Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કલા દષ્ટિક તત્વમતિપત્તિ-મસારયાન સુખ અનુભવ
(૫૬૭) શુદ્ધ સ્વરૂપમણુતારૂપ ચારિત્રને જે ભંગ થાય તે જ રોગ છે. આ બનને વ્યાખ્યાન તાત્પર્યાથે એક જ છે. આમ શુદ્ધ આત્મપરિણતિના લંગરૂપ અથવા પર પરિણતિમાં ગમનરૂપ રોગને અત્ર નાશ થાય છે.-એટલે પરપરિણતિમાં ગમન થતું નથી અને આત્મપરિણતિમાં જ રમણ થાય છે.–આ “પ્રભા” દષ્ટિમાં સ્થિતિ કરતે મહાગી પરભાવને પરિહરી નિરંતર શુદ્ધ આત્મપરિણતિને જ ભજ્યા કરે છે, શુદ્ધ સહજાન્મસ્વરૂપી શુદ્ધ આત્મદેવને અવલંબતાં પરભાવને પરિહરે છે, અને આત્મધર્મમાં રમણ અનુભવતાં આત્મભાવને પ્રગટાવે છે. આવી ઉચ્ચ આત્મદશાના સ્વાનુભવનું તાદશ્ય આલેખન આ રહ્યું –
એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. ” “અત્રે આત્માકારતા વતે છે.” ઈત્યાદિ. (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર.
તત્ત્વમતિપત્તિ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ.”– શ્રીમદ્ રાજચંદ્રજી.
છઠ્ઠી દૃષ્ટિમાં મીમાંસા'-સૂક્ષમ તત્વવિચારણા નામને ગુણ પ્રગટયા પછી તેના સ્વાભાવિક પરિણામરૂપે સાતમી દૃષ્ટિમાં તત્ત્વમતિપત્તિ નામના ગુણને અવિર્ભાવ થાય છે. તત્ત્વમતિપત્તિ એટલે યથાસ્થિત-જેમ છે તેમ આત્મતત્ત્વને અનુભવ. “શુદ્ધાતમ અનુભવ સદા”. આમ અત્રે આત્માને પ્રત્યક્ષ અનુભવ-સાક્ષાત્કાર થાય છે. એટલે જેમાં તેનું પક્ષ વર્ણન છે, એવા અન્ય શાસ્ત્રો અકિંચિકર થઈ પડે છે, નકામા-અણખપના થઈ પડે છે, કારણ કે શાસ્ત્ર ને માત્ર માર્ગનું દિશાદર્શન કરાવે છે, અને જે આત્મ-વસ્તુતત્વને લક્ષ કરાવવા માટે શાસ્ત્રનું મુખ્ય પ્રયોજન છે, તે વસ્તુતત્વ તે અત્રે સાક્ષાત્ અનુભૂતિમાંઅનુભવમાં આવ્યું છે, એટલે હવે તેનું શું કામ છે ? તેનું હવે કંઈ પ્રજન રહ્યું નથી. “અગમ અગોચર અનુપમ અર્થને, કેણું કહી જાણે રે ભેદ ?
સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળે રે ખેદ...વીર જિનેશ્વર પરમેશ્વર જયે. જેહ અગોચર માનસ વચનને, તેહ અતીન્દ્રિય રૂ૫; અનુભવ મિરો રે વ્યક્તિ શક્તિ શું, ભાખ્યું તાસ સ્વરૂપ વીર.”—શ્રી આનંદઘનજી.
જે મન-વચનને અગોચર છે, જ્યાં વાણી અને મનને મૌન ભજવું પડે છે, જ્યાં વિકલ્પ–જપને અવકાશ નથી, એવું અતીન્દ્રિય આત્મસ્વરૂપ અનુભવ મિત્રના પ્રસાદથી અત્રે સાક્ષાત્ જણાય છે. જે નય-નિક્ષેપથી જણાતું નથી, અને જ્યાં પ્રમાણને પ્રસર નથી, ગતિ નથી, તે શુદ્ધ સ્વરૂપી બ્રહ્મને કેવળ અનુભવ-ભાનુ જ દેખાડે છે. (જુઓ પૃ. ૩૦ )