Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પર હવા નિકલ શ, સવરૂપગુસ’ અમૃતપાન
(પ૯૩) સ્વરૂપગુપ્તનું જીવન્મુક્તદશારૂપ પરમ અમૃત સમા સહજ સમાધિ સુખનો સાક્ષાત્ અમૃતપાન અનુભવ કરે છે. એ પ્રમાણે તાવિકશિરોમણિ શ્રી અમૃતચંદ્રા
ચાર્યજીએ શ્રી સમયસાર કલશમાં પરમ આત્મભાવના ઉલ્લાસમાં લલકાયું છેઃ
“य एव मुक्त्वा नयपक्षपात, स्वरूपगुप्ता निवसन्ति नित्यम् । विकल्पजालच्युतशास्तचित्तास्त एव साक्षादमृतं पिबन्ति ॥"
આવી પરમ આત્મસમાધિ જ્યાં પ્રગટે છે, એવી આ આઠમી દષ્ટિમાં આગ નામના આઠમા ચિત્તદોષને સર્વથા ત્યાગ હોય છે. અમુક એક જ ગક્રિયાના સ્થાનમાં
રંગ લાગવાથી, તે સ્થાનમાં જ–તે જ ક્રિયામાં આસક્તિ થઈ જવી આસંગ તે આસંગદોષ છે. જે ક્રિયા કરતું હોય, તેમાં “ઈદમેવ સુંદર' આ જ દેષયાગ સુંદર છે–રૂડું છે-ભલું છે, એ જે રંગ લાગવો, આસક્ત ભાવ થે,
તેમાં જ ગુંદરીયા થઈને ચેટયા રહેવું, તે આસંગ અર્થાત્ આસક્તિ છે. કારણ કે એમ એક જ સ્થાને જીવ જે આસક્ત થઈને એંટી રહે-મંડયો રહે, તે પછી ત્યાં જ ગુણસ્થાને સ્થિતિ રહે, આગળ ન વધે, પ્રગતિ (Progress, Advancement) ન થાય, આગળનું ગુણસ્થાન ને સ્પર્શીય, અને તેથી પરમાર્થરૂપ સફળ–મોક્ષફલ ન મળે. (જુઓ પૃ. ૮૬).
ચંદન ગંધ સમાન ક્ષમા ઈહાં, વાસકને ન ગવેજી; આસંગે વરજિત વળી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેછે. ”—. સઝા૦.૮-૨
અથવા પર દ્રવ્ય તથા પરભાવના પ્રસંગમાં આસક્તિ ઉપજવી તે આસંગ છે. આ દષ્ટિવંત વીતરાગ મહાયોગીની પરદ્રવ્ય-પરભાવના પરમાણુ પ્રત્યે પણ લેશમાત્ર આસક્તિ હેતી નથી, સ્વપ્નાંતરે પણ સમય માત્ર પણ તે પ્રત્યે આત્મભાવ ઉપજતો નથી; કારણ કે એક શુદ્ધ આત્મા સિવાય પરમાણુ માત્ર પણ હારૂં નથી, એવી અખંડ આત્મભાવના તે ભાવે છે. આવા પરમ ભાવિતાત્માને પરભાવ પ્રત્યે આસક્તિ કેમ હોય ? અરે ! અન્યત્ર આસંગ તે દૂર રહ્યો, પણ ઉપરમાં કહ્યું તેમ યોગ-સમાધિ ક્રિયામાં પણ તેને આસંગ હેતે નથી! અને તેથી કરીને જ ઉત્તરોત્તર સમાધિ પ્રકર્વને પામતે આ યોગીશ્વર ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાનની પ્રાપ્તિ કરતે આગળ વધે છે; એક જ સ્થાને પડયો રહેતો નથી, પણ સમયે સમયે અનંત સંયમ વર્ધમાન કરતે રહી તે ઝપાટાબંધ ગુણસ્થાન શ્રેણીએ ચઢતે ચઢતે ઉત્કૃષ્ટ આત્મસમાધિ દશાને પામે છે.
“અનુક્રમે સંયમ સ્પશતેજી, પામ્ય ક્ષાયિક ભાવ; સંયમ શ્રેણી કુલડેજ, પૂજે પદ નિષ્પાવ.”—શ્રી યશોવિજયજી