Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મુક્તતત્ત્વમીમાંસાઃ ભવગ ચિહ્નોની તુલના, સાધ્યાસાધ્ય નિર્ણય
(૬૩૫) જેમ રોગનું નિદાન-પરીક્ષા (Diagnosis) થઈ શકે છે, તેમ નાના પ્રકારના પ્રતિનિયતચક્કસ ચિહ્નો પરથી ભવરેગનું નિદાન થઈ શકે છે.
અને રોગીની તથા પ્રકારની અવસ્થા ઉપરથી જેમ રેગની સુસાધ્યતાનો કે દુઃસાધ્યતાનો કે અસાધ્યતાને નિર્ણય કરી શકાય છે, તેમ જીવની તથા પ્રકારની ભવ્યતા–અભવ્યતારૂપ,
યોગ્યતા-અયોગ્યતારૂપ દશાવિશેષ ઉપરથી આ જીવને ભવરોગ સુસાધ્ય સાધ્યા સાધ્ય છે? કે દુ:સાધ્ય છે? કે અસાધ્ય છે? તેને પ્રાકૃનિર્ણય (Prognosis) નિર્ણય થઈ શકે છે. જેમકે-(૧) રોગી ઉપર અજમાવવામાં આવેલ ઔષધિની
તાત્કાલિક ઘણી સુંદર અસર થાય તે જેમ રોગીને રોગ સુસાધ્ય છે એમ જણાય છે, તેમ સમ્યગદર્શનાદિ યથાયોગ્ય ઔષધિના પ્રયોગથી જે જીવના પર તાત્કાલિક પ્રશસ્ત આત્મપરિણામરૂપ–ભાવરૂપ ઘણી સુંદર અસર થાય છે, તે જીવ નિકટભવ્ય છે અને તેને ભવરોગ સુસાધ્ય છે, એમ નિશ્ચિત થાય છે. (૨) રોગી પર પ્રયોજેલ ઔષધિની લાંબા વખતે કંઈક અસર થાય તે જેમ આ રોગ દુ:સાધ્ય છે એમ ખાત્રી થાય છે, તેમ રત્નત્રયીરૂપ સઔષધના પ્રયોગથી જે જીવના પર ચિરકાળે શુભ ભાવરૂપ કંઈક સુંદર અસર થાય, તે તે જીવ દૂરભવ્ય છે, ને તેને ભવરગ દસાધ્ય (Difficult to cure) છે એમ સમજાય છે. (૩) રેગી પર ગમે તેટલા ઉત્તમ ઔષધોનો પ્રયોગ કરવામાં આવે છતાં અતિ અતિ ચિરકાળે પણ જેના પર કંઈ પણ અસર ઉપજતી નથી, દવાની કંઈ પણ “ટીકી' લાગતી નથી, “પત્થર પર પાણી ઢળ્યા જેવું થાય છે, ને રોગ ઉલટ વધતો જાય છે, તે રોગીનો રોગ જેમ અસાધ્ય કેટિમાં (Incurable) આવે છે; તેમ જે જીવ પર ગમે તેટલા ઉત્તમ દર્શનાદિ સદુઔષધની માત્રા અજમાવવામાં આવે, પણ ઘણા લાંબા વખતે પણ કંઈ પણ સભાવની ઉત્પત્તિરૂપ સુંદર અસર નીપજતી નથી, કંઈ પણ ગુણ ઉપજતો નથી, “ઘડે કરે ને કેરે ધાકડ” રહે છે, ને ઉલટી અભિમાનાદિ વિપરિણામરૂપ અસર થઈ રેગ ઉલટ વૃદ્ધિ પામે છે, તે જીવ અભવ્ય-અસાધ્ય કેટિને (Incurable) છે, અને તેને ભવરેગ અસાધ્ય છે એમ પ્રતીત થાય છે. આમ રેગીના ચિહ્ન ઉપરથી–દશાવિશેષ ઉપરથી જેમ રેગના ભાવિ પરિણામનું અનુમાન (Prognosis) અગાઉથી બંધાય છે, તેમ ભાવગીના ચિહ ઉપરથી-દશાવિશેષ ઉપરથી તેના ભવરગના પરિણામનું અનુમાન અગાઉથી કરી શકાય છે.
વળી રેગી–રેગીમાં પણ ફરક હોય છે કે સમજુ, કેઈ અણસમજુ હોય છે, કઈ બાલ, કેઈ વૃદ્ધ, ઈત્યાદિ પ્રકાર હોય છે. તેમ ભવરોગીમાં પણ તફાવત હોય છે,
કઈ સમજુ, કોઈ અણસમજુ, કઈ બાલ, કઈ વૃદ્ધ, ઈત્યાદિ પ્રકાર રેગીની હોય છે. કારણ કે ઉપર કહ્યા પ્રમાણે રોગના દુઃખમય સ્વરૂપને જે જાણે છે, વિવિધતા તે વિવેકી સુજ્ઞ રોગી જેમ બને તેમ જલદી રોગ નિમ્ળ થાય એમ