Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મુક્ત તત્ત્વ મીમાંસા*
ત્યાં (નિર્વાણમાં) આ કે હોય છે ? તે કહે છે
व्याधिमुक्तः पुमान् लोके यादृशस्तादृशो ह्ययम् । नाभावो न च नो मुक्तो व्याधिना व्याधितो न च ॥१८७॥
વ્યાધિમુક્ત પુરુષ અહીં, જે-તે આ જ;
ન અભાવ ન વ્યાધિથી ના, મુક્ત-અવ્યાધિત નાજ. ૧૮૭ અર્થ –લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જેવો હોય છે, તે જ આ હોય છે. તે અભાવરૂપ નથી અને વ્યાધિથી મુક્ત નથી એમ નથી, અને તે અવ્યાધિત પણ નથી.
વિવેચન આ લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જે હોય છે, તે આ નિર્વાણ પામેલો મુક્ત પુરુષ હોય છે. (૧) તે અભાવરૂપ નથી, પણ બૂઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ઘટે છે એ તે સદ્ભાવરૂપ હોય છે. (૨) વળી તે વ્યાધિથી મુક્ત નથી થયે એમ નથી, પણ ભવ્યત્વના પરિક્ષયથી મુક્ત જ હોય છે. (૩) તેમજ તે અવ્યાધિત પણ નથી, વ્યાધિવાળો હેત એમ પણ નથી, કારણ કે પૂર્વે તથા પ્રકારે વ્યાધિને સદ્ભાવ તેને હતે.
કેઈ ચિરકાળને મહાગી છે. ઘણું ઘણું લાંબા વખતથી અતિ દુઃસાધ્ય વ્યાધિથી પીડાય છે. વિવિધ રંગવિકારોથી દુખાકુલ થઈ તે “ત્રાહિ મામ્ ' પોકારી
રહ્યો છે. તેના શરીરમાં ઉગ્ર જવર-તાવ ભરાયેલે છે. વાત-પિત્ત-કફ રેગીનું દૃષ્ટાંત એ દોષની વિષમતાથી તેને વિદેષ સન્નિપાત ઉપજ્યા છે. તેથી તે
કૃત્તિ:-ચાષિમુa –માધિથી મુક્ત, વ્યાધિ જેને પરિક્ષીણું છે તે, પુમાન-પુરુષ. ચાદરોયાદશ, જેવો હોય છે, તાદશ હાથમ–તેવો આ નિત-નિર્વાણપ્રાપ્ત હોય છે. નામાવો-અભાવ નથી, બૂઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ઘટે છે એ. ર ર નો મુeો વિના-અને વ્યાધિથી મુક્ત નથી થયા, એમ નથી અર્થાત મુક્ત જ છે-ભવ્યત્વના પરિક્ષયને લીધે. મથાપિતો ૧ - અને અવ્યાધિત પણ નથી, વ્યાધિવાળો હેત એમ પણ નથી– પૂર્વે તથાકાર તભાવને લીધે.
• આ સિદ્ધસ્વરૂપવિચાર વાસ્તવિક રીતે પરા દૃષ્ટિની વિકારૂપ જ છે. તે વિષયની વિશતાર્થે અત્ર અલગ અધિકારરૂપે મૂક્યો છે.