________________
(૧૪)
ચોગદદિસમુચ્ચય ક્ષીણ દોષ સર્વજ્ઞ તબ, સર્વ લબ્ધિ ફલવંત,
૫રમ પરાર્થે કરી પછી, લહે યેગને અંત ૧૮૫, અર્થ–પછી ક્ષીણ દેલવાળા, સર્વજ્ઞ, સર્વ લબ્ધિ ફલથી યુક્ત એવા તે પરમ પરાર્થનું સંપાદન કરી યોગના અંતને પામે છે.
વિવેચન
આમ જે ક્ષીણદોષ થયા છે એવા તે ત્યારે જ નિરાવરણ જ્ઞાનના ભાવે કરીને સર્વજ્ઞ હોય છે; અને સર્વ સુયની નિવૃત્તિ થકી સર્વ લબ્ધિફલથી યુક્ત એવા હોય છે. આવા સર્વલબ્ધિસંપન્ન સર્વજ્ઞ, ભવ્ય જનેની યોગ્યતા પ્રમાણે તેમને સમ્યક્ત્યાદિ પરમાર્થલાભ આપી, પરમ પરોપકાર કરે છે, અને પછી યોગના અંતને પામે છે.
જેના રાગાદિ સર્વ દોષ ક્ષીણ થાય છે તે વીતરાગ-જિન થાય છે, અને જે વીતરાગ થાય છે તે તત્ક્ષણ જ સર્વજ્ઞ હેય છે. આ નિયમ છે. સર્વ દે ત્રણ મુખ્ય દોષમાં
સમાય છેઝાગ દ્વેષ અને મહ. આ ત્રિદોષ” જેનામાંથી ગયા છે, ત્રિદોષ” તે સર્વ દોષથી મુક્ત એવા પરમ વીતરાગ હોય છે, કારણ કે આ વિજેતા મહાદેવ “ત્રિદોષથી જ જીવને “સન્નિપાત' લાગુ પડે છે, અર્થાત આત્માના
શુદ્ધ સત્ સ્વરૂપથી નિપાત-અધઃપતન હોય છે. પણ જ્યારે આ દેષ નષ્ટ થાય છે ત્યારે સત્ સ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાત હોતું નથી, પણ આત્માના સહજ સત સ્વરૂપમાં સંસ્થિતિ જ હોય છે. આત્મા સહજાભસ્વરૂપે સ્થિત થાય છે. આ જ પરમ વીતરાગ દશા છે, અને આ જ પરમ દિવ્ય એવું ખરેખરૂં “મહાદેવપણું” છે. એટલા જ માટે કહ્યું છે કે જેને સંકલેશ ઉપજાવનારે રાગ સદાયને માટે છે જ નહિ, અને શમરૂપી ઇંધન પ્રત્યે દાવાનલ જે પ્રાણ પ્રત્યે દ્વેષ પણ છે જ નહિં, અને સજ્ઞાનને આચ્છાદન કરનાર તથા અશુદ્ધ ચારિત્ર કરનારે મેહ પણ છે જ નહિં,–તે ત્રિકપ્રસિદ્ધ મહિમાવાળો “મહાદેવ' કહેવાય છે.” “ यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वदा । न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ॥ न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ॥"
–શ્રી હરિભદ્રાચાર્યજીત અષ્ટક અષ્ટાદશ દોષ રહિત શ્રીમદ્દ વિતરાગ જિનદેવ અથવા પ્રકારાંતરે, જેનામાંથી અઢાર દેષ ગયા છે, તે પરમ નિર્દોષમૂર્તિ વીતરાગ હોય છે. બીજાઓ જે દોષને અતિ આદર આપે છે, જે રાગાદિ દેષથી યુક્તમાં પણ