SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ પર હવા નિકલ શ, સવરૂપગુસ’ અમૃતપાન (પ૯૩) સ્વરૂપગુપ્તનું જીવન્મુક્તદશારૂપ પરમ અમૃત સમા સહજ સમાધિ સુખનો સાક્ષાત્ અમૃતપાન અનુભવ કરે છે. એ પ્રમાણે તાવિકશિરોમણિ શ્રી અમૃતચંદ્રા ચાર્યજીએ શ્રી સમયસાર કલશમાં પરમ આત્મભાવના ઉલ્લાસમાં લલકાયું છેઃ “य एव मुक्त्वा नयपक्षपात, स्वरूपगुप्ता निवसन्ति नित्यम् । विकल्पजालच्युतशास्तचित्तास्त एव साक्षादमृतं पिबन्ति ॥" આવી પરમ આત્મસમાધિ જ્યાં પ્રગટે છે, એવી આ આઠમી દષ્ટિમાં આગ નામના આઠમા ચિત્તદોષને સર્વથા ત્યાગ હોય છે. અમુક એક જ ગક્રિયાના સ્થાનમાં રંગ લાગવાથી, તે સ્થાનમાં જ–તે જ ક્રિયામાં આસક્તિ થઈ જવી આસંગ તે આસંગદોષ છે. જે ક્રિયા કરતું હોય, તેમાં “ઈદમેવ સુંદર' આ જ દેષયાગ સુંદર છે–રૂડું છે-ભલું છે, એ જે રંગ લાગવો, આસક્ત ભાવ થે, તેમાં જ ગુંદરીયા થઈને ચેટયા રહેવું, તે આસંગ અર્થાત્ આસક્તિ છે. કારણ કે એમ એક જ સ્થાને જીવ જે આસક્ત થઈને એંટી રહે-મંડયો રહે, તે પછી ત્યાં જ ગુણસ્થાને સ્થિતિ રહે, આગળ ન વધે, પ્રગતિ (Progress, Advancement) ન થાય, આગળનું ગુણસ્થાન ને સ્પર્શીય, અને તેથી પરમાર્થરૂપ સફળ–મોક્ષફલ ન મળે. (જુઓ પૃ. ૮૬). ચંદન ગંધ સમાન ક્ષમા ઈહાં, વાસકને ન ગવેજી; આસંગે વરજિત વળી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેછે. ”—. સઝા૦.૮-૨ અથવા પર દ્રવ્ય તથા પરભાવના પ્રસંગમાં આસક્તિ ઉપજવી તે આસંગ છે. આ દષ્ટિવંત વીતરાગ મહાયોગીની પરદ્રવ્ય-પરભાવના પરમાણુ પ્રત્યે પણ લેશમાત્ર આસક્તિ હેતી નથી, સ્વપ્નાંતરે પણ સમય માત્ર પણ તે પ્રત્યે આત્મભાવ ઉપજતો નથી; કારણ કે એક શુદ્ધ આત્મા સિવાય પરમાણુ માત્ર પણ હારૂં નથી, એવી અખંડ આત્મભાવના તે ભાવે છે. આવા પરમ ભાવિતાત્માને પરભાવ પ્રત્યે આસક્તિ કેમ હોય ? અરે ! અન્યત્ર આસંગ તે દૂર રહ્યો, પણ ઉપરમાં કહ્યું તેમ યોગ-સમાધિ ક્રિયામાં પણ તેને આસંગ હેતે નથી! અને તેથી કરીને જ ઉત્તરોત્તર સમાધિ પ્રકર્વને પામતે આ યોગીશ્વર ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાનની પ્રાપ્તિ કરતે આગળ વધે છે; એક જ સ્થાને પડયો રહેતો નથી, પણ સમયે સમયે અનંત સંયમ વર્ધમાન કરતે રહી તે ઝપાટાબંધ ગુણસ્થાન શ્રેણીએ ચઢતે ચઢતે ઉત્કૃષ્ટ આત્મસમાધિ દશાને પામે છે. “અનુક્રમે સંયમ સ્પશતેજી, પામ્ય ક્ષાયિક ભાવ; સંયમ શ્રેણી કુલડેજ, પૂજે પદ નિષ્પાવ.”—શ્રી યશોવિજયજી
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy