આત્મસિદ્િ
અને આમ યથાયાગ્યપણે ઔષધપ્રયાગથી રાગ નિમૂ ળ થતાં રાગી જેમ નીરોગી અને