________________
(૫૯૨)
ગદરિસરુચ્ચય એટલે એને પરમ શુદ્ધ અદ્વૈત ભાવે કેવળ એક આત્મસ્વરૂપમાં જ સ્થિતિરૂપ સહજ નિઃપ્રયાસ રમણતા વર્તે છે. આમ આ દષ્ટિ સમાધિમાં નિષ્ઠાને-અંતિમ આત્યંતિક સ્થિતિને પામે છે, એટલે જ એને અત્રે “સમાધિનિષ્ઠ કહી છે.
શુદ્ધ નિ:પ્રયાસ નિજ ભાવ ભોગી યદા, આત્મ ક્ષેત્રે નહિ અને રક્ષણ તદા; એક અસહાય નિઃસંગ નિદ્રઢતા, શક્તિ ઉત્સગની હોય સહુ વ્યક્તતા.”–શ્રી દેવચંદ્રજી.
આ પરમ સદ્ધયાનરૂપ આત્મસમાધિ નિવિકલ્પ જ હોય છે, કારણ કે અત્રે ઉપર કહ્યા પ્રમાણે બધ પણ ચંદ્ર જેવો નિર્મલ તથા નિર્વિકલ્પ હોય છે. એટલે એમાં ક્યારેય
પણ કોઈ પણ પ્રકારને કેઈ પણ વિકલ્પ ઊઠવાનો સર્વથા અસંભવ જ નિર્વિકલ્પ દશા છે. આમ અત્રે નિર્વિકપ અખંડ આત્મસમાધિ હોય છે, એટલે
ધ્યાતા ધ્યાન ને ધ્યેય એ ત્રણને ભેદ પણ મટી જાય છે, જ્ઞાતા, રેય ને જ્ઞાનની ત્રિપુટી પણ લય પામે છે, જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે. અત્ર સમસ્ત દ્વૈતભાવ અસ્ત પામી જાય છે, ને એક શુદ્ધ આત્મા સ્વભાવસમવસ્થિત રહે છે, શુદ્ધ જ્ઞાન-દર્શનમય આત્મસ્વભાવમાં નિયત ચરિતવંતચરણવંત વર્તે છે, સ્વસ્વભાવમાં વિકસે છે.
“નિર્વિકલ્પ સુસમાધિમેં હૈ, ત્રિગુણ ભયે હે અભેદ.” “ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે, પર પરિણતિ વિચ્છેદે રે;
ધ્યાતા સાધક ભાવ ઉચ્છેદે, ધ્યેય સિદ્ધતા વેદે રે....પ્રભુ અંતરજામી ! –શ્રી દેવચંદ્રજી. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે તે તે આત્મારૂપ...મૂળ મારગ. તેહ મારગ જિનને પામિયે રે, કિવા પામ્યા તે નિજસ્વરૂપ...મૂળ.”–શ્રીમદ્ રાજચંદ્રજી.
આ પરમ ગીદ્ર આવી નિર્વિકલ્પ દશા આવા અખંડ આત્મધ્યાનથી પામે છે –
“સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચિતન્ય સ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં. ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ ? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિર્વિકલ્પ છG. નિજ સ્વરૂપમય ઉપયોગ કરૂં છG. તન્મય થાઉં છઉં. શાંતિઃ શાંતિઃ શાંતિઃ”
શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૭૬૦. (૮૩૩) આમ વિકલ્પજાલથી ચુત થઈ શાંત ચિત્તવાળા જે ગીશ્વરે નયપક્ષપાત છેડી, નિત્ય સ્વરૂપગુપ્ત થઈને નિવસે છે, તેઓ જ સાક્ષાત્ અમૃત પીએ છે. અર્થાત્ જેઓ
નિર્વિકલ્પ એવું શુદ્ધ-શુકલ આત્મધ્યાન ધ્યાવે છે, તેઓ જ પરમ