Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૬૦૮)
ગદષ્ટિસંમુશ્માં જાણે છે, પણ તેથી તે કાંઈ વિશ્વરૂપ બની જતો નથી. આ અંગે પરમ તત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ પરમ રહસ્યમય વચનામૃત પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છે
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ ત થઈ જાય છે, પણ ચંદ્ર કંઈ ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતું નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે કયારે પણ વિશ્વરૂપ થતું નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ બ્રાંતિ છે.”– શ્રીમદ્ રાજચંદ્ર. ૭૬૦ (૪૩૩),
“ય જ્ઞાન શું નવિ મિલે રે લાલ, જ્ઞાન ન જાયે તથ્થ રે;
પ્રાપ્ત અપ્રાપ્ત પ્રમેયને રે લાલ, જાણે જે જિમ જથ્થ રે.”—શ્રી દેવચંદ્રજી.
અને આમ શુદ્ધ સ્વભાવથી સ્વસ્થાને સ્થિત છતાં ચંદ્રને જેમ મેઘપટલ-વાદળાં આવરે છે, ઢાંકી છે, ને તેથી તેનું યથાર્થ દર્શન નથી થતું; તેમ શુદ્ધ સ્વભાવસ્થિત
આત્માને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ મેઘપટલ આવૃત કરે છે–ઢાંકી દે છે, જ્ઞાનવરણ- અને તેથી તેનું યથાસ્થિત દર્શન થતું નથી. તથાપિ મેઘપટલ ગમે મેઘ તેટલું ગાઢ હોય છતાં, જેમ ચંદ્રની કંઈ ને કંઈ છાયા દેખાયા વિના
રહેતી નથી, તેની કંઈ ને કંઈ ચંદ્રિકા વાદળને વીધીને બહાર નિકળ્યા વિના રહેતી નથી, “ચંદ્ર છુપે નહિં બાદલ છાયો'; તેમ કેવલજ્ઞાનસ્વરૂપ આત્મ-ચંદ્ર ગમે તેટલા ગાઢ કર્મપટલના આવરણથી આવૃત હોય, તો પણ તેની કોઈ ને કાંઈ ઝાંખી થયા વિના રહેતી નથી, તેની કંઈ ને કંઈ જ્ઞાન-જ્યોત્સના ડોકીઉં કરી ચૈતન્ય સ્વરૂપને
ખ્યાલ આપ્યા વિના રહેતી નથી. એટલા માટે જ અક્ષરના અનંતમાં ભાગ જેટલો કેવલજ્ઞાનનો ભાગ નિત્ય ઉઘાડે જ રહે છે એમ શાસ્ત્રમાં + કહ્યું છે. નહિ તે તે પણ જે અવાઈ જાય તે જીવ અજીવપણને પામી જાય. એટલે કેવલજ્ઞાનાવરણને લીધે જે કે જ્ઞાનને પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થતું નથી, તેપણ અંશપ્રકાશરૂપ મંદ પ્રકાશ તે સદાય અવશ્ય દશ્યમાન હોય જ છે. અને તે મંદ પ્રકાશનું કારણ પણ પ્રસ્તુત કેવલજ્ઞાનાવરણ જ છે. આમ કેવલજ્ઞાનાવરણરૂપ એક જ કારણને લીધે પૂર્ણ પ્રકાશરૂપ કેવલજ્ઞાન ઉપજતું નથી, અને મંદ પ્રકાશરૂપ છાવસ્થિક જ્ઞાન ઉપજે છે * સુવિ મેવમુદ્ર તિ માં વાળાં?? :-શ્રી નંદીસત્ર, ૪૨
આ મંદ પ્રકાશમાં પણ જે તરતમતા દેખાય છે, નાધિકતા દેખાય છે, ચિત્રx “सबजीवाणपि य णं अक्खरस्स अनन्ततमो भागो णिच्चुग्घाडिओ चिट्ठइ,
સો વિશ કરૂ વરિજ્ઞા તે વીવો નીવત્તળ પવઝા -શ્રી નંદીસુત્ર, ૪૨ * " अयं च स्वभावः केवलज्ञानावरणावृतस्य जीवस्य घनपटलच्छन्नस्य,
વેવિ મય%ારા રૂત્યુથ તત્ર દેતુ વરજ્ઞાનાવરણમેવ ” –શ્રી જ્ઞાનબિંદુ,