Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પર દષ્ટિ: ધર્મસંન્યાસવિનિયોગથી મુનિ-રાવણિ; કૃતકૃત્ય
(૬૦૩) તસ વિનિયેગે તે અહીં, કૃતકૃત્ય જ્યમ થાય; ધર્મ સંન્યાસ વિગથી, તેમ મહામુનિરાય. ૧૮૧
અર્થ -તે રત્નના વિનિયોગથી અહીં જેમ તે મહાત્મા કૃતકૃત્ય થાય છે, તેમ આ મહામુનિ ધર્મસંન્યાસના વિનિયેગથી કૃતકૃત્ય થાય છે.
વિવેચન “તાસ નિયોગે કરણ અપૂર્વ, લહે મુનિ કેવલ ગેજી.”—. સક્ઝા. ૮, ૨,
તે રનના વિનિયોગથી જેમ અહીં લેકમાં કઈ મહાત્મા-રત્નાવણિક કૃતકૃત્ય થાય છે, તેમ આ દષ્ટિવાળો યેગી મહામુનિ ધર્મસંન્યાસના વિનિયેગથકી કૃતકૃત્ય થાય છે.
રત્નપરીક્ષા કરી જાણનારે રત્નાવણિ ચેકસી, ઝવેરી શુદ્ધ દૃષ્ટિથી જ્યારે રત્નને યથેચ્છ વ્યાપાર કરે, ત્યારે જ તે કૃતકૃત્ય થયો કહેવાય છે. કારણ કે રત્ન પરીક્ષા સંબંધી
ગમે તેટલું જાણપણું હોય, પણ જ્યાં સુધી વ્યવહારમાં–વ્યાપારવિનિમયમાં રત્નાવણિફનું તેને પ્રયોગ ન કરવામાં આવ્યું હોય, ત્યાં સુધી તેનું સાર્થકપણું– દૃષ્ટાંત કૃતાર્થપણું થયું કેમ કહેવાય ? પણ રત્નના કયવિક્રયમાં, લેવડદેવડમાં
ઉપયોગી થાય તેની ખાતર જ જે રત્નપરીક્ષાનું જ્ઞાન અનિવાર્યપણે આવશ્યક હતું, તે જ્ઞાનને વ્યાપારમાં જ્યારે વિનિયેગ (Practical application) કરવામાં આવે, ને તેને યથેચ્છ લાભ ઉઠાવવામાં આવે, ત્યારે જ તેનું કૃતકૃત્યપણું ગણાય, ત્યારે જ તેનું કામ થયું કહેવાય.
તે જ પ્રકારે આ દૃષ્ટિવાળે યેગી મહામુનિ અહીં ધર્મસંન્યાસના વિનિયોગથી, અર્થાત્ શુદ્ધ દૃષ્ટિથી તાવિક આચરણરૂપ વિશિષ્ટ પ્રયોગથી–ધર્મવ્યાપારરૂપ પ્રજનથી
કૃતકૃત્ય થાય છે, કારણ કે ધર્મસંન્યાસ સંબંધી ગમે તેટલું જાણપણું હોય, ધર્મસંન્યાસ ગમે તેટલી તાલીમ લીધી હોય, પણ જ્યાં સુધી હજુ તેને નિશ્ચયશુદ્ધ વિનિયોગ વ્યવહારમાં તાત્વિકપણે ઉપગ ન કરવામાં આવ્યું હોય, ત્યાં સુધી
પરમાર્થથી તેનું સાર્થકપણું થયું કેમ કહેવાય ? પણ પ્રસ્તુત ધર્મસંન્યાસની યેગ્યતા પ્રાપ્ત થાય તે ખાતર જ જે અત્યારસુધીની જ્ઞાન-દર્શન–ચારિત્રની અખંડ આરાધનારૂપ તાલીમ અત્યંત આવશ્યક હતી, તેને હવે અહીં તારિક ધર્મસંન્યાસપણે વ્યવહારૂ પ્રયોગ કરવામાં આવે છે, અને તજજન્ય પરમ આત્મલાભ ઊઠાવવામાં આવે છે. એટલે અહીં આ દૃષ્ટિમાં જ ધર્મસંન્યાસના વિનિયોગથી (Practice) કૃતકૃત્યપણું હોય છે. અર્થાત્ અત્રે જ શુદ્ધ રત્નત્રયીને વ્યાપાર કરનારે મહામુનિરૂપ રત્નાવણિક ધર્મસંન્યાસ યોગરૂપ રત્નવાણિજ્ય વડે, યથેચ્છ આત્મલાભરૂપ ન મેળવી કૃતકૃત્ય થઈ જાય છે, અહીં જ તેને બેડો પાર થઈ જાય છે, અહીં જ તેનું આત્મસિદ્ધિનું કામ થઈ