Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પર દષ્ટિ ! અહાર દૂષણવજિત જિનદેવ-સવજ્ઞ
(૬૧૭) અવિરતિ, (૧૩) વેદોદય (કામ), (૧૪) દાનાંતરાય (૧૫) મુનિજન વૃંદે લાભપંતરાય, (૧૬) વયતરાય, (૧૭) ભેગાંતરાય, (૧૮) ઉપગાયા ” ભેગાંતરાય,-એ અઢાર દૂષણથી રહિત આ જિન-વીતરાગ પરમાત્મા
હોય છે, કે જેના અનન્ય ગુણોનું સંકીત્તન મુનિજનવૃંદ ગાય છે, અને જે નિર્દૂષણ એવા પ્રભુ મનને રુચે એવા ગમે એવા છે. અને આ આવા પરમ નિર્દોષ ગુણમૂત્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપપરીક્ષા કરી, આ મનવિશ્રામી જિનવરના ગુણ જે ગાય છે, તે પણ આ દીનબંધુની મહેર નજરથી-કૃપા દષ્ટિથી આનંદઘનપદને પામે છે, અર્થાત્ તે પણ જિનેશ્વર તુલ્ય પરમાનંદમય સહજ આત્મસ્વરૂપ પદને પામે છે.
એહ અઢાર દૂષણ વરજિત તન, મુનિજન વંદે ગાયા; અવિરતિરૂપક દેષ નિરૂપણ, નિર્દૂષણ મન ભાયા હે....મલ્લિજિન ! ઈવિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે રે; દિનબંધુની મહેર નજરથી, આનંદઘનપદ પાવે રે હે.” – શ્રી આનંદઘનજી.
આમ આ ભગવાનના દેષ-આવરણની નિઃશેષ હાનિ-આત્યંતિક ક્ષીણતા હોય છે – સ્વહેતુઓથી જેમ બાહ્ય-અભ્યતર મલ ક્ષય થાય છે તેમ. ધાતુપાષાણને બાહ્યાભંતર
મલ જેમ પોતાના હેતુએ કરીને ક્ષય પામે છે, તેમ સમ્યગદર્શનાદિ દેષ-આવરણ સ્વહેતુઓ વડે કરીને ભગવાનના બાહ્યાભ્યતર મલને ક્ષય થયો હોય છે, ક્ષયઃ સર્વજ્ઞ એટલે મેહનીય ને અંતરાયરૂપ દોષ, તથા જ્ઞાનાવરણદર્શનાવરણરૂપ
આવરણને આત્યંતિક ક્ષય હોય છે. અને આમ પ્રતિબંધક એવા દોષ-આવરણને ક્ષય થતાં, ક્ષીણુદેષ એવા તે અવશ્ય સર્વજ્ઞ થાય છે, અર્થાત્ નિરાવરણ એવા કેવલજ્ઞાનને પામે છે, જેથી લેકાલેકના સર્વ ભાવને તે સાક્ષાત્ દેખે છે, સર્વ દ્રવ્યના સર્વ પર્યાય જાણે છે. (જુઓ પૃ. ૩૫૬, તથા પૃ. ૩૪૯ ફુટનટ.)
આ સર્વસિદ્ધિ વિષયમાં આ પ્રમાણે છે:–*સૂક્ષ્મ, અંતરિત ને દૂર પદાર્થો કોઈને પ્રત્યક્ષ હોય છે,–અનુમેયપણું છે માટે, અગ્નિ આદિની જેમ. અર્થાત્ સૂમ એટલે સ્વભાવથી વિપ્રકૃણ (વિખૂટા પડેલા), અંતરિત એટલે કાળથી વિપ્રકૃષ્ટ ને દૂર એટલે દેશથી વિપ્રકૃષ્ટ એવા પદાર્થો કેઈને પણ પ્રત્યક્ષ હોય છે, કારણ કે તે અનુમેય-અનુમાનગમ્ય છે, અથવા પ્રમેય છે. અને જે પ્રમેય છે તે કઈ પુરુષવિશેષને પ્રત્યક્ષ હોય છે, અથવા જે અનુમાનગમ્ય છે તે કેઈને પ્રત્યક્ષ હોય છે. જેમકે-અગ્નિ આદિ. વળી સર્વજ્ઞ
*" सूक्ष्मान्तरितदूरार्थाः प्रत्यक्षाः कस्यचिद्यथा ।
મેવતોડાવિપિતિ સર્વશસ્થિતિઃ
શ્રી આસમીમાંસા,