________________
(૬૬)
યોગદષ્ટિસમુચ્ચય “મહાભદ્ર જિનરાજ ! રાજરાજ વિરાજે છે આજ તમારડોજી; ક્ષાયિક વીર્ય અનંત, ધર્મ અગે તું સાહિબ વડે....
હું બલિહારી રે શ્રી જિનવર તણી રે. કર્તા ભક્તા ભાવ, કારક કારણ છે તે સ્વામી છતેજી; જ્ઞાનાનંદ પ્રધાન, સર્વ વસ્તુને હો ધમ પ્રકાશજી.હું બલિહારી સમ્યગદર્શન મિત્ત, સ્થિર નિદ્ધ રે અવિસંવાદિતાજી;
અવ્યાબાધ સમાષિ, કેશ અનધર રે નિજ આનંદતાજી.”—શ્રી દેવચંદ્રજી, કારણ કે આ આત્મસામ્રાજ્યના સ્વામી શ્રીમદ્દ ભગવાનમાં રાજરાજેશ્વરના સમ્રાટન સંપૂર્ણ લક્ષણ જોવામાં આવે છે. જેમકે–તેમનામાં અનંત એવું ક્ષાયિક વીય
પ્રગટયું છે, અને તેથી આત્મસ્વભાવરૂપ ધર્મના અભંગાણાએ કરીને શ્રી જિનરાજ એ “વડા સાહેબ” મોટામાં મોટા સાહેબ થયા છે. તે આત્મભાવના રાજરાજેશ્વર કત્ત–ભક્તા, કારક કારણ છે, એટલે તે છતા-પ્રગટ એવા સ્વસ્વરૂપના
- સ્વામી થયા છે. તેમને જ્ઞાનાનંદ નામનો પ્રધાન છે કે જે સર્વ વસ્તુને ધમ પ્રકાશે છે; અને સમ્યગદર્શન નામને મિત્ર છે કે જે સ્થિર એવી અવિસંવાદિતાને નિર્ધાર કરે છે, બધું બરાબર છે એની તકેદારી રાખે છે. તેમને અવ્યાબાધ સમાધિરૂપ નિજાનંદમય અવિનશ્વર કેશ છે, અખૂટ ખજાને છે. અસંખ્ય આત્મપ્રદેશરૂપ તેના દેશ છે કે જે પોતપોતાની રીતે ગુણસંપત્તિથી ભર્યા છે એમને ચારિત્રરૂપ અભંગ દુર્ગ છે, અજેય કિલ્લા છે, કે જે આત્મશક્તિથી પરપરભાવરૂપ શત્રુને જય કરવા સંચર્યા છે. ક્ષમાદિ ધર્મરૂપ તેમનું સૈન્ય છે. પરિણતિ પ્રભુત્વરૂપ-આત્મપરિણતિના સ્વામિત્વરૂપ તેમનું આકરૂં બલ છે આવા આ પ્રભુએ સકલ તત્વને પ્રગટભાવ સાદિઅનતી રીતે ધારણ કર્યો છે. દ્રવ્ય-ભાવ સર્વ શત્રુને નાશ કરીને આવા આ “સાહિબ” અવતર્યા છે, અને તે સહજ સ્વભાવ વિલાસના ભોગી, ઉપયોગી એવા જ્ઞાનગુણે ભર્યો છે.
દેશ અસંખ્ય પ્રદેશ, નિજ નિજ રીતે રે ગુણસંપત્તિ ભર્યાજી; ચારિત્ર દુગર અભંગ, આતમશક્ત હો પર જય સંચયજી....હું બલિહારી, ધર્મ ક્ષમાદિક સૈન્ય, પરિણતિ પ્રભુતા હે તુજ બલ આકરેજી; તત્ત્વ સકલ પ્રાભાવ, સાદિ અનંતી જે રીતે પ્રભુ ધર્યો છે. બલિહારી, દ્રવ્યભાવ અરિ લેશ, સકલ નિવારી રે સાહિબ અવતર્યોજી; સહજ સ્વભાવ વિલાસ, ભોગી ઉપયોગી રે જ્ઞાનગુણે ભજી.”—શ્રી દેવચંદ્રજી
સિંહાવલોકન નીતિથી અધિકૃત વસ્તુના નિર્ધારણાર્થે કહે છે –