Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૫૬)
ગદષ્ટિભ્રમુચ્ચય યોગસાધના માટે જે જે આચાર આવશ્યક હતા, અવશ્ય કરવા યોગ્ય નિરાચાર પદ હતા, તે હવે અત્રે સંપૂર્ણ યોગસિદ્ધિ સાંપડતાં નિરુપયોગી બની જાય એહમાં યોગી' છે, નિષ્પોજન થાય છે. પૂર્વે પ્રારંભિક સાધકને જે પ્રતિક્રમાદિ
સાધન ગભૂમિકા પર ચઢવા માટે ઉપકારી હતા, તે હવે ગારૂઢ એવી સમાધિદશા પામ્યા પછી યોગસિદ્ધ પુરુષને અકિંચિત્કર-નકામા થઈ પડે છે. ગારંભ દશામાં જે પ્રતિક્રમણાદિ આવશ્યક આચાર અમૃતકુંભરૂપ હોય છે, તે જ સાધનને જે નિષ્પન્ન-સિદ્ધ યોગદશામાં પણ વળગી રહેવામાં આવે છે તે વિષકુંભરૂપ થઈ પડે છે; કારણ કે અખંડ આત્મસમાધિરૂપ આત્મસ્થિતિમાં તે તે ક્રિયા ઉલટો વિક્ષેપ પાડે છે પ્રતિક્રમણાદિ ક્રિયા કરવાનો હેતુ અનુક્રમે આત્મસમાધિદશા પામવાને છે, તે હેતુ સિદ્ધ થઈ ગયા પછી તે તે સાધનનું કોઈ પ્રયોજન રહેતું નથી.
અત્રે શંકા થવી સંભવે છે કે-“આ શુદ્ધ આત્મ ઉપાસનથી શું ? કારણ કે પ્રતિક્રમાદિથી જ આત્મા નિરપરાધ થાય છે. અપ્રતિક્રમણાદિ સાપરાધને–અપરાધીને
અપરાધ દૂર નહિ કરનાર હોવાથી વિષકુંભરૂપ છે, અને પ્રતિક્રમણાદિ પ્રતિકમણુદિ અપરાધ દૂર કરવાપણાથી અમૃતકુંભ છે. તેનું સમાધાન-પ્રતિક્રમણાદિ વિષકુંભ કેમ? અપ્રતિક્રમણદિના ત્રણ પ્રકાર છે –(૧) અજ્ઞાની જનનું જે અપ્રતિ
ક્રમશુદિ છે તે તે સાક્ષાત્ વિષકુંભ જ છે. કારણ કે તેમાં તે શુદ્ધ આત્મસિદ્ધિને અભાવ જ છે, એટલે એ સ્વયં અપરાધરૂપ જ છે, (૧) (૪) બીજુ જે દ્રવ્ય પ્રતિક્રમણાદિ શુદ્ધ આત્મસિદ્ધિરૂપ ત્રીજી ભૂમિકાના લક્ષ્ય વિનાનું હોય, તે પણ વિષકુંભ જ થઈ પડે છે, કારણ કે તે આત્માર્થરૂપ સ્વકાર્ય સાધતું નથી, અને માનાર્થ આદિપ વિપરીત કાર્ય સાધે છે, એટલે આત્માને વિષરૂપે જ ઝેરરૂપે જ પરિણમે છે. (૫) પણ તે દ્રવ્ય પ્રતિક્રમણાદિ જે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ તૃતીય ભૂમિકાના લક્ષ્યવાળું હોય, આત્મસિદ્ધિને લક્ષ્ય રાખીને કરવામાં આવતું હોય, તે વ્યવહારથી તે અમૃતકુંભરૂપ હોય છે, અર્થાત આત્માને અમૃતરૂપે પરિણમવાનું કારણ થાય છે. (૩) ત્રીજુ જ્ઞાનીજનનું જે તૃતીય ભૂમિકારૂપ–શુદ્ધ આત્મસિદ્ધિરૂપ અપ્રતિક્રમણાદિ છે, તે તે સાક્ષાત્ સ્વયં અમૃતકુંભ છે, અર્થાત્ આત્માને સાક્ષાત અમૃતરૂપે પરિણમે છે. એટલે શુદ્ધ આત્મસિદ્ધિસંપન્ન આવા ગારૂઢ જ્ઞાનીની અપેક્ષાએ તેઓને દ્રવ્ય પ્રતિક્રમણાદિ વિષકુંભ છે, અને અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ છે *(સરખા-વિષ, અમૃત આદિ અનુષ્ઠાન સ્વરૂપ).
•" पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य । जिंदा गरहा सोही अट्ठविहो होइ विसकुंभो ॥ अपडिकमण अप्पडिसरणं अप्परिहारो अधारणा चेव ।
अणियत्ती व अणिंदा गरहा सोही अमयकुंभो ॥" (જુઓ ) સમયસાર ગા. ૩૦૧-૩૦૭ અને અમૃતચંદ્રાચાર્યજીની પરમ અદ્દભુત ટીકા,