Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ગદષ્ટિસમુચ્ચય
શ્રેણીની પરિસમાપ્તિ વેળાયે વિખેરાઈ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમયોગે કરીને તે શ્રીમાનું જ્ઞાન કેવલી-સર્વજ્ઞ થાય છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર “ઘાતિકર્મ” કહેવાય છે. તે આત્માના મૂળ સ્વભાવભૂત ગુણની વાત કરે છે, માટે “ઘાતિ”—ઘાત
કરનારા છે. જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનસ્વભાવગુણને આવૃત ઘાતિકર્મ–અન્ન કરી તેની ઘાત કરે છે. દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન ગુણને
આવરી તેની ઘાત કરે છે. મેહનીય કર્મ આત્માના પરમ નિશ્ચયસ્વરૂપ સમ્યકત્વ ગુણને તથા જ્ઞાનદર્શન સ્વભાવમાં સ્થિતિરૂપ ચારિત્ર ગુણને હણે છે, ઘાત કરે છે. અંતરાય કમ આત્માના અનંત વીર્ય ગુણને હણે છે, ઘાત કરે છે. આમ આત્માના સ્વભાવભૂત મૂળ ગુણની ઘાત કરતા હોવાથી આ ચારેય કર્મોને “ઘાતિકર્મ એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે.
આકૃતિ: ૧૪
/જ્ઞાન-દ્રિકા
આત્મા
ધર્મસંચાલ ચગ-વાયુ
ઘાતિકર્મ–મેઘપટલ " तत्र धातीनि चत्वारि कर्माण्यन्वर्थसंज्ञया ।।
પાતત્વાર્ ગુણાના હિ નીવઐતિ વાસ્થતિઃ II –શ્રી પંચાધ્યાયી. આ ચાર ઘાતિકર્મમાં પણ મેહનીય કર્મ સર્વથી વધારે બળવાન છે. તે કર્મને રાજા કહેવાય છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિ બીજાં કર્મો જ્યારે આત્માના તે તે ગુણોને
આવરણ માત્ર કરે છે, ત્યારે આ મેહનીય કર્મ તે આત્માના તે તે મેહનીયઃ ગુણને વિપરીત સ્વાદવાળે બનાવી દે છે. દર્શન મેહનીય આત્માના કમેન રાજા સમ્યગૂ નિશ્ચય-શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ ગુણને વિપરીત-મિથ્યા શ્રદ્ધાનરૂપ