Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આદિ
સુક્તતત્વમીમાંસાઃ ભવગ અપ્રાકૃતિક વિકૃત અવસ્થા, ચિહ્નો
(૬૩૩) ધાતુઓની વિષમતાને આવિર્ભાવ છે, તેમ ભવરગ એ આત્માની સ્વભાવ-ધાતુની વિષમતાને આવિષ્કાર-પ્રકટ પ્રકાર છે. રોગને જેમ નિયત ચોક્કસ કારણુકલાપ હોય છે, તેમ ભવરોગને નિયત ચોક્કસ કારણકલાપ હોય છે. મલસંચય, દેષ પ્રકોપ, ધાતુવૈષમ્ય, પ્રકૃતિવિરુદ્ધ આચરણ, ભય, ઉદ્વેગ આદિ સ્વ-ગ્ય કારણથી જેમ રેગની ઉત્પત્તિ હોય છે, તેમ ભાવમલસંચયથી, રાગાદિ દોષપ્રકોપથી, સ્વભાવધાતુવૈષમ્યથી, આત્માની સહજ સ્વભાવસિદ્ધ પ્રકૃતિ વિરુદ્ધ આચરણથી-અધર્મથી, આત્મપરિણામની ચંચલતારૂપ ભયથી, સન્માર્ગ પ્રત્યે કંટાળારૂપ ઉદ્વેગથી,-ઇત્યાદિ સ્વયેગ્ય વિવિધ કારથી મહાભવરગ ઉપજે છે.
(૧) રોગથી જેમ અગ્નિમાંદ્ય થાય છે, અન્ન પ્રત્યે અરુચિ ઉપજે છે, ખાવાનું ભાવતું નથી, તેમ ભવરોગથી આત્મતેજની મંદતારૂપ અગ્નિમાંદ્ય ઉપજે છે, સન્માગરૂપ
પરમાન પ્રતિ અરુચિ-અભાવે આવે છે. રેગથી જેમ મેળ આવે છે, રોગચિહનો વમન થાય છે, તેમ ભવરગથી સવચન પ્રત્યે અણગમારૂપ મેળ અગ્નિમાંદ્ય આવે છે, ને સ્વરૂપવિસ્મરણરૂપ વમન થાય છે. રેગથી જેમ મલા
વર્ષોભ થાય છે, અથવા અજીર્ણ-વિસૂચિકા ઉપજે છે, તેમ ભવરોગથી
કમસંચયરૂપ ભાવમલને અવર્ણભ થાય છે, અથવા વિષયવિકારરૂપ અજીર્ણ-વિચિકા ઉપજે છે. (૨) રોગથી જેમ હૃદયમાં શૂલ ભેંકાય છે, તથા હાંફ ચઢે છે, તેમ ભવરગથી ઠેષરૂપ શૂળ આત્માને ભેંકાય છે, તથા સન્માર્ગ પ્રત્યે બેદરૂપ હાંફ ચઢે છે. (૩) રેગથી જેમ પ્રાણુ વધ થાય છે, શ્વાસેવાસ જોરથી ચાલે છે, ખાંસી આવે છે, કફ પડે છે, તેમ ભવરેગથી જ્ઞાનદશનરૂપ ભાવપ્રાણને અવરોધ થાય છે, જન્મ-મરણરૂપ શ્વાસોચ્છવાસ જોરથી ચાલે છે, કષાયરૂપ ખાંસી આવે છે, તે વિષયરૂપ કફ પડે છે. (૪) રેગથી જેમ શરીરને ક્ષય-ક્ષીણતા-ઘસારો લાગુ પડે છે, તેમ ભવરેગથી જ્ઞાનમય આત્મદેહને ક્ષય-ક્ષીણતા–ઘસારો લાગુ પડે છે. (૫) રોગથી જેમ શુદ્ધ રક્તાભિસરણ (circulation) બરાબર થતું નથી, શરીર પાંડુ-ફીકકું-નિસ્તેજ (anaemic) થઈ જાય છે, તેમ ભવરોગથી શુદ્ધ ચૈતન્યપ્રવાહરૂપ રક્તનું અભિસરણ (circulation ) બરાબર થતું નથી, આત્માને જ્ઞાનદેહ પાંડુ-ફીક્કો-નિસ્તેજ બની જાય છે. (૬) રેગથી જેમ શરીરના રુધિર-માંસાદિ ધાતુ સુકાઈ જાય છે ને શરીર અસ્થિમાત્રાવશેષ રહે છે, તેમ ભવરોગથી આત્માના જ્ઞાનદર્શનાદિ સ્વભાવરૂપ ધાતુ શેષાય છે ને અત્યંત મંદ ચૈતન્યચિહ્નરૂપ આત્મદેહ અવશેષ રહે છે.
(૭) રોગથી જેમ મગજનું ઠેકાણું રહેતું નથી. મગજનું કેદ્ર (centre) ખસી જાય છે, માણસ પિતે પિતાનું ભાન ભૂલી જાય છે, “ચક્રમ’ થઈને યદ્વાતા ફાવે તેમ
બકે છે, ને ત્રિદોષ સન્નિપાતને પામે છે; તેમ ભવરોગથી આત્માનું