Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૪૪)
વાગદરિપુરાથ આમ સદાશયવાળે તે મુમુક્ષુ તવશ્રવણમાં તત્પર બની પ્રાણ કરતાં પણ પરમ એવા ધર્મને બલાત્કારે જ ભજે છે. જેમ ખારું પાણી છોડી મીઠા પાણીના ગથી બીજ ઊગી નીકળે છે, તેમ તત્વકૃતિથી નરને ગબીજ ઊગી નીકળે છે–પ્રરેહ પામે છે, અહીં સર્વ સંસારગ છે તે ખારા પાણી બરાબર છે, અને તત્ત્વશ્રુતિ તે મધુર જલના જોગ સમાન છે. જેથી કરીને આ તસ્વકૃતિથી મનુષ્યને સર્વ કલ્યાણ સાંપડે છે, કે જે ગુરુભક્તિના સુખથી યુક્ત અને બન્ને લેકમાં હિતાવહ એવું હોય છે. આ ગુરુભક્તિના પ્રભાવથી તીર્થંકરદર્શન કર્યું છે, કે જે સમાપત્તિ આદિ ભેદથી નિર્વાણનું એક કારણ છે.
“તત્ત્વશ્રવણ મધુદકેરુ, ઈહાં હેય બીજ પ્રહ;
ખાર ઉદક સમ ભવ ત્યજી, ગુરુ ભક્તિ અદ્રોહ.મનમોહન” છતાં અત્રે સૂક્ષ્મ બંધનો નિષેધ કહ્યો તેનું કારણ એ છે કે સમક્તિ વિના તે બેધ હોતે નથી. તે બેય વેદ્યસંવેદ્ય પદ થકી હોય છે, તે અવેદ્યસંવેદ્ય પદમાં
જેવામાં આવતું નથી. વેદ્ય એટલે બંધ–મેક્ષહેતુરૂપ વેદનીય વસ્તુ, તે વેધસવેદ્ય ૫દ જ્યાં સદાય છે તે વેવસંવેદ્ય પદ છે, તેથી કરીને સમ્યફ હેતુ આદિ
ભેદથી વિદ્ધસમાજમાં જે તત્વનિર્ણય થાય છે તે સૂફમબેધ કહેવાય છે. તે સૂક્ષમધ હજુ આ દષ્ટિમાં હોતું નથી, કારણ કે અહીં પહેલી ચાર દષ્ટિમાં અવેદ્યસંવેદ્ય પદ પ્રબળ હોય છે ને વેદ્યસંવેદ્ય પદ પંખીની છાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું પડછાયારૂપ-તદાભાસરૂપ અતાત્વિક હોય છે. અને અવેદ્યસંવેદ્ય પદ જે છે તે તે પરમાર્થથી અપદ જ છે, યોગીઓનું પદ તે વેધસંવેદ્ય પદ જ છે. કારણ કે સ્ત્રી આદિ વેધનું જ્યાં સમ્યફ સંવેદન તથા પ્રકારની આગમથી વિશુદ્ધ એવી નિર્મલ અપ્રવૃત્તિ બુદ્ધિથી થાય છે, એવું તે પદ સમ્યફ સ્થિતિવાળું હોઈ તે “પદ” નામને બરાબર યેગ્ય છે. આવું આ વેધસંવેદ્ય પદ ભિન્નથિ, દેશવિરતિ આદિ લક્ષણવાળું છે. આ નૈૠયિક વેધસંવેદ્ય ૫દ ક્ષાયિક સમ્યગદષ્ટિને જ હોય છે. અને તેના મહાપ્રભાવને લીધે, કર્મના અપરાધવશે કરીને પણ જે કવચિત્ પાપમાં પ્રવૃત્તિ થઈ જાય તે તે તપેલેહપદન્યાસ જેવી હોય, અર્થાત્ તપેલા લેઢા પર પગ મૂક્તાં જેમ તરત પાછો ખેંચાઈ જાય છે, તેમ આ સમ્યગદષ્ટિને પણ પાપ કરતાં તરત આંચકો લાગે છે, તેમાં ઝાઝી સ્થિતિ નથી, અને આ પાપ પ્રવૃત્તિ પણ છેલ્લી જ હોય છે. કારણ કે નિશ્ચય સમ્યગ્દષ્ટિ પુરુષને શ્રેણિક મહારાજની જેમ પુનઃ દુર્ગતિને યોગ હેત નથી.
તે પદ ગ્રંથિ વિભેદથી, છેલ્લી પા૫ પ્રવૃત્તિ,
તપ્ત લેહપદ ધૃતિ સમીજી, તિહાં હોય અંત નિવૃત્તિ.....મનમોહન” - તેનાથી વિપરીત તે અવેધસંવેદ્ય પદ છે. અને વા જેવું અભેદ્ય તે પદ ભવાભિનંદી જીવને હોય છે. આ ભવાભિનંદી ક્ષુદ્ર, લોભી, દીન, મત્સરવત, ભાયાકલ, સડ,