SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ પર દષ્ટિ વિશેષવિજેતા “મહાદેવ'-૧૮ દોષ રહિત જિનદેવ (૧૫) પૂજ્યપણું આપે છે, તે દેને આ ભગવાન જિને–વીતરાગે તે મૂલથી નિવાર્યા હોય છે, જડમૂળથી ઉખેડી નાંખ્યા હોય છે, જેમકે“સેવક કિમ અવગણીએ હે મલ્લિજિન ! એ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તે તેં મૂલ નિવારી. ”—શ્રી આનંદઘનજી. અનાદિ એવું આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંત કાળના અજ્ઞાન આવરણના અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગે વ્હાર ખેંચી કાઢી પ્રકટ કર્યું. અનાદિની સાથે સંલગ્ન થયેલી અજ્ઞાનદશાને રીસાવી તે જુઓ તે તુરીય અવસ્થા ખરા ! અને તે રીસાઈને ચાલી જતાં તેની કાણું પણ ન માંડી ! તેને આવી' માટે અફસેસ વીક પણ ન કર્યો ! આમ આ ભગવાને અજ્ઞાન દેષને નિવૃત્ત કર્યો. નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજજાગ્રત એ ચાર દશામાંથી ચેથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી. અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આત્મપયોગમય સતત અત્યંત જાગ્રતિને પામ્યા; અને નિદ્રા સ્વપ્ન એ બે દશા રીસાણી જાણી તે ચાલવા માંડી, તે પણ આ સ્વસ્વરૂપના સ્વામીએ તેને મનાવી નહિ ! તે ચિરકાલની પ્રિયાનું મનામણું કર્યું નહિ ! આમ અત્યંત જાગ્રત-ઉજાગર એવી પરમ જ્ઞાનદશાને પામેલા ભગવાને નિદ્રા દેશની આત્યંતિક નિવૃત્તિ કરી. જ્ઞાન રવરૂપ અનાદિ તમારૂં, તે લીધું તમે તાણ; જુએ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણ ન આણી. હે મણિજિન ! નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી નિદ્રા સુપન દેય દશા રીસાણી, જાણી ન નાથ માનવી... હે મણિજિન !” મિથ્યામતિ નામની જે કુલટા આ જીવ સાથે અનાદિથી જોડાયેલી હતી, સંલગ્ન હતી, તેને અપરાધ-દુષ્ટ દોષવાળી દુઃશીલ વ્યભિચારિણી જાણીને આ મહાત્માએ આત્મગૃહમાંથી બહાર કાઢી મૂકી, અને સપરિવાર સમકિત સાથે સગાઈ સમકિત સાથે કીધી, ગાઢ સગપણ સંબંધ બાંધ્યું. આમ સમ્યગદર્શનને પામેલા સગાઈ કીધી” ભગવતે મહામિથ્યાત્વ દેષને-દર્શનમોહને ક્ષીણ કર્યો. “સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી; મિથ્યાતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી મલિજિન !” હાસ્ય, અરતિ, રતિ, શોક, દુગચ્છા, ભય,-એ તુચ્છ કૃષિપંક્તિ જેવા, ઢીલા માટીના ઢેફાં જેવા દેષ તે બિચારા ક્યાંય કચરાઈ ગયા ! એ પામર મગતરાં જેવા નેકષાય દેશે તે ભગવાન જ્યારે ક્ષપકશ્રેણીરૂપ ગજરાજ પર ચઢ્યા
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy