Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પર દષ્ટિ વિશેષવિજેતા “મહાદેવ'-૧૮ દોષ રહિત જિનદેવ
(૧૫) પૂજ્યપણું આપે છે, તે દેને આ ભગવાન જિને–વીતરાગે તે મૂલથી નિવાર્યા હોય છે, જડમૂળથી ઉખેડી નાંખ્યા હોય છે, જેમકે“સેવક કિમ અવગણીએ હે મલ્લિજિન ! એ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તે તેં મૂલ નિવારી. ”—શ્રી આનંદઘનજી.
અનાદિ એવું આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંત કાળના અજ્ઞાન આવરણના અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગે વ્હાર ખેંચી કાઢી પ્રકટ કર્યું.
અનાદિની સાથે સંલગ્ન થયેલી અજ્ઞાનદશાને રીસાવી તે જુઓ તે તુરીય અવસ્થા ખરા ! અને તે રીસાઈને ચાલી જતાં તેની કાણું પણ ન માંડી ! તેને આવી' માટે અફસેસ વીક પણ ન કર્યો ! આમ આ ભગવાને અજ્ઞાન દેષને
નિવૃત્ત કર્યો. નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજજાગ્રત એ ચાર દશામાંથી ચેથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી. અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આત્મપયોગમય સતત અત્યંત જાગ્રતિને પામ્યા; અને નિદ્રા સ્વપ્ન એ બે દશા રીસાણી જાણી તે ચાલવા માંડી, તે પણ આ સ્વસ્વરૂપના સ્વામીએ તેને મનાવી નહિ ! તે ચિરકાલની પ્રિયાનું મનામણું કર્યું નહિ ! આમ અત્યંત જાગ્રત-ઉજાગર એવી પરમ જ્ઞાનદશાને પામેલા ભગવાને નિદ્રા દેશની આત્યંતિક નિવૃત્તિ કરી.
જ્ઞાન રવરૂપ અનાદિ તમારૂં, તે લીધું તમે તાણ; જુએ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણ ન આણી. હે મણિજિન ! નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી નિદ્રા સુપન દેય દશા રીસાણી, જાણી ન નાથ માનવી... હે મણિજિન !” મિથ્યામતિ નામની જે કુલટા આ જીવ સાથે અનાદિથી જોડાયેલી હતી, સંલગ્ન હતી, તેને અપરાધ-દુષ્ટ દોષવાળી દુઃશીલ વ્યભિચારિણી જાણીને આ મહાત્માએ
આત્મગૃહમાંથી બહાર કાઢી મૂકી, અને સપરિવાર સમકિત સાથે સગાઈ સમકિત સાથે કીધી, ગાઢ સગપણ સંબંધ બાંધ્યું. આમ સમ્યગદર્શનને પામેલા સગાઈ કીધી” ભગવતે મહામિથ્યાત્વ દેષને-દર્શનમોહને ક્ષીણ કર્યો.
“સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી;
મિથ્યાતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી મલિજિન !”
હાસ્ય, અરતિ, રતિ, શોક, દુગચ્છા, ભય,-એ તુચ્છ કૃષિપંક્તિ જેવા, ઢીલા માટીના ઢેફાં જેવા દેષ તે બિચારા ક્યાંય કચરાઈ ગયા ! એ પામર મગતરાં જેવા
નેકષાય દેશે તે ભગવાન જ્યારે ક્ષપકશ્રેણીરૂપ ગજરાજ પર ચઢ્યા