________________
પ્રભા દષ્ટિ : “સમજ્યા તે સમાયા” શમના વિવિધ અર્થની એક્તા
(૫૭૧) કારણકે હંસ જેમ ક્ષીર–નીરને વિવેક કરે છે, દૂધ ને પાણી જુદા પાડે છે, અને પછી પાણીને છેડી દૂધ ગ્રહે છે, તેમ મુનિરૂપ પરમહંસ યોગિરાજ આત્માઅનાત્માને વિવેક કરે છે, અને અનાત્મારૂપ સમસ્ત પરભાવને હેય-ત્યજવા યોગ્ય જાણી તેને ત્યાગ કરે છે, તથા જ્ઞાનદર્શનમય શુદ્ધ આત્મસ્વરૂપને પરમ આદેય ગ્રહણ કરવા ગ્ય જાણી આત્મસ્વભાવમાં ચિત્તવૃત્તિને જોડે છે. આ આત્મસ્વરૂપના એકાગ્ર ચિંતનમાં અનુસંધાનરૂપ ચિત્તવૃત્તિને નિરોધ થ, તે જ મુખ્યપણે “ગ” છે, અને તેને જ જૈન પરિભાષામાં
ધ્યાન” નામથી ઓળખવામાં આવે છે. અને એ શુકલ ધ્યાનરૂપ હેળીની જવાળા કઠેર કર્મ પણ બાળી નાંખે છે. શુકલ ધ્યાન હેરીકી જવાલા, જાલે કર્મ કઠોર રે....નિજ સુખકે સયા; શેષ પ્રકૃતિ દલ ક્ષીરણ નિજેરા, ભસ્મ ખેલ અતિ જોર રે.....નિજ ”–શ્રી દેવચંદ્રજી.
આમ આ ધ્યાનસુખ વિવેકબલથી–જ્ઞાન સામર્થ્યથી ઉત્પન્ન હોય છે, એટલા માટે જ તે સદાય શમસાર–શમપ્રધાન હોય છે. કારણ કે “સમજ્યા તે સમાયા.” જ્ઞાનનું અર્થાત્ વિવેકનું ફલ વિરતિ–શમ છે. “જ્ઞાનસ્થ શ્રેષ્ઠ વિત્તિ:'- એ જિનપ્રવચનનું મહાસૂત્ર છે.
“જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપગ સ્વરૂપમાં શમા, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા” તેને અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હિતે, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું. એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા” તેને અર્થ છે. જે જે સમજ્યા તેણે તેણે મારૂં તારૂં એ આદિ અહં મમત્વ શમાવી દીધું કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તે દીઠો નહિ; અને નિજ સ્વભાવ તે અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો છે. એટલે તેમાં જ સમાવેશ પામી ગયા.” (જુઓ)-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંત પ૬. (૬૫૧)
આમ સ્વરૂપમાં જે સમાયા છે, એવા જ્ઞાની પુરુષના ચિત્તની પ્રશાંતવાહિતા હેય છે. જેમ તરંગ રહિત શાંત સરિતાને પ્રવાહ અખંડ એકધારે વહ્યા કરે, તેમ
અત્રે યોગીની શાંત ચિત્ત-સરિતાને પ્રવાહ એ અખંડ એકધારો પ્રશાંતવાહિતા શાંતપણે પ્રવહ્યા કરે છે, કે તેમાં કઈ પણ વિકલ્પતરંગ ઊઠત નથી,
વિક્ષેપ દૂર કર્યો હોવાથી સદેશ એક સરખા પ્રવાહવાળી પરિણમિતા હોય છે. આ પ્રશાંતવાહિતા નિરોધજન્ય સંસ્કારથી ઉપજે છે* ( આની વિશેષ સમજૂતી માટે જુઓ પાત. યે. રૂ -૧૦, તથા દ્વા. દ્વા. ૨૪. )
“તરણ કરાવાહિતા સંસાર – પાતંજલ યુગ ૨-૧૦